બાળકના વિકાસની પ્રક્રિયામાં માતાના દૂધની અને ત્યાર બાદ શરૂઆતના આહારની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. બાળકના ખોરાકમાં પાણી, વિટામિન્સ, પ્રોટીન, ખનિજ, ચરબીયુક્ત પદાર્થ જેવા કેટલાક 40 પૌષ્ટિક તત્વોનો સમાવેશ થવો જરૂરી હોય છે. જેથી તેના શરીરમાં કોઈ પ્રકારની ઉણપ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો જાણો કે, બાળકને શરૂઆતમાં કેવો આહાર આપવો જોઈએ, અને કેવો આહાર ના આપવો જોઈએ..
આયુવેદ અનુસાર બાળકને કેટલા મહિને ખોરાક આપવો યોગ્ય ગણાય? – આયુર્વેદમાં બાળકને અન્નની બાબતમાં 3 વાત કહી છે, (1) ક્ષીરપ – એટલે કે, પ્રથમ 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ – ત્યાર બાદ (2) ક્ષીરાન્નાદ- 6 મહિનાનું બાળક થાય એટલે માતાના દૂધની સાથે સાથે થોડું અન્ન આપવું, તેમ છતાં તેમાં માતાના દૂધનો બહગ વધુ હોય, ત્યાર બાદ (3) અન્નાદ – એટલે કે તેમાં અન્નનો ભાગ વધુ હોય, બાળક 2 વર્ષનું થાય પછી તેને અન્ન વધુ આપવામાં આવે છે.
👶 6 મહિના બાદ બાળકને કેવી વસ્તુઑ ખવરાવવી – મોટાભાગના લોકો બાળકને શરૂઆતમાં દૂધ આપતા હોય છે. પરંતુ તે સિવાય પણ તમારે કેટલાક પ્રકારના ફ્રૂટના જ્યૂસ આપવા જોઈએ. સાથે એવો ખોરાક આપવો જોઈએ જેથી તેનો શારીરિક અને માનસિક બંને રીતે વિકાસ થાય. પહેલા એ વસ્તુનું ધ્યાન રાખવું કે તેને પાચન ઝડપથી થાય તેવો ખોરાક આપવો જોઈએ. નહીંતર ઝાડા-ઉલ્ટી જેવી તકલીફ થઈ શકે છે.
👶-દાડમના જ્યૂસથી તમે શરૂઆત કરી શકો છો. તેનાથી બાળકને લોહીની ઉણપ પણ નહીં થાય અને પેટ પણ ભેલું રહેશે. દાડમનો જ્યૂસ કાઢવામાં અમુક લોકો એવી ભૂલ કરતા હોય છે કે મિક્સરમાં ક્રશ કરી પીવાનું શરૂ કરી દેતા હોય છે.
👶પણ તે પ્રકારની ભૂલ સહેજ પણ ન કરવી. કારણ કે બાળકની પાચનશક્તિ એટલી પાવરફુલ હોતી નથી. અને તમે એવો જ્યૂસ પીવડાવશો તો તેને પચવામાં તકલીફ પડશે. એટલે કોટનના વાઇટ રૂમાલમાં દાડમના બધા દાણા કાઢી નીચવીને રસ કાઢવો. જેથી તેની અંદર રહેલા દાણા રસમાં આવે નહીં. ખાસ કરીને રસ કાઢવા માટે તમારે વાઇટ જ રૂમાલ લેવો કારણ કે કલર વાળા રૂમાલમાં ઘણી વખત કલર પણ રસમાં ભળી જવાનો ભય રહેતો હોય છે. -દાડમનો જ્યૂસ તમારે કાઢીને તરત પીવડાવી દેવો જોઈએ. જેથી તેમાં રહેલ પોષક તત્વો નષ્ટ ન થઈ જાય.
👶-બાળક 7 મહિનાનું થાય એટલે ધીમેધીમે તમે દાળનું પાણી આપવાનું પણ શરૂ કરી શકો છો. દાળ બાફીએ ત્યારે તેમાં ઉપર જે પાણી હોય તેને પહેલા કાઢી લેવું. દાળમાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે બાળકના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું બની રહે છે.
👶-દાળનું પાણી આપો ત્યારે તેમાં તમે થોડું ધાણાજીરું, ગોળ એડ કરી શકો છો. જેથી બાળકને પીવામાં ભાવશે અને ગોળથી બાળકના હાડકાં મજબૂત બનશે. તેને 3-4 ચમચી જેટલું રોજ સમયસર પીવડાવું. તમે રીતે મગની દાળ મગનું પાણી પણ આપી શકો છો.
👶 -દાળના પાણીની જેમ ભાતનું ઓસામણ પણ બાળકને આપી શકો છો. જેથી ભાતમાં રહેલા પોષક તત્વો તેને મળશે. સાથે બાળકની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે.
👶 -ગરમીની સીઝનમાં તમે બાળકને તળબૂચનો રસ કાઢીને આપી શકો છો. જેથી તેને પાણીની ઉણપ ન થાય. દાડમના રસની જેમ તરબૂચનો રસ પણ આ રીતે જ કાઢવો. 2-3 ચમચીથી વધારે આપવો નહીં.
👶-તમે ટામેટું બાફીને પણ તેનો સૂપ બનાવીને બાળકને આપી શકો છો. ટામેટું બાફતી વખતે તેમાં ગોળ અને ધાણાજીરું એડ કરવા. આ ટેસ્ટ બાળકને સારો લાગશે અને તેનાથી બાળકનું પેટ પણ ભરેલું રહેશે.
👶-સીઝનમાં ચીકું આવે ત્યારે તમે ચીકુંનો પણ રસ કાઢીને આપી શકો છો. પણ તેને મિક્સરમાં ક્રશ ન કરતા ચોખ્ખા કપડામાં દાડમના દાણાની જેમ ચીકુને નિચોવીને તેનો રસ કાઢવો. જેથી બાળકને ભૂખ પણ વધારે લાગશે અને અનર્જી જળવાય રહેશે.
👶-બાળક 7-8 મહિનાનું થાય એટલે તેને કેળું આપવાનું શરૂ કરવું કારણ કે કેળાને છીણીને ખવડાવાનું હોવાથી બાળક થોડું મોટું હોવું જરૂરી છે. ઘણા બાળકોને તો 8 મહિને આગળના દાંત પણ આવી જતા હોય છે. જેથી બાળક પોતાની રીતે કટ કરી શકે અથવા તો થોડું મેશ કરીને ખવાડાવું જોઈએ. એત વસ્તુનું ધ્યાન રાખવું કે બાળકને આખું કેળું શરૂઆતમાં ન આપવું જોઈએ. ઘણા બાળકને શરદીની તકલીફ રહેતી હોય તો કફ થવાની સંભાવના રહેતી હોય છે. શરૂઆતમાં અડધું કે તેનાથી પણ ઓછું કેળું ખવડાવવું જોઈએ. કેળાંથી બાળકને કેલ્શિયમ મળશે.
👶-સફરજનની સીઝનમાં તમારે તેને સફરજનની પ્યોરી આપવી જોઇએ. તમે સફરજનનો જ્યૂસ દૂધમાં નાખી આપી શકો છો. તે વખતે ધ્યાન રાખવું કે સફરજન દૂધમાં ક્રશ કર્યા બાદ તેને ગરણી વડે બરાબર ગાળી લેવું. જેથી બાળક સરળતાથી પી શકે. તમે સફરજનને બાફી તેમાં સંચળ નાખીને ક્રશ કરીને પણ જ્યૂસ બનાવી શકો છો. સફરજન બાફીને કોઈ વાર આપવું, કોઈ વાર છીણીને થોડું થોડું આપવું. દરેકના પોષક તત્વો અલગ અલગ હોય છે. સફરજનની પ્યોરીને સ્ટોર કરેલી ક્યારેય ન આપવી જોઈએ.
👶 -આ રીતે તમે બાળકને બધા જ પ્રકારના ફ્રૂટ જ્યૂસ આપી શકો છો. પપૈયાનો પણ તમે જ્યૂસ કાઢી અઠવાડિયામાં બાળકને પીવડાવી શકો. જેથી તેને કબજિયાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય.
👶-જેમ જેમ બાળક મોટું થાય 1 વર્ષ ઉપરનું તેમ તેને પાતળી રોટલી બનાવી દાળમાં પલાળીને ચમચી વડે આપી શકો છો. એજ રીતે દાળ-ભાત ક્રશ કરીને, ખીચડી-દૂધ મિક્સ કરીને પણ આપી શકો છો.
બાળકને આ રીતે આહાર આપતી વખતે શું ધ્યાન રાખવું – (આ મુદ્દો ખૂબ મહત્વનો છે)
👉 બાળકને આપવામાં આવતું એન એકદમ પાતળું હોવું જોઈએ. તેનાથી તેને પાચનમાં સમસ્યા ના થાય. નહીં તો તેણે અપચો થઈ શકે છે.
👉 બાળકને રાત્રે ક્યારેય ખોરાક આપવો નહીં. જે પણ જ્યુસ અથવા રસ આપવો હોય તે સવારથી બપોર વચ્ચે દેવો. રાત્રે તો માતાનું દૂધ જ બરાબર છે.
👉 પ્રથમ 15 દિવસ જ્યુસ આપતા હોવ તો, એ જ આપવું.. ત્યાં યાદ દાળનું પાણી બીજા 15 દિવસ બાદ શરૂ કરવું. અને દાળનું પાણી આપતા હોવ ત્યારે 15 દિવસ ફક્ત એ જ આપવું. ટૂંકમાં જે પણ આપો તે 15-15 દિવસ ના ગેપમાં આપવું.
👉 બાળક ખાવામાં રસ ના દાખવે તો પરાણે તેણે ખવારવવું નહીં, શક્ય છે કે તેનું પેટ ભરેલું હોય છે. જેના લીધે તે ખાવામાં રસ નથી લેતું.
👉 આજકાલ 3-4 મહિને બેબી ફૂડ બજાર માં મળતા થઈ ગયા છે, તે લોકો પોતાનું માર્કેટિંગ તો કરશે જ પણ તમારા બાળકને હેલ્થી રાખવું હોય તો આયુર્વેદ અનુસાર ચાલવું. નહીં, કે જે-તે બેબી ફૂડ પર આધાર રાખવો. આશા છે કે, તમને આ લેખ ગમ્યો હશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.