આજના યુગમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને કોઈને કોઈ પ્રકારે કીડનીને લગતી સમસ્યા જોવા મળે છે. જેનું કારણ કદાચ આજનો આપણો ખોરાક, તેમજ લાઈફ સ્ટાઈલ હોય શકે છે. આથી આજે કિડનીની તકલીફ થવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે. આજે આપણે જોઈએ છીએ કે કીડની મોટાભાગે લોકોને સ્ટોનની તકલીફ હોય છે. આ કિડનીનો સ્ટોન એટલે કે પથરી અતિશય પીડાદાયક હોય છે. તેનો દુખાવો અસહ્ય હોય છે. માણસની હાલત એટલી ગંભીર થઈ જાય છે કે તે માણસે અંતે ઓપરેશન વગર છુટકારો નથી મળતો.
પણ જો તમે પહેલેથી જ પોતાના ખોરાક અને ખાનપાન તેમજ લાઈફ સ્ટાઈલ માં પરેજી રાખો તો તમારે આ કીડની સ્ટોન નો સામનો ના કરવો પડે. આથી જરૂરી છે કે જો તમારે પથરીથી બચવું છે તો તમારે કિડનીની બરાબર સફાઈ કરવી જોઈએ. આથી તમારે એવા ખોરાક લેવા જોઈએ. જાનથી કિડનીની સફાઈ ખુબ સરળતાથી થઈ શકે.
આવા ખોરાકમાં સૌથી પહેલા તો તમારે લીક્વીડ વધુ પીવું જોઈએ. તેમજ લીક્વીડ પણ એવું જેનાથી તમને એનર્જી પણ મળે અને કિડનીની સફાઈ પણ થઈ શકે છે. આથી પોતાની ડાયેટમાં એવા પીણા નો સમાવેશ કરો જે કીડનીને સાફ રાખી શકે છે. આજે અમે તમને એવા 3 ઉપાય વિશે જણાવીશું જે તમને કિડનીની સફાઈ કરવા માટે ઉપયોગી થશે.
- કોથમીર
કોથમીર એ લીલીછમ દેખાતી લીલોતરી શાકભાજી છે. જેના સેવનથી શરીરને એક સંતોષ થાય છે. તેમજ કોથમીરનું સેવન આંખોને ઠંડક આપે છે. આમ તમે પોતાની ડાયેટ માં કોથમીરનો સમાવેશ કરી શકો છો. કોથમીરનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો.
કોથમીરમાં રહેલ ડીટોકસીફીકેશન ગુણ શરીરના કચરાને તેમજ ઝેરીલા પદાર્થ ને કાઢવાનું કામ કરે છે. આથી તમે કોથમીર નો અનેક રીતે ઉપયોગ કરી શકો છો. જેમ કે કોથમીર નું જ્યુસ બનાવીને, શાકભાજીમાં, કોથમીરનું શાક બનાવીને, કોથમીર નું જ્યુસ બનાવવા માટે તમારે કોથમીર ને પાણીમાં પલાળી રાખો પછી તેને મિક્સરમાં પીસી નાખો. હવે આને ગાળી ને તેનું સેવન કરો.
- જીરું
સામાન્ય રીતે જીરા નો ઉપયોગ તમે શાકભાજીમાં કરતા હો છો. તેમજ ખાસ કરીને શાકના વઘાર માટે જીરાનો ઉપયોગ થાય છે. જીરામાં એવા ગુણ રહેલા છે જે પેટને હળવું કરે છે. ગેસ, એસીડીટી જેવી તકલીફથી બચાવે છે. તેમજ રસોઈમાં ભોજનનો સ્વાદ પણ વધારે છે.
તમે જીરાની ફાકી પણ ખાઈ શકો છો. તેમજ શેકેલું જીરું તમે ભોજન કર્યા પછી ચપટી ખાઈ લો તેનાથી તમારું મોઢું ચોખું થશે અને પેટમાં પણ સાંત્વના મળશે. આ સિવાય તમે જીરાનું જ્યુસ પણ બનાવી શકો છો. આમ જીરાનો ઉપયોગ કરવાથી તમારી કીડની સાફ થઈ જશે.
- લીંબુ પાણી
જો તમે કીડની સફાઈ કરવા માંગો છો તો તમારે વિપુલ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કારણ કે પાણી પીવાથી કીડની યુરીન મારફતે શરીરનો કચરો બહાર કાઢી આપે છે અને આમ કીડની સાફ થઈ જાય છે. તેમજ પાણીમાં થોડા ટીપા લીંબુના નાખીને તે પાણી પણ તમે પી શકો છો. આમ કરવાથી તમારું યુરીન સાફ આવે છે.
આમ જીરું, લીંબુ અને કોથમીર ત્રણેય નું મિશ્રણ કરીને તેનું જ્યુસ પણ પી શકો છો. આ જ્યુસ બનાવવા માટે એક લીટર જેટલું પાણી ગેસ પણ ઉકળવા માટે મૂકી દો. પછી તેમાં કોથમીર ના પાન નાખો. અને 10 થી 15 મિનીટ ઉકળવા દો. હવે ઉકાળેલા પાણીમાં લીંબુની ચીર નાખો. અને એક ચમચી જેટલું જીરું નાખી દોહવે આ ત્રણેય વસ્તુને થોડી વાર ઉકળવા દો. આમ તમારું ડ્રીંક તૈયાર છે જેને તમે દરરોજ સેવન કરી શકો છો.
આ સિવાય બીજા એક અન્ય ઉપાયમાં તમે મકાઈ નો ઉપયોગ કરી શકો છો. તમે મકાઈ તો ખાધી જ હશે. પણ આ મકાઈમાં તમે તેમાં જે રેસા હોય છે તેને તમે કાઢી નાખો છો. પણ મકાઈના આ ગોલ્ડન કલરના રેસા તમારી કીડનીને સાફ કરી શકે છે. તેમજ તે બ્લડ શુગર ને રેગ્યુલર અને ઈમ્યુનીટી ને બુસ્ટ કરવાનું કામ કરે છે.
આ મકાઈના રેસાનું તમે જ્યુસ પણ બનાવી શકો છો. અને તેનું જ્યુસ બનાવવા માટે બે ગ્લાસ જેટલું પાણી લો અને તેને ઉકળવા માટે મૂકી દો. ત્યાર પછી તેમાં બે વાટકા જેટલા મકાઈના રેસા નાખો. તેને ધીમા તાપે ઉકાળો. હવે તેમાં એક લીંબુ નીચોવી દેવું. તેમજ આ પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દો. હવે તમારું ડ્રીંક તૈયાર છે જેને તમે સવારે અને સાંજે પી શકો છો. તેને દરરોજ પીવાથી કીડની ની સફાઈ સારી રીતે થઈ જાય છે. તેમજ જે લોકોને કીડની ની પરેશાની છે, પથરીની પરેશાની છે તેમને માટે આ ડ્રીંક ખુબ જ ફાયદાકારક છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.