એક સમસ્યા છે કબજિયાત. કબજિયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે. કબજિયાતનો રોગ આજકાલ 100માંથી 90 લોકોને હોય છે. તેના માટે જો કોઈ કારણ જવાબદાર હોય તો એ બહારનું ભોજન અને આહારના ભોજનની પાચનક્રિયામાં થતી તકલીફ. જેના કારણે જે પણ ખોરાક આપણે ખાતા હોય તે પચતો નથી અને પેટમાં રહી જાય છે, અને જામી જતો હોય છે એના કારણે કબજિયાત થાય છે.
એ સિવાય પણ ઘરની રાંધેલી કેટલીક એવી વસ્તુ હોય છે જેને પચવામાં ઓછામાં ઓછો 10 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ આપણે એને પાચન માટે સમય આપતા નથી. જેના લીધે એ ખોરાક આંતરડામાં જામી જાય છે. માટે જ કબજિયાતની આ તકલીફ આખું જીવન પણ રહેતી હોય છે.
તમને એક એવી વસ્તુનું નામ જણાવીશું જેનો ઉપયોગ મીઠી વસ્તુઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ચિરોંજીનું નામ તો સાંભળ્યું જ હશે. તેને સામાન્ય રીતે ચારોળીના નામથી ઓળખીએ છીએ. ચારોળીમાં ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ સાથે ચિરોંજીથી તમારું પેટ એકદમ સાફ રહેશે અને કબજિયાતની સમસ્યા પણ નહીં થાય. ચાલો જાણીએ કબજિયાત માટે આ ચારોલીનું સેવન કેવી રીતે કરવાનું છે, અને બીજી કઇ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે.
- સૌ પ્રથમ કબજિયાત વાળા લોકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે જાણો.-
કબજિયાત વાળા વ્યક્તિએ એવો ખોરાક લેવો જોઇએ. જેનાથી ઝડપથી પાચન થાય. ખાસ કરીને મેંદામાંથી બનેલી વસ્તુઓથી ઘી અને નુડલ્સ જેવી વસ્તુઓથી દૂર રહેવું.. કેમ કે, મેંદાને પચવામાં 12 કલાક જેટલો સમય લાગે છે. ઘણા લોકો આ વાતથી અજાણ છે, તેથી વારંવાર મેંદાની આઇટમ હોટેલમાં જઈને ખાતા હોય છે. તે આંતરડામાં જામી જાય છે. અને તેના કારણે આંતરડામાં મળ જામી જાય છે. જેના કારણે શરીરમાં ગંદકી પેદા થાય છે.
ઘણા લોકોને કબજિયાત થવાનું એક બીજું કારણ પણ હોય છે. તે છે ભોજનમાં ફાઇબરનું ઓછું પ્રમાણ લેવું. જે લોકો ફળો, શાકભાજી, દાળ ખાતા નથી તેમને ખાસ કરીને આ તકલીફ વધારે થતી હોય છે. કબજિયાત માટે આયુર્વેદમાં પણ કહે છે કે રેસા વાળા {ફાઇબર વાળો} ખોરાક વધારે પ્રમાણમાં લેવા જોઇએ. જેનાથી આંતરડામાં પડેલી ગંદકીથી દૂર રાખશે અને મળને આસાનીથી આંતરડામાંથી પસાર કરવામાં મદદ કરશે.
- ચારોળી પાચનતંત્રને કરી દેશે એકદમ સાફ..
તેમાં એ ગુણધર્મો રહેલા છે જેનાથી પાચનક્રિયા વધારી પાચનતંત્ર સાફ કરવામાં મદદ મળે છે. પાચનતંત્રમાં ગંદકી જમા થઈ ગઈ છે અને તેને બહાર કાઢવી હોય તો ચારોળીનો ઉપયોગ શરૂ કરી દેવો જોઇએ. એ ઉપરાંત પણ ચારોળી મરડો, એસિડિટી, પેટનો વિકાર વગેરેમાં રાહત આપે છે.
- ચારોળીનું સેવન કેવી રીતે કરશો-
દૂધ ઉકાળતી વખતે પણ ચારોળી એડ કરીને તેનું સેવન કરી શકો છો. જો એ રીતે ન કરવું હોય તો રાત્રે સૂવાનો સમય હોય તેના એક કે બે કલાક પહેલા ચારોળીના થોડા દાણા 1 ગ્લાસ કે વાડકામાં ગરમ દૂધ હોય તેમાં નાખવી. આ દાણા બરાબર પલળી જાય એટલે કે 10-15 મિનિટ જેવું પાલાળી રાખી પછી તે દૂધ પી જવું. એ સિવાય જો તમને દૂધમાં ન ભાવતી હોય તો શાકભાજી અથવા સલાડમાં નાખીને પણ ચારોળી ખાઈ શકો છો.
- ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબત-
જે વ્યક્તિને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે હંમેશાં સવારે નરણાં કોઠે એટલે કે બ્રશ કર્યા બાદ થોડું ગરમ પાણી પી જવું જોઇએ. એ સિવાય પણ દિવસ દરમિયાન 10 ગ્લાસ કે તેનાથી વધારે પાણી પીવું જેથી મળ સૂકાય ન જાય અને કબજિયાતની તકલીફ દૂર થાય.
સલાહ ભરપૂર ખાવું જોઇએ. ઉનાળામાં ખાસ કરીને કાકડીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જેથી બોડી હાઇડ્રેટ રહે. એ સિવાય પણ લીલા શાકભાજી, સીઝન પ્રમાણેના બધા ફ્રૂટ, વધારે પડતી દાળ ખોરાકમાં જરૂર લેવી. અને ફાઇબર યુક્ત ખોરાક લેવાનું ક્યારેય ન ભૂલવું જોઇએ.
રાત્રે જમવાનો સમય હોય તેના 3 કલાક કે 2 કલાક પહેલા જમી લેવું જોઇએ. જેથી તમે જે પણ ખોરાક લો. તેનું સારી રીતે પાચન થઈ શકે. બહાર જાવ ત્યારે મેંદાની વસ્તુ અવોઇડ કરવી જોઇએ. મેંદો પચવામાં ભારે હોય છે. ડિનર પછી ક્યારેય નાસ્તો કે ચા-કોફી અથવા કોઈ પણ જાતના કોલ્ડડ્રિંક્સ ન પીવા જોઇએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.