💁પહેલા લોકો ખૂબ જ ઓછા બીમાર થતાં હતા અને થતાં તો પણ એ સમયમાં લોકો આયુર્વેદિક જ ઉપચાર કરતાં હતા. તે સમયમાં લોકો વિવિધ ઔષધિને જાણતા પણ હતા. પરંતુ આજે લોકોને એ ખૂબ જ મૂલ્યવાન ઔષધીનો કોઈ જ પરિચય નથી.
💁તમને વાળ માટે બ્રાહ્મીના ફાયદા વિશે તો ખ્યાલ હશે જ. તે તેલનો તમે યુઝ પણ કર્યો હશે. તે વાળને લાંબા અને ઘટાદાર બનાવે છે. આ સિવાય પણ આ બ્રાહ્મીના સ્વાસ્થ્ય પર ઘણા જ લાભ છે. આયુર્વેદમાં બ્રાહ્મીને મગજની ક્ષમતા વધારતી જડીબુટ્ટી કહેવામાં આવે છે. તો ચાલો આજે આપણે બ્રાહ્મીના ફાયદા વિશે જાણકારી મેળવીએ.
👉હદયરોગમાં ઉપયોગી : બ્રાહ્મી હદય માટે ખૂબ જ હિતકારી મનાય છે. તે હાર્ટની ગતિને નિયંત્રિત કરે છે અને હાર્ટની વિભિન્ન વિકૃતિઓમાં સારું પરિણામ આપે છે. બ્રાહ્મી, અર્જુનછાલ, સર્પગંધા, ગળો, આમળા અને અશ્વગંધા આ તમામ એક સરખા પ્રમાણમાં લઈને એનું એક ચૂરણ તૈયાર કરો. આ ચૂરણ જો નિત્ય અડધી ચમચી જેટલું સવાર-સાંજ લેવામાં આવે તો જે લોકોને હાઇ બ્લડપ્રેશર અને હાર્ટના ધબકારાની તકલીફ છે તેમને ખૂબ જ લાભ આપે છે.
👉ચિંતા અને તણાવમાંથી મુક્તિ માટે : આજના સમયમાં દર બે માંથી એક વ્યક્તિ તણાવનો શિકાર હોય જ છે. આવી સ્થિતિમાં બ્રાહ્મી ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તે લોકોને ચિંતા કે તણાવ જેવી મૂશ્કેલી રહે છે તેઓને માટે બ્રાહ્મીના પાન મોઢામાં રાખીને ચાવવામાં આવે તો ખૂબ જ ઉત્તમ રહે છે. આવું કરવાથી તે વ્યક્તિનું આંતર સ્ત્રાવીય સંતુલન સકારાત્મક રાખે છે અને તણાવ કે ચિંતામાંથી મુક્તિનો અનુભવ થાય છે.
👉મગજની નબળાઈને ઓછી કરવામાં ઉપયોગી : જે લોકોને મગજની નબળાઈ છે તેમના માટે આ બ્રાહ્મી ખૂબ જ ઉત્તમ છે. તેના માટે બ્રાહ્મીની સાથે શંખપુષ્પી સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો, હવે બે બદામ અને એલચીને વાટીને તેમાં પેલું ચૂરણ અડધી ચમચી ઉમેરી દો અને દૂધમાં સાકર મિક્સ કરીને ઉમેરો. આ રીતે દરરોજ આને રાતના સમયે બનાવીને પીવું. આ ઉપાય કરવાથી થોડા સમયમાં જ મગજની નબળાઈ દૂર થાય છે. બાળકોને આપવામાં આવે તો તેની યાદશક્તિ અને એકાગ્રતામાં ઘણો જ વધારો થાય છે.
👉વૃધ્ધત્વને પાછળ ધકેલે છે : બ્રાહ્મી એક રસાયણ છે તેમાં એટલી અદભૂત શક્તિ છે કે તે વૃદ્ધત્વને પણ દૂર ધકેલી શકે છે. તેના માટે બ્રાહ્મી, ગળો, ગોખરુ અને આમળા 25-25 ગ્રામ લઈને તે તમામને એક સાથે જ ખાંડીને એક ચૂરણ તૈયાર કરો. દરરોજ સવારે એક ચમચી ચૂરણ દૂધમાં મેળવીને પીવાથી મસ્તક અને હાર્ટની સ્વસ્થતા વૃદ્ધત્વમાં પણ સારી રહેશે.
👉ગાંડપણ માટે પણ બ્રાહ્મી ઉત્તમ ઉપાય : જે લોકોને મગજનો પ્રોબ્લેમ હોય, જેઓ વિશેષ ઉશ્કેરાટમાં આવી જતા હોય, જે લોકો વિશેષ ક્રોધ કરતાં હોય તેઓને માટે આ બ્રાહ્મી ખૂબ જ બેસ્ટ ઉપાય છે. બ્રાહ્મીના પાનના 20 ગ્રામ રસમાં કોળાનો 25 ગ્રામ રસ ઉમેરો તેમાં સાકર કે મધ નાખીને રોજ પીવું. જો આ ગાંડપણ પિત(ગરમી)નું હશે તો તેમાં ઘણો ફાયદો થશે.
👉અનિંદ્રા માટે ઉપયોગી : જે લોકોને ઊંઘ નથી આવતી તે લોકોને માટે આ બ્રાહ્મી ઉમદા ઔષધ છે. આ લોકોએ બ્રાહ્મી, શંખપુષ્પી, વજ અને પીપરીમૂળ આ તમામ ચીઝને એક સરખા પ્રમાણમાં લઈને તેનું ચૂરણ તૈયાર કરી દરરોજ સાંજે અડધી ચમચી જેટલું પાણીની સાથે લેવું. તુરંત તેનો ફાયદો થશે.
જો આ બ્રાહ્મીના ફાયદા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.