કપૂર તેના એન્ટીબાયોટિક અને એન્ટી ફંગલ ગુણોને કારણે પૂજા અને હવનની સામગ્રી સિવાય આરોગ્ય અને સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારા બ્યુટી પ્રોડક્સમાં તેનો ઉપયોગ કરવા લાગશો તો સ્કીનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. અનેક તકલીફો દવા અને બ્યુટી પાર્લરમાં ગયા વગર જ દૂર થઈ જશે. તમારા પૈસા પણ વેડફાશે નહીં.
ઘરમાં પણ કપૂર સળગાવામાં આવે તો સકારાત્મક ઉર્જા મળે છે. આયુર્વેદમાં કપૂર સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. કપૂર આંખોને શાંતિ આપે છે. સાથે તેનો લેપ લગાવવામાં આવે તો ખીલ, બળતરા, ખંજવાળ, દુખાવો વગેરે જેવી એન્ટિબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક ગુણના લીધે દૂર કરે છે. તે ઉપરાંત પણ કપૂર ચામડીના કયા કયા રોગો દૂર કરવામાં ઉપયોગી છે અને કપરનો ઉપયોગ કેમ કરવો તે નીચે મુજબ જાણો.
ખીલને વધવા દેતું નથી- તરુણાવસ્થામાં ઘણા છોકરા-છોકરીઓને ખીલ નીકળે છે. ખીલના કારણે ફેસ ગંદો લાગવા લાગે છે. અને જો તે ખીલ ફૂટી જાય તો અંતે તે જગ્યા પર ડાઘ પડી જતા હોય છે. ઓઇલી સ્કીન અને હોર્મોનલના કારણે ખીલ થતા હોય છે. એક વાર ખીલ થયા પછી તેને અટકાવવા ખૂબ જરૂરી છે. તેને રોકવા માટે ફેસવોશ કરતા રહેવું જોઈએ. અને બીજો ઉપાય છે કપૂર અને લીંબુંનો લેપ. જો તમે લીંબુ અને કપૂરનો લેપ બનાવી ચહેરા પર લગાવશો તો ઓઇલી સ્કીન થતા રોકશે અને ખીલની સમસ્યા દૂર થશે.
તે સિવાય પણ જો નાળિયેરના તેલમાં કપૂર ભેળવીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. તે શુષ્ક સ્કીનને સુધારવામાં મદદ કરે છે. કપૂરમાં એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણ રહેલા હોવાથી સ્કીનને ખીલથી બચાવે છે સાથે દાઘ દૂર કરે છે.
દાદરમાં કરશે જડથી દૂર- દાદર ફંગલ ઇન્ફેક્શનના કારણે થતું હોય છે. જે વ્યક્તિને થાય તે કંટાળી જતો હોય છે. તેમાં ખંજવાળ પણ બહુ આવતી હોય છે. દાદર મટાડવા માટે તમે કપૂરનો લેપ લગાવી શકો છો. કપૂરને પીસી, તેમાં લવિંગ અને પીપરમિન્ટનું તેલ મિક્સ કરીને લેપ તૈયાર કરવો. આ લેપ તમારે રોજ રાત્રે સૂતા પહેલા દાદર વાળી જગ્યા પર લગાવો. ખૂબ જ ઝડપથી મટવા લાગશે. આ લેપથી તમને બળતરા કે ખંજવાળ આવતી હશે તેમાં પણ રાહત મળશે.
કપૂર સ્કીનને લગતી જે કોઈ સમસ્યા હશે તેને દૂર કરવામાં મદદ કરશે. સાથે એંટી બેક્ટેરિયાને કારણે ફંગલ જેવી તકલીફથી બચાવાનું કામ કરે છે. તમે એલોવેરા અને લીમડાથી પણ કપૂરનો આ લેપ તૈયાર કરી શકો છો. ફેસ પર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હશે તો આ લેપ દેશી ઈલાજ તરીકે જરૂર કામ આવશે. તમે પણ કપૂરનો લેપ બનાવી ઘરે જ તમારી દરેક સમસ્યા દૂર કરી શકો છો.
ઘા અને દાઝેલાના નિશાન મટાડે- ઘણી વખત આપણે કોઈ વસ્તુ વાગે અને તે સારું થઈ ગયા છતાં તેના દાગ રહી જતા હોય છે, એવી જ રીતે બળી ગયા હોઈએ ત્યારે રુઝ આવતા તો વાર લાગે છે. પરંતુ દાઝીએ ત્યારે ખૂબ જ બળતરા થતી હોય છે. તે સમયે તમે કપૂરનો લેપ લગાવી શકો છો. રામબાણ ઈલાજ સાબિત થશે. આ એન્ટિસેપ્ટિક લેપ હોય છે.
જેમાં કપૂર પીસીને મધ મિક્સ કરી લેપ જ્યાં વાગ્યું હોય અથવા દાઝી ગયા હોવ તેના પર લગાવાથી રાહત મળશે. બળતરા ઓછી થઈ જશે. સાથે તમે ઘા પર રુઝ આવવા લાગે ત્યારે થોડું કપૂર અને પાણી મિક્સ કરી તે જગ્યા પર લગાવશો તો દાગ થોડા દિવસોમાં ગાયબ થઈ જશે.
ફાટેલી એડી માટે- કેટલાક લોકોની એડી વારંવાર ફાટી જતી હોય છે. અમુક સમયે તો ચીરા એટલા વધી જતા હોય છે કે તેમાંથી લોહી આવવા લાગે છે. તેને મટાડવા માટે કપૂર કારગત નીવડે છે. એડી બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ફાટી જાય છે. અને તે ઇન્ફેક્શનને કપૂર સારી રીતે દૂર કરે છે.
તે સિવાય જો તમારી સ્કીન મોઈશ્ચરાઈઝ થાય તો જલદી મટે છે. માટે નાળિયેરના તેલમાં કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરવો. આ લેપ તમે એડી પર લગાવશો તો દુખાવો મટી જશે સાથે એડી પણ સ્મૂથ થઈ જશે. લેપ માટે કપૂરને ક્રશ કરી અથવા પીસીને નાળિયેર તેલમાં મિક્સ કરો. જરૂર ગુણ કરશે.
દુખાવો દૂર કરવા માટે- ઘણા લોકોને સ્નાયુઓનો દુખાવો અથવા કોઈ કારણસર દુખાવો થયા કરતો હોય છે. ઘણી વખત વધારે કામ કરવામાં આવે તો બરડામાં, ખભો દુખાવો, અથવા સાંધામાં દુખાવો થવા લાગે છે. જેના કારણે આપણું મન ત્યાં જ ભટક્યા કરે છે. કંઈ કામ પર સૂઝતું હોતું નથી. તો આ દુખાવાને દવા વગર દૂર કરવા માટે તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. કપૂરમાં હળદર અને નીલગીરીનું તેલ મિક્સ કરી લેપ તૈયાર કરો. આ લેપ જ્યાં પણ તમને દુખાવો હોય તે જગ્યા પર લગાવાથી ઝણઝણાટી, ગરમી કે ઠંડકનો અનુભવ થશે.
માથાના દુખાવા માટે- માથાનો દુખાવો એ ખરેખર માથાનો દુખાવો બની રહે છે તેનાથી બચવા માટે તમે કપૂર, સૂંઠ, સફેદ ચંદન મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથું દુખતું હોય ત્યારે લગાવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.