મિત્રો આજકાલ દરેક લોકોને એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે. આથી તેઓ એસીડીટી ન થાય તે માટે ભોજન કર્યા પછી ચાલવાનું રાખે છે. પણ કાયમ આ તકલીફથી તેઓ પીડાય છે. આ સમય એવી છે કે તેના કારણે ઘણી વખત ઘણા લોકોને પેટમાં જલન, બળતરા, દુખાવો, તેમજ બેચેની રહે છે. ક્યારેય આ તકલીફ એટલી વધી જાય છે કે છાતી માં પણ દુખાવો થવા લાગે છે.
આમ આજે દરેક લોકો આ સમસ્યાથી વાકેફ હશે. પણ શું તમને ખબર છે કે આપણને એસીડીટી ક્યારે થાય છે. જયરે પેટમાં રહેલ એસીડ ઉપરની બાજુ ચડે છે ત્યારે એસીડીટી થવા લાગે છે. એસીડીટી ના મુખ્ય લક્ષણોમાં પેટમાં દુખાવો થવો, બળતરા થવી, હૃદયમાં દુખાવો થવો, પેટમાં જલન થવી વગેરે જોવા મળે છે. તેમજ એસીડીટી થી ઘણી વખત વારંવાર ઓડકાર પણ આવે છે. મોઢાનો સ્વાદ પણ ખાટો થઇ જાય છે. ત્યાર પછી અંતે કબજિયાત થવા લાગે છે.
- એસીડીટી થવાના કારણ.
આમ સૌથી પહેલા તો આપણે એ જાણવું જોઈએ કે એસીડીટી શા કારણે થાય છે. કહેવાય છે કે પેટમાં રહેલ એસીડ જયારે મોમાં આવવા લાગે છે ત્યારે એસીડીટી થાય છે. આમ આ એસીડ ત્યારે જ ઉપર આવે છે જયારે આપણા દ્રારા કરેલ ભોજનનું યોગ્ય રીતે પાચન થયું ન હોય. એસીડીટી ના મુખ્ય કારણોમાં
1.વધારે પડતું તળેલું ખાવું, 2. ભોજન કર્યા પછી તરત જ સુઈ જવું, 3.વધારે પડતો વજન હોવો, 4. ભૂખ હોય તેના કરતા વધુ ભોજન કરવું. 5. વધુ દારૂ પીવો 6. તેમજ માનસિક અશાંતિ પણ એસીડીટી કરે છે.. આ સિવાય પણ અમુક માનસિક કારણો ના લીધે પણ એસીડીટી થાય છે તેવું સામે આવ્યું છે.
- એસીડીટી રોકવામાં ઘરેલું ઉપાયો
જો તમે વધારે પડતા તનાવમાં હશો તો પણ તમને એસીડીટી થવાની સંભાવના વધી જાય છે આથી બને ત્યાં સુધી મનને આનંદિત રાખવું જોઈએ. જયારે તમે રાત્રે સુવો છો ત્યારે રાત્રીનું ભોજન સુતા પહેલા બે થી ત્રણ કલાક પહેલા કરી લેવું જોઈએ. તેમજ ભોજન કર્યા પછી થોડું હલનચલન કરવું જોઈએ.
એસીડીટી દુર કરવાનો એક ઉપાય એ છે કે તમે નિયમિત રીતે કસરત કરવાનું રાખો. તેનાથી શરીરને થોડું કષ્ટ પડશે અને પેટમાં રહેલ એસીડ ઉપર નહી આવે. એક અન્ય ઉપાય માં તમે નારીયેલ પાણીમાં કાકડી અને તરબૂચ નો રસ મિક્સ કરીને પીવો. તેનાથી તમને ગેસ કે એસીડીટી જેવી તકલીફ નહિ થાય.
કહેવાય છે કે આદુમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે આથી દરરોજ આદુનું સેવન રાખો. એક અન્ય ઉપાયમાં જો તમને ભોજન કર્યા પછી તરત જ એસીડીટી થતી હોય તો ભોજન કરતા પહેલા લીંબુનું પાણી પી લેવું જોઈએ.
એવું માનવામાં આવે છે ગોળ એ એસીડીટી ઓછી કરી દે છે. આથી તમારે ગોળના ટુકડા ચૂસવા જોઈએ. ગોળ એ શરીરનું તાપમાન જાળવી રાખે છે. આથી જ ઉનાળામાં ગોળનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
દૂધ પીવાથી પણ એસીડીટી ઓછી થાય છે. કારણ કે દુધમાં ગેસ્ટ્રીક એસીડ રહેલો છે. તેમજ દુધમાં કેલ્શીયમ પણ રહેલ છે. જે પેટના ગેસને રોકે છે. આમ જો તમે એસીડીટી થાય ત્યારે તમે એક ગ્લાસ ઠંડુ દૂધ પીશો તો રાહત થઇ જશે. કેળું પણ એસીડીટી ઓછી કરે છે. કારણ કે કેળામાં એન્ડીસીડ્સ રહેલ છે. જે એસીડ સામે લડવાનું કામ કરે છે. આમ જો દરરોજ કેળું ખાવામાં આવે તો એસીડીટી ની સમસ્યા દુર થઇ શકે છે.
આ સિવાય કહેવાય છે કે જો ખુબ મસાલેદાર ભોજન કરવામાં આવે તો તેનાથી પણ એસીડીટી થઇ શકે છે. આથી મસાલેદાર વાનગીનું સેવન ઓછુ કરવું જોઈએ. તેમજ તમે પોતાના ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો પણ સમાવેશ કરી શકો છો.
જો તમે વધુ પડતું ભોજન કરો છો તો તેનાથી પણ એસીડીટી થઇ શકે છે આથી ભૂખ હોય એટલું જ જમવું જોઈએ. ફૂદીનામાં ઘણા ગુણો રહેલા છે. આમ થોડાક ફુદીનાના પાન પાણીમાં ઉકાળીને ભોજન કર્યા પછી પીવાથી રાહત મળે છે. ફૂદીનાથી ગેસ અને એસીડીટી બંનેમાં રાહત મળે છે.
એક અન્ય ઉપાયમાં તમે તમારા રસોડામાં રહેલ એક વસ્તુનો ઉપયોગ કરી શકો છો. દરરોજ જમ્યા પછી વરીયાળી ચાવવી જોઈએ. તે પાચનતંત્ર મજબુત કરે છે. વરીયાળીમાં ગેસ્ટ્રોઇસ્ટેસ્ટાઇનલ રહેલો છે. બીજું છે કે, તુલસીના પાનમાં કુદરતી ગુણ રહેલો છે કે તે એસીડીટી માં તરત જ રાહત આપે છે. આથી જો તમે ગેસ કે એસીડીટી થાય તો તુલસીના પાન ખાઈ લો અથવા તો 5 થી 6 તુલસીના પાન પાણીમાં ઉકાળીને પીવાથી પણ એસીડીટી અને ગેસમાં રાહત મળે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.