ઋતુ બદલાતા લોકોને તાવ, શરદી, ઉધરસ કે, કફની સમસ્યા વધારે રહેતી હોય છે. આવી નાની નાની બીમારીઓ લોકોના શરીરમાં આવતી રહેતી હોય છે. જેવુ જ હવામાન બદલાઈ છે તેવી જ રીતે લોકોના શરીરમાં ફેરબદલ થાય છે. ઘણા લોકોને વધારે કફની સમસ્યા રહેલી હોય છે અને તેના કારણે તે લોકોને વધારે હેરાનગતિ સહેવી પડે છે કોઈ કોઈ લોકોને કફના લીધે છીંકો કે ઉધરસ આવવા લાગે છે. આજે તેવા વ્યક્તિઓ માટે આ આર્ટીકલ લખી રહ્યા છીએ.
આ આર્ટીકલમાં આયુર્વેદના એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી જૂનો રહેલો કફ કે, શરદી ગાયબ કરી દેશે અને ભવિષ્યમાં ક્યારે પણ ઋતુ બદલતા થતી બીમારી શરીરમાં નહીં આવે. આપણાં આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો કહેવામા આવ્યા છે જેનાથી શરીરની નાની મોટી બીમારી ઘરે ઠીક કરી શકાય છે અને દવાઓમાં ખર્ચો કરવાની જરૂર નથી પડતી. ચાલો જાણીએ આ ઉપાયો અને તેને કરવાની રીત વિષે. આર્ટીકલ ધ્યાનથી અને સમજીને વાંચવો જેથી કોઈ સમસ્યાના રહે.
- પુરૂષોને કફ થવાના કારણો-
સૌથી પહેલુ કારણ આવે છે વધારે સીગરેટ અને તંબાકુનું સેવન. પછી છે કોઈ પણ વસ્તુની એલર્જી, વાતાવરણમાં બદલાવ, શરદી, ઉધરસ વારંવાર થવું, વધારે સમય એસી માં રહેવું, તીખું કે તળેલું વધારે ખાવું, ભારે ખોરાક વારંવાર લેવો, નાકમાં કઈ ફસયેલું રહેવું જેનાથી સ્વાસ લેવા તકલીફ વગેરે પુરૂષોને વધારે કફ કરવામાં મદદ કરે છે.
- મહિલાને કફ થવાના કારણો-
વધારે સ્પ્રે (પરફ્યુમ) લગાવવું, વારંવાર ધુમાડો લેવો, ગર્ભનિરોધક દવાનો વધારે ઉપયોગ, વધારે મીઠો ખોરાક, તીખો ખોરાક, ચીકણો ખોરાક, તલની બનેલી વસ્તુ વધારે સેવન, વધારે નમકનું સેવન, ફ્રિજ નું પાણી, વધારે દૂધ, દંહી. તેલ, ખિચડી, નાળિયેર જેવી વસ્તુનું સેવન કરવાથી પણ કફ થવાની સંભાવના રહે છે અને મહિલાને કફ થવાનું સૌથી મુખ્ય કારણ છે, કસરત નહીં કરવી અને બધી વસ્તુનું સેવન કરવું.
- કફ કાઢવાના ઉપાય.
મધ- મધ આયુર્વેદની ઘણી સમસ્યા માટે કારગર સાબિત થાય છે. મધમાં રહેલા ગુણ કફને જડથી કાઢવામાં મદદ કરે છે. નિયમિત દિવસમાં 2 કે 3 વાર એક ચમચી મધ અને સાથે દોઢ ચમચી લીંબુ રસ હુફાળા ગરમ પાણી સાથે લેવાંમાં આવે તો, થોડા દિવસની અંદર કફ નીકળવા લાગશે. પહેલા પાણીને ગરમ કરી ઠારી લેવું પછી તેનું ઉપયોગ કરવો. મધની મદદથી ગળામાં રહેલો કફ નીકળવા લાગશે અને લીંબુ શરીરની અંદર રહેલો કફ તોડવામાં મદદ કરશે.
- આદું-
આદું પણ આયુર્વેદની જૂની ઔષધિ માનવમાં આવે છે. આયુર્વેદમાં પણ આદુને અલગ સ્થાન આપવામાં આવ્યું છે. આદુમાં એંટીસેપ્ટિક ગુણ અને એન્ટિબેકટિરિયલ ગુણના કારણે શરીરમાં રહેલો ચીકણો પદાર્થ દૂર કરવામાં મદદ કરે છે. આદુના સેવનથી સ્વાસની તકલીફ પણ દૂર રહે છે. નિયમિત આદુના ટુકડા કરી ચાવી અને ખાવાથી કાફમાં રાહત મળશે. પણ આદુને ઓછી માત્રામાં ઉપયોગ કરવું વધારે આદુથી નુકસાન પણ થઈ શકે છે.
- ગાજર-
ગાજરની અંદર પણ કફ કાઢવાની ક્ષમતા રહેલી છે. ગાજરમાં રહેલા ગુણ કફ કાઢવામાં ખુબજ મદદ કરે છે. ગાજરમાં રહેલું વિટામિન C અને એંટીઓક્સીડેંટ ગુણ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અર્ધો ગ્લાસ પાણી પછી તેની અંદર એક ગાજરનું જ્યુસ બનાવી અંદર એક ચમચી મધ મિક્સ કરી અને સવારે ખાલી પેટે સેવન કરવાથી કફની સમસ્યાથી રાહત આપે છે. આ જ્યુસ દિવસમાં 2 વાર પીવાથી થોડા દિવસની અંદર કફ સંપૂર્ણ બહાર નીકળી જશે.
- ગોળ અને ડુંગળી-
ગોળ અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી પણ કફની સમસ્યાથી રાહત મળી શકે છે. 20 ગ્રામ ગોળ અને તેની સાથે એક નાની ડુંગળી લેવી આ બંનેનું એક સાથે સેવન કરવું. દિવસમાં આ કાર્ય ત્રણ વાર કરવું. થોડા દિવસની અંદર કફ નીકળવા લાગશે અને કફની સમસ્યાથી હંમેશને માટે રાહત આપશે.
- અરડૂશી-
અરડૂશીનો ઉપયોગ વધારે શરદી અને તાવ આવે ત્યારે કરવામાં આવે છે પણ અરડૂશીને કફ કાઢવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. નિયમિત દિવસમાં 10 અરડૂશીના પાન ચાવીને ખાવાથી કફ નીકળવા લાગે છે. પાંચ કે છ અરડૂશીના પાન પીસી અને પેસ્ટ બનાવી અને પછી તેને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને તેનું સેવન કરવાથી પણ કફની સમસ્યા દૂર થવા લાગશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.