દોસ્તો અત્યારના સમય પ્રમાણે આપણે દિવસ ભરમાં શું શું ખાઈએ તે નક્કી નથી હોતું અને તેનાથી પાચનશક્તિ ખુબજ નબળી પડે છે. તેનાથી પેટને લગતી ઘણી સમસ્યા ઊભી થતી હોય છે. તો સવારથી જ પેટ સાફ નથી થતું અને આખો દિવસ બગડે છે. આ વસ્તુથી પેટની સમસ્યા હલ થઈ શકે છે આજે જાણીશું તેવો ઘરેલુ ઉપાય જેનાથી પેટ બિલકુલ સાફ રહે છે અને તેનાથી બીજી ઘણી સમસ્યા પણ દૂર રહે છે.
લગભગ તમારા જીવનમાં જોયું હશે કે પેટની સમસ્યાથી 80 ટકાથી વધારે બીમારી આગળ અવધે છે. સૌથી પહેલા પેટની બીમારી ચાલુ થાય છે પછી નવી નવી બીમારીઓ આવે છે જે આપણાં શરીર માટે સારું સંકેત નથી. સમાન્ય બીમારી હોય છે જેવી કે, પેટમાં દુખે છે, ગેસ, એસિડિટી, બીજી પણ ઘણી સમસ્યા હોય છે. તેની અવગણના ના કરતાં તેને પેટથી દૂર કરવા તરત ઈલાજ કરવો જોઈએ નહિતો તે બીમારીથી આગળ ભવિષ્યમાં વધારે તકલીફ થાય છે. તેથી આજેથી જ આ ઘરેલુ ઉપચાર ચાલુ કરો અને પેટની સમસ્યાને દૂર કરવા લાગો જો પેટ સારું રહેશે તો, ઘણી બીમારીઓ તમારા શરીરથી દૂર રહેશે.
- પેટની સમસ્યા દૂર કરવાના ઉપાયો
૧.સૌથી પહેલા વાત કરીએ કે નાળિયેરની રોજે નાળીયર પાણીથી પેટ સાફ રહે છે. તેનું સેવન સવારે ખાલી પેટે નાળિયેર પાણી પીવાથી કબજિયાત જેવી સમસ્યા દૂર રહે છે. રોજે સવારે એક નાળિયેરનું પાણી સેવન કરવું જરૂરી છે. આ વસ્તુ આ સિવાય શરીરમાં બીજા પણ અનેક ફાયદા કરે છે.
૨. આમળાનું સેવન કરવાથી પણ પેટ સાફ રહે છે. આમળા અથવા તેનો પાવડર રોજે આમળાંનો પાવડર એક યા બે ચમચી લેવાથી પાચનશક્તિ મજબૂત કરે છે. અપચા જેવી સમસ્યા જલ્દીથી દૂર કરે છે. કેમ કે, જયારે તમારી પાચન શક્તિ જ મજબુત હશે તો કબજિયાત અને ખોરાકનો અપચો લગભગ દુર જ રહેશે.
3. પેટમાં જ્યારે પણ બળતરા થાય. ગેસની સમસ્યા થાય છે ત્યારે વરિયાળીનું સેવન અતિઉતમ ગણાય છે. રોજે જમ્યા પછી એક ચમચી વરિયાળીનો મુખવાસ ખાવો જરૂરી છે. તેનાથી અપચા, ગેસની સમસ્યા દૂર રહે છે. આ મુખવાસ બપોરે પણ ખાઈ શકો. પણ જો તમારી તાસીરને વધુ વરીયાળી માફક ના હોય તો બીજો કોઈ ઉપાય કરવો.
૪. જ્યારે પણ પેટને લગતી કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે તરત રાહત મેળવા માટે એરંડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. એક ગ્લાસ પાણી તેની અંદર 1-2 ચમચી મધ અને તેની અંદર એક ચમચી એરંડિયું મેળવી પીવાથી પેટ સાફ થાય છે. રોજે રાત્રે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ તેથી સવારે પેટ સાફ રહે અને કબજિયાતની સમસ્યા થોડા સમયમાં દૂર થાય છે.
૫. એક લીંબુના રસમાં અર્ધી ચમચી મધ અને અર્ધી ચમચી સેંધા નમક મેળવી તેને એક ગ્લાસ હુફાળા ગરમ પાણીના ગ્લાસમાં મિક્સ કરી પીવાથી પેટમાં દુખતું મટે છે. આ પ્રયોગથી જમેલો કફ પણ બહાર આવવા લાગે છે. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી જમેલો કફ બહાર આવી જશે.
૬. રોજે સવારે એક ગ્લાસ હુફાળું ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે. પેટમાં જમા થયેલો કચરો જલ્દીથી બહાર આવા લાગે છે તે પાણી પીધા પછી થોડી વાર કઈ ના ખાવું અને બની શકે તો 10 મિનિટ વોક કરવો (ચાલવું) તેનાથી આંતરડા પણ બિલકુલ સાફ થઈ જશે.
૭. તમે અળસિ વિષે સાંભળ્યુ હશે તે પેટના દુખવામાં કારગર સાબિત થાય છે. અળસિમાં ઘણા એવા તત્વો હોય છે. જે પેટની ઘણી અલગ અલગ સમસ્યામાં કામ કરે છે. જેવી કે, પેટમાં દુખાવો, કબજિયાત, પેટની બળતરા. રોજે રાત્રે જમ્યા પછી એક ગ્લાસ હુફાળા દૂધ સાથે અર્ધી કે એક ચમચી અળસિ મિક્સ કરી પીવાથી સવારે પેટ બિલકુલ સાફ થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.