ચહેરાની સુંદરતા વધારવા માટે અત્યારની બધી મહિલાઓ અલગ-અલગ કંપનીઓની કોસ્મેટીક યુઝ કરીને ચહેરાની સુંદરતા વધારવા માંગે છે. પણ તેના ઉપયોગથી લાંબા સમયે ચહેરાને નુકસાન થાય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ.
દેશી ઉપચારથી સ્કીનને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઘરે બનાવેલ ફેસપેક ચહેરાની ચમક વધારવા માં મદદ કરે છે. મેકઅપ કરવાથી ચહેરો થોડા સમય સુંદર દેખાય છે. પણ ચહેરાની કાયમીક સુંદરતા જાળવવા માટે તો ઘરેલું ઉપચાર વધારે ફાયદાકારક છે. તેનાથી આપણી સ્કીન કુદરતી રીતે સુંદર દેખાવા લાગે છે. તો આવો જાણીએ આપણા ઘરમાં મળી રહેતી વસ્તુઓ માંથી બનતા ફેસપેક વિશે થોડી માહિતી.
ચહેરાની સુંદરતા વધારવા માટે સૌથી પહેલા જરૂરી છે. આંખોની સંભાળ રાખવી જરૂરી છે. આંખના દાગ સર્કલ દુર કરવા માટે અને આંખોના આરામ માટે કાકડી અથવા બટાટાના ગોળ પીસ કરી અને આંખો પર 20 મિનીટ રાખવા તેનાથી દાગ સર્કલ દુર થશે અને આંખોને આરામ મળશે.
- હળદર, દહીં, ચણાનાલોટ માંથી બનતું ફેસપેક
એક ચમચી ચણાનો લોટ,બે ચમચી દહીં,એક ચપટી હળદર અને બે થી ત્રણ ટીપા લીંબુનો રસ.એક નાના વાટકામાં ચણાનોલોટ, દહીં, હળદર અને લીંબુના બે થી ત્રણ ટીપા આ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી અને આ પેક ચહેરા પર અને હાથ-પગ પર લગાવવું જયારે આ પેક સુકાય જાય ત્યાર બાદ થોડા ગુલાબજળ ના ટીપા હાથમાં લઈ હળવા હાથે મસાજ કરવું ત્યાર બાદ પાણીથી ચહેરો ધોઈ લેવો તેનાથી સ્કીન ચમકદાર બનશે.
- હળદર, ચંદન પાવડર અને ગુલાબજળ માંથી બનતું ફેસપેક
એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી હળદર અને થોડું ગુલાબજળ આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને ફેસપેક બનાવી ચહેરા પર લગાવવું 10 મિનીટ બાદ ઠંડાપાણી થી ચહેરો ધોઈ લેવો આ ફેસપેક તૈલી ત્વચાના માટે ખુબ ફાયદાકારક છે.
- મધ, ગ્રીન ટી બેગ અને હળદરમાંથી બનતું ફેસપેક
ગ્રીન ટી બેગનો યુઝ કર્યા બાદ તેને એક બાઉલમાં લઈ લેવી તેમાં એક ચમચી મધ અને એક ચપટી હળદર બરાબર મિક્સ કરવી આ પેકને ચહેરા પર લગાવવું અને હળવા હાથે મસાજ કરવી તેનાથી બ્લેકહેડ દુર થશે. ગ્રીન ટી એન્ટી ઓક્સીડન્ટ થી ભરપુર હોય છે. તે સ્કીન માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.
- ચણાનો લોટ, દૂધ, ખાંડ અને કોફી પાવડર માંથી બનતું ફેસપેક
એક ચમચી ચણાનો લોટ લેવો તેમાં અડધી ચમચી કોફી પાવડર અને થોડી ખાંડ લેવી આ ત્રણ વસ્તુમાં થોડું દૂધ મેળવી પેક બનાવવું આ પેક ચહેરા પર અને હાથ,પગ પર લગાવવું અને હળવા હાથે મસાજ કરવું 15 થી 20 પછી ચહેરો ધોઈ લેવો કોફી ડેડ સ્કીનને દુર કરે છે.
- લીંબુ,એલોવીરા અને હળદર માંથી બનતું ફેસપેક
એક બાઉલમાં એલોવીરા જેલ લઈ તેમાં અડધી ચમચી હળદર અને ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ બરાબર મિક્સ કરી અને પેક બનાવવું આ પેકને ચહેરા પર લગાવવું સુકાય જાય ત્યાર બાદ ચહેરાને ધોઈ લેવો તેનાથી ચહેરા પરના દાગ દુર થશે.
- ટમેટાના રસ, મધ અને ફુદીના માંથી બનતું ફેસપેક
એક બોલમાં ટામેટાનો રસ લેવો તેમાં એક ચમચી ફુદીનાનો રસ અને અડધી ચમચી મધ લેવું આ બધી વસ્તુને મિક્સ કરી અને ફેસપેક બનાવવું આ પેકને ચહેરા પર લગાવવું સુકાય ગયા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો તેનાથી ચહેરો સાફ અને ચમકદાર બને છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.