બદલાતી જીવનશૈલી અને ખોટા ખોરાકના વધારે પડતા સેવનના કારણે હરસ-મસાની બીમારી સામાન્ય થઈ ગઇ છે. મોટાભાગની મહિલાઓને આ બીમારી હોય જ છે. તેનાથી બચવા માટે કેટકેટલા ઉપાયો કરતા હોય છે. શરીરમાં થતી આ બીમારીની નજરઅંદાજ કરીએ તો ગંભીર સ્વરૂપ લઈ શકે છે.
બહારના નાસ્તા, તળેલું, ચટપટુ વધારે ખાવું વગેરેના કારણે મસા જેવી સમસ્યા થાય છે. બીજું કબજિયાતના કારણે પણ મસા થતા હોય છે. બરાબર પેટ સાફ થતું નથી હોતું અને કલાકો સુધી અંદર બેસી રહેવું પડે છે. જેના કારણે મળ પ્રેશરથી આવે ત્યારે મસાની સમસ્યા થતી હોય છે. તેથી તમારે બરાબર પેટ સાફ થાય તે પ્રમાણે ઉપચાર કરવા જોઈએ. કબજિયાત મટી જશે તો આપોઆપ મસાની તકલીફ પણ દૂર થઈ જશે.
પરંતુ તમે મસાની તકલીફમાંથી છુટકારો મેળવવા ઓપરેશન કરાવાનું વિચારી રહ્યા હોવ તો એક નજર અહીં દર્શાવેલા ઘરેલુ ઉપચાર પર કરો. કેટલાક ઘરેલુ ઉપાયથી પણ મસાની સમસ્યા દૂર કરી શકાય છે. અને તમારા ઓપરેશનના પૈસા પણ બચી જશે. તો જરૂર એક વખત આ ઉપાય ટ્રાય કરી જુઓ.
છાશ અને દહીંનું સેવન- છાશ અને દહીં બંને શરીર માટે ખૂબ જ જરૂરી છે. અને તેમાં પણ ઉનાળાની સીઝનમાં તો છાશનું સેવન કરો તેટલું ઓછું છે. કારણ કે ગરમીથી પણ આપણને રાહત આપે છે. તંદુરસ્ત રહેવા માટે છાશનું સેવન કરવું જોઈએ.
દહીં વાળ માટે ખૂબ જ ગુણકારી મનાય છે. દહીંમાં વધારે પડતું પ્રોટીન હોય છે. તેથી તેમાં જોઈતા પોષક તત્વો મળી રહે છે. માટે જો તમે રોજ દહીંનું સેવન કરશો તો લાભદાયી નીવડશે. એવી જ રીતે દહીં અને છાશ મસાની સમસ્યા માટે પણ લાભદાયી છે. છાશનું સેવન મસાની સમસ્યા હોય ત્યારે મરી પાઉડર મિક્સ કરી પીવી જોઈએ. જેથી કબજિયાતમાંથી રાહત મળશે.
જાડા લોટની રોટલી- મોટાભાગના લોકો ઝિણા લોટની રોટલી ખાતા હોય છે. ઝિણો લોટ હંમેશાં આંતરડામાં ચોંટી જતો હોય છે. જેનાથી ઝડપથી ખોરાકનું પાચન થઈ શકતું નથી. અને આંતરડાનું ઇન્ફેક્શન પણ અમુક લોકોને થતું હોય છે. કેટલાકના ઘરમાં ઝિણા લોટની ભાખરી બનતી હોય છે.
મસાની સમસ્યા હોય તેમણે ક્યારેય ઝિણો લોટ ન ખાવો જોઈએ. જાડા લોટની ભાખરી કે રોટલી બનાવીને જ ખાવી જોઈએ. જેથી પાચન ઝડપી બનશે અને કબજિયાતની તકલીફ પણ નહીં રહે. હરસ-મસાની સમસ્યામાંથી છુટકારો મળશે. તેના બદલે તમે બાજરો અથવા ઓટ્સ ના લોટની રોટલી પણ બનાવી શકો છો. જેનાથી કબજિયાત થશે જડથી દૂર.
ગરમ પાણી- શરીરને હાઇડ્રેટ કરવાનું કામ પાણી કરે છે. જેટલું બને તેટલું પાણી પીવું જોઈએ. જેથી શરીરમાં રહેલો કચરો યુરિન દ્વારા જલદીથી બહાર નીકળી જાય. ગરમીની સીઝનમાં તો ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. કારણ કે જેટલો પરસેવો બહાર નીકળશે તેટલું શરીરને પાણી જોઈએ. (ઉનાળામાં ગરમ પાણી ના બદલે ગોળાનું શીતળ પાણી પિય શકો છો.)
ઓછું પાણી શરીરને નુકસાન પહોંચાડે છે. એ વાત તો ડૉક્ટરો પણ આપણને કહેતા હોય છે. ઓછું પાણી પીવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધે છે. જેના કારણે મળ સૂકાય જાય છે. જેથી કબજિયાતની તકલીફ રહ્યા કરે છે. બને તો સવારે ઉઠીને નવશેકું પાણી ગરમ કરી બે ગ્લાસ પીવું જોઈએ. તેનાથી તમારું પેટ પણ સાફ થઈ જશે અને મસાની તકલીફમાં રાહત મળશે.
તળેલું- વધારે પડતું તળેલું ખાવાથી પણ મસા થાય છે. જેથી બને તો તીખું, સ્પાઇસી, સમોસા, કચોરી, ફાફાડા, મેંદાની રોટલી, પાઉની આઇટમ જેવી કે વડાપાંઉ, દાબેલી ન ખાવા જોઈએ. એવી જ રીતે પીઝા પણ મેંદાના બનેલા હોવાથી તેને એવોઇડ કરવા જોઈએ. જેથી તમારું શરીર પણ સારું રહેશે અને કબજિયાતનો પ્રોબ્લેમ પણ નહીં રહે.
સલાડ- રોજ બપોરના ભોજનમાં ડૉક્ટર સલાડ ખાવાનું કહેતા હોય છે. જેના લીધે તમારું શરીર સ્વસ્થ રહે. અમુકને સલાડ ખાવું પસંદ હોતું નથી, પરંતુ જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તેને ખાસ બપોરના ભોજનમાં સલાડ લેવું જોઈએ. જેથી કબજિયાત હંમેશા માટે દૂર થઈ જશે.
ઓછામાં ઓછું રોજ કાકડી, ટામેટા, બીટ અને શિયાળામાં જમરૂખ ખાવું જોઈએ. પપૈયું ગમે તેવી કબજિયાત હશે દૂર કરી નાખશે. એટલે બને તો નિયમિત એક કે બે ચીરી પપૈયાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું પાચનતંત્ર પણ સુધરશે. પ્રેગનંટ સ્ત્રીએ પપૈયાનું સેવન ના કરવું.
- મસાના કેટલાક આયુર્વેદિક ઉપચારો પણ છે. જે તમારા માટે ઘણા અસરકારક સાબિત થશે.
-જીરું બેસ્ટ ઓપ્શન છે. મસા માટે શેકેલા જીરાને સાકર સાથે મિક્સ કરીને રોજ તેને ચૂસવાથી જરૂર ફાયદો થશે.
– ઘણા લોકો કહે છે કે કેળા પર કાથો લગાવીને ખાવાથી પણ જૂની મસાની તકલીફ દૂર થાય છે. સૌ પ્રથમ પાકેલા કેળાને બે ભાગમાં સમારો તેની વચ્ચે કાથો ભભરાવો. ત્યાર બાદ રાત્રે ખુલ્લા આકાશ નીચે રાખો. આખી રાત રાખ્યા બાદ સવારે ઉઠીને વહેલા કેળાના ટુકડાનું સેવન કરો. એક અઠવાડિયામાં આ તકલીફમાંથી છુટકારો મળશે.
– આયુર્વેદ પ્રમાણે ત્રિફળા સૌથી બેસ્ટ માનવામાં આવે છે. રોજ રાત્રે એક ચમચી આ ચૂર્ણ પાણી સાથે મિક્સ કરી પીવું અથવા બેલફળ નામનું ચૂર્ણ પણ આવે છે. તેનું સેવન કરી શકો છો. પેટ સાફ થઈ જશે. અને કબજિયાત પણ મટી જશે. મસા થતાં અટકશે અથવા મટી જશે.
– લીમડાના પાન જેમ ગુણકારી હોય છે. તેમ તેની લીંબોડીનો પાઉડર તમે રાત્રીના પાણીમાં સવારે ઉઠીને પીશો તો જરૂર ફાયદો થશે. પરંતુ આ ઉપચાર શરૂ કરો ત્યારે ભોજનમાં તમારે દેશી ઘી અચૂક લેવાનું રહેશે.
– એસિડિટીમાં આરામ અપાવે છે ઇલાયચી તેવી જ રીતે પેટ સાફ કરવા અને મસાની તકલીફમાં રાહત આપે છે ઇલાયચી. થોડી ઇલાયચીને તવી પર બરાબર શેકો. તે ઠંડી થાય તેના પછી મિક્સરમાં ક્રશ કરી નાખો. સવારે ખાલી પેટે નિયમિત આ ચૂર્ણને પાણી સાથે લેવાથી મસામાં જરૂર ફાયદો થશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.