અત્યારે ચા છોડવાની વાત આવશે એટલે 25% લોકો આ આર્ટીકલ વાંચવાનું છોડી દેશે પણ ચા શરીર માટે નુકસાન કરે છે તે વાત 100% સાચી છે . આ ડ્રિંકના કારણે ચા છોડવામાં મદદ મળશે અને સાથે શરીરમાં ઇમ્યુનિટી વધારવનું કામ કરશે. આ કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારવી કેટલી જરૂરી છે. આજે લોકો ઇમ્યુનિટી વધારવા કેટલી પ્રકારના ઉકાળા પિતા હોય છે. તે ઉકળા કરતાં 10 ગણું વધારે ફાયદો કરાવશે આ ડ્રિંક. ચાલો જાણીએ કેટલી પ્રકારના ડ્રિંક શરીર માટે ફાયદાકારક છે.
આજે આ ડ્રિંક વિષે વાત કરીશું જેનાથી શરીરમાં ઉર્જા અને સ્ફૂર્તિ આપવાનું કાર્ય કરશે. રોગપ્રતિકારક શક્તિ વધારશે અને સાથે શરીરમાં ભૂખ ઓછી કરશે જેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે. જે લોકોને આયુર્વેદની વસ્તુમાં રસ છે તેને આ આર્ટીકલ જરૂરથી વાંચવો.
- આયુર્વેદિક ચા.
ઉપર જણાવ્યુ કે, ચા નુકસાન કરે છે તો આ આયુર્વેદિક ચા એટલે શું ? પણ તમને જણાવી દઈએ કે, આ ચા ના સેવનથી શરીરમાં ફાયદાઓ થશે કોઈ પણ પ્રકારનું નુકસાન કરશે નહીં. જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તે કાળેથી જ આ ચા નું સેવન ચાલુ કરો. થોડા સમયની અંદર વજન ઘટવા લાગશે.
જાપાન ના લોકો અંદાજે 700 થી પણ વધુ પ્રકારની આયુર્વેદિક ચા પીવે છે. તેનાથી તે લોકોનું આયુષ્ય પણ ખુબ લાંબુ હોય છે. જાપાનની બધી આયુવેદીક ટી કોઈ ને કોઈ શાકભાજી, પાંદડા કે સમુદ્રી વનસ્પતિમાંથી બનેલી હોય છે. આપણે અહી ભારતમાં નીચે જણાવ્યા પ્રમાણે આયુર્વેદિક ચા બનાવી શકશો. તેમજ તમને યોગ્ય લાગે તો તમે અન્ય રીતે બીજી કોઈ રીતે પણ તમે આયુર્વેદિક ચા બનાવી શકો છો.
આ ચા બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીની અંદર 1 લિટર પાણી લો, 10 નાના ટુકડા આદું નાખો પછી તેની અંદર 2 એલચી નાખો, પછી તેની અંદર એક મીડિયમ તજનો ટુકડો નાખો, 5 કે 6 ફુદીનાના પાન નાખો, પછી તેને ઉપરથી ઢાંકી દો. 10 થી 12 મિનિટ ધીમા તાપે તેને ઉકળવા દો. પછી નીચે ઉતારી તેને ગાળી અને ઠરવા દો, ઠર્યા પછી તેની અંદર બે ચમઢી લીંબુ રસ અને એક ચમચી મધ મિક્સ કરો. વજન વધારે હોય તેવા વ્યક્તિઓ માટે આ ચા ખુબજ ઉપયોગી છે. ડાયાબિટીસ, એસિડિટી, ગેસ જેવી પેટની સમસ્યા પણ દૂર થવા લાગશે.
- શાકભાજી ડ્રિંક.
આ ડ્રિંક પીવાથી શરીરમાં ઘણા પોષકતત્વો મળી શકે છે. શરીરમાં ઘટતા તત્વો, આંખો માટે અને પેટ માટે આ ડ્રિંક વધારે ઉપયોગી બનશે. શાકભાજીનું ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા એક તપેલીની અંદર અર્ધો લિટર કરતાં વધારે પાણી લો અને તેને ગેસ પર ગરમ થવા રાખો, પછી તેની અંદર 3 લવિંગ નાખો, પછી અર્ધુ ગાજરના છીલી અંદર મિક્સ કરો, પછી તેમાં છીણેલી ફણસી મિક્સ કરો, પછી 10 ગ્રામ વટાણા મિક્સ કરો, પછી તમને જે ગમતી શાકભાજી તે મિક્સ કરી શકો છો.
તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને સ્વાદ અનુસાર મરી પાવડર પણ મિક્સ કરો અને પછી તેની માથે વાસણ ઢાકી દેવું અને 10 મિનિટ પછી આ પાણીને ગાળીને ઠંડુ કરો અને પછી અંદર અર્ધુ લીંબુ મિક્સ કરો પછી તેનું સેવન કરવું. આ ડ્રિંક પેટની સાથે શરીરમાં પેદા થયેલા ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરશે.
- ચણાના લોટનો શીરો.
એક નાનું વાસણ લેવું તેની અંદર 2 ચમચી ચણાનો લોટ નાખો, પછી તેની અંદર એક ચમચી ઘી મિક્સ કરો અને આ બંને વસ્તુ ખુબજ મિક્સ કરો બરાબર મિક્સ થાય પછી તેની અંદર 3 બદામ મિક્સ કરો, પછી તેને બરાબર મિકસો એટલે લોટનો રંગ બદલાઈ જશે પછી તેમાં એક ગ્લાસ દૂધ મિક્સ કરો, સાથે એક ચમચી ખાંડ અને અર્ધી ચપટી મરી પાવડર મિક્સ કરો, પછી તેને ગેસ પર ગરમ થવા રાખો થોડું ગરમ થાય પછી ગેસ બંધ કરી તેને એક ગ્લાસમાં ભરી લો, અને તેનું સેવન કરો શરદી, ઉધરસ, ઇમ્યુનિટી જેવી સમસ્યામાં રાહત મળશે. આ ડ્રિંક પીવાથી ભૂખ પણ ઓછી લાગશે.
- અશ્વગંધા ડ્રિંક.
આ ડ્રિંકના સેવનથી શરીરની અંદર ફાયદાઓ થશે પણ સાથે સાથે શરીરનો બહારની ભાગ એટલે કે, ચામડીમાં પણ ફાયદો થાય છે. એનર્જી વધારવા માટે આ ડ્રિંક ખુબજ ઉપયોગી છે. આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા એક નાની તપેલી લો, તેની અંદર એક ગ્લાસ જેટલું દૂધ લો, તેને ગરમ કરવા ગેસ પર રાખો પછી તેની અંદર અર્ધી અથવા એક ચમચી અશ્વગંધા પાવડર મિક્સ કરો પછી તેની અંદર એક એલચી, અર્ધી ચમચી હળદર, ત્રણ ચપટી મરી પાવડર અને એક ચમચી ઘી પછી ધીમા તાપે ગરમ થવા દેવું.
ગરમ થાય તેટલા સમયમાં બે કાજુ, બે બદામ અને એક અખરોટ પીસી પાવડર બનાવી તેની અંદર મિક્સ કરી દેવું. મિક્સ કર્યા પછી છેલ્લે એક ચમચી ખાંડ મિક્સ કરવી. આ ડ્રિંક પીવા માટે નો સમય રાત્રે રાખવોમ, રાત્રે સૂતા પહેલા 60 મિનિટ પહેલા પીવું જેથી એનર્જી અને સ્ફૂર્તિ શરીરમાં રહે જેથી નીંદર સરખી આવશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.