આપણી આસપાસ ઉગતા ઝાડ કે છોડ ઘણાં મહત્ત્ત્વના હોય છે. ઝાડ આપણાં માટે ખૂબ જરૂરી છે અને તેના વિના જીવન કલ્પી શકાય તેમ નથી. દરેકે આપણી આસપાસ ઊગતા બાવળના ઝાડને તો જોયું હશે. એક સમયે જોવા ખાતર તો જોઈ લઈએ છીએ, પરંતુ એવી ખબર નથી હોતી કે તે શરીરમાં રહેલા રોગને દૂર કરવા માટે કેટલો જરૂરી છે. બાવળનું ઝાડ આપણે શહેરથી બહાર ગામડે જતાં હોઈએ ત્યારે જોઈએ છીએ.
ભારતમાં આયુર્વેદનું જેટલું મહત્ત્વ છે તેટલું બીજે ક્યાંય નથી. ઘણાં એવા આયુર્વેદીક ઝાડ છે જેનાથી તમારા શરીરમાં રહેલી મોટામાં મોટી બીમારીને તેના ગુણથી સારી કરી શકે છે. તેમાં એવું એક ઝાડ છે બાવળનું. ખુલ્લા ખેતરમાં રસ્તા પર ઉગી નીકળતા આ બાવળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો બાવળ શરીરના દરેક અંગો માટે ઉપયોગી છે પણ બાવળની શીંગ આ બીમારીઓ માટે ઘણી ફાયદાકારક છે. તો તમને જણાવીએ બાવળની શીંગથી થતાં ફાયદા વિશે. એ તમારી કઈ બીમારી માટે લાભદાયી છે.
- વધારે પરસેવાની સમસ્યા આ રીતે કરો દૂર.
પરસેવો તો મોટાભાગે દરેકને થતો હોય છે. કોઈને ઓછો તો કોઈને વધારે થતો હોય. પણ ઘણી વ્યક્તિ એટલો બધો પરસેવો થતો હોય છે કે તે લૂછી લૂછીને થાકી જાય છે તેના માટે આ રામબાણ ઈલાજ છે. તેના માટે બાવળના પાનની પેસ્ટ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પાનને પીસીને પેસ્ટ બનાવી લો અથવા તેના પાઉડરથી આખા શરીર પર માલિશ પણ કરી શકો છો. દરરોજ ન્હાયાના થોડા સમય પહેલાં આ પ્રયોગ કરવો જેનાથી પરસેવો થતો નથી. પસીનો થતો નથી.
- દાંતને બનશે મજબૂત આ રીતે કરો દાતણનો પ્રયોગ
આપણા દાદા-દાદી દાંત સાફ કરવા માટે બાવળના દાતણનો ઉપયોગ કરતાં હતા. આજે પણ ગામડાંમાં મોટા ભાગના લોકો ટૂથપેસ્ટની જગ્યા પર બાવળનું દાતણ કરવાનો આગ્રહ રાખતા હોય છે. એ ઉપરાંત જો કોઈ ગામડેથી ગેસ્ટ આવે તો તેને બ્રશની જગ્યા પર દાતણનો ઉપયોગ કરતા હોય છે. તેને વધુ મહ્ત્વ આપે છે. કારણ કે દાતણ ચાવવાથી દાંત તો મજબૂત થાય છે, સાથે તેનો રસ પેઢાને મજબૂત બનાવે છે. જો કોઈને પેઢામાંથી લોહી નીકળતું હોય તો બંધ થઈ જાય છે. તેનો જે તૂરો રસ છે તેનાથી પણ પેઢા મજબૂત બને છે.
જો તમારા દાંત ખરાબ થઈ ગયા હોય તો બાવળનો પાઉડર બનાવો, તેનાથી બ્રશ કરો અથવા તેને દિવસમાં 1-2 વાર દાંત પર ઘસવાથી ફાયદો થશે. એ ઉપરાંત બાવળની છાલનો ઉકાળો બનાવી તેના નિયમિત કોગળા કરશો તો દાંતમાં થતો દુખાવો મટી જશે. આપણા આયુર્વેદમાં પણ બાવળના દાંતણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
- વ્યસનીઓ માટે આશીર્વાદરૂપ આ બાવળ.
જે વ્યક્તિ ગુટખા કે તમાકુનું સેવન કરતાં હોય તે લોકોનું આખું મોં ખુલી શકતું નથી. તો તેના માટે ખૂબ જ ઉપયોગી છે. બાવળની શીંગ. બાવળની શીંગને ગુટખાની જેમ તમે મોઢામાં ભરી રાખો અથવા ચાવી પણ શકો છો. જો તમે નિયમિત આ પ્રેક્ટિસ કરશો તો મહિનામાં તમારું મોં આખું ખુલી જશે.
- વારંવાર યુરિનની તકલીફ થશે દૂર.
આપણે કોઈ વાર ફ્રેન્ડ, ફેમિલી અથવા અથવા અન્ય વ્યક્તિ સાથે ફરવા જતાં હોઈએ છીએ. તેમાંથી કોઈને વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તો રસ્તામાં આપણને અવારનવાર ગાડી રોકીને કંટાળો આવી જતો હોય છે.કોઈવાર એવું પણ બનતું હોય છે કે વારંવાર પેશાબ જવાની સસ્યાને કારણે વ્યક્તિ બહાર ફરવા , કોઈના ઘરે જવાનું ટાળતી હોય છે. તેવા લોકો માટે બાવળની શીંગો ઘણી ફાયદો આપે છે. તેની કાચી શીંગોને છાયડાંમાં સૂકવી દેવી ત્યારબાદ ઘીમાં બોળીને પાઉડર બનાવી લેવો. આ પાઉડરનું સેવન રોજ 4 ગ્રામ દૂધ સાથે કરવું. તમને વારંવાર પેશાબ જવાની સમસ્યાથી છુટકારો મળશે.
એ ઉપરાંત બીજી કોઈ સમસ્યા હોય તો બાવળની થોડી શીંગોને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવી અને સવારે ગાળીને પી જવી. એટલું જ નહીં તેનો પાઉડર બનાવ્યો હોય તો નિયમિત ઉકાળો બનાવી પીવાથી રાહત મળશે. આ બધા ઉપચારનું આપણાં આયુર્વેદમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. તમે આયુર્વેદને લગતી કોઈ બુક હોય તો તેમાં પણ વાંચી શકશો.
- હાડકા મજબૂત બનાવે-
હાડકા મજબૂત બનાવવા બાવળની શીંગનું ચૂર્ણ બનાવી રોજ સવાર-સાંજ અથવા દિવસમાં એક વાર પાણી સાથે પી શકો છો. જેનાથી હાડકાં મજબૂત બનશે. જો કોઈ વાર તમારું હાડકું ભાગી ગયું હોય અને જલદી સાજું કરવું હોય તો બાવળના બીજને વાટીને રોજ મધ મિક્સ કરી તેનો લેપ તે જગ્યા પર લગાવવાથી ફાયદો થશે. થોડા દિવસમાં તો તૂટેલું હાડકું જોઈન્ટ થવા લાગશે.
- ખરતા વાળ-
ખરતા વાળ અટકાવવા માટે બાવળના પાન ખૂબ જ ફાયદકારક છે. પાંદડાની પેસ્ટ બનાવી અઠવાડિયામાં જ્યારે પણ માથું ધોવાનું હોય તેના થઓડા સમય પહેલાં લગાવવું તે સૂકાય જાય એટલે શેમ્પૂ વડે વાળ સાફ કરવા. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાળ સાફ કરવા હુંફાળા પાણીનો ઉપયોગ કરવો.
- શુક્રાણુંમાં થશે વધારો-
પુરુષોને વધારે પડતો કામનો સ્ટ્રેસ રહ્યા કરે, પૈસા કમાવવાની ચિંતા હોય એ બધી અસર તેમના સ્પર્મ પર પડતી હોય છે. ગરમીનો રોગ હોય તેના માટે બાવળના પાંદડા રાહત આપે છે. બાવળના પાન ચાવી જવા પછી ગાયનું દૂધ પીવું. જેનાથી થોડા દિવસમાં ગરમીની બીમારી હોય તેમાં રાહત મળશે. બીજી રીત એ છે કે કાચી શીંગનો રસ દૂધ અને સાકર સાથે મિક્સ કરી પીવાથી જેને શુક્રાણુંની તકલીફ હોય તે દૂર થશે.
- કમરનો દુખાવો-
આજકાલ નાના-મોટાં દરેક વ્યક્તિ કમર દુખવાની બૂમો પાડતા હોય છે. તેનું મુખ્ય કારણ છે ખોરાકમાં વિટામિન અને પોષકતત્ત્વોની ઉણપ. ઓફિસમાં વધારે સમય ખુરશી પર બેસી રહીએ તો પણ કમરનો દુખાવો થતો હોય છે. પહેલાના સમયમાં કમરનો દુખાવો ભાગ્યે જ કોઈકને થતો હતો જ્યારે અત્યારે ઘરે ઘરે થઈ ગયો છે. તેનાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે બાવળનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે. બાવળની છાલ, શીંગ અન ગુંદ ત્રણેય સરખા ભાગે લઈ તેને મિક્સરમાં પીસી ચૂર્ણ બનાવવું, આ ચૂર્ણને રોજ નવશેકા પાણીસાથે પી જવું જેનો અચૂક લાભ થશે.
- ઘૂંટણનો દુખાવો બાવળ કરશે છૂમંતર
ઘરે ઘરે જોવા મળતી ઘૂંટણની તકલીફમાં રાહત આપે છે. કમરની જેમ ઘૂંટણનો દુખાવો પણ મોટાભાગે દરેકને જોવા મળે છે. મોટાભાગે સ્ત્રીને આ ઘૂંટણના દુખાવામાં વધુ તકલીફ પડતી હોય છે. કારણ કે તે ઘરકામ બરાબર કરી શકતી નથી, તે નીચે બેસીને કચરા-પોતું પણ નથી કરી શકતી. જેને આ તકલીફ થાય છે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
થોડા જ સમયમાં આ દુખાવો છૂમંતર કરવા માટે બાવળની શીંગને ભેગી કરી તડકામાં સૂકવી દેવી. સૂકાય જાય પછી તેનો પાઉડર બનાવવો. આ પાઉડરને નિયમિત એક ચમચી હુંફાળા પાણી સાથે પીવો. તમને દુખાવામાં જરૂર રાહત મળશે. તમને જે કંઈ આયુર્વેદ ઈલાજ બતાવીશું તે ઈન્ટરનેટ અને આયુર્વેદની બુકના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થાય છે. તે તમને જણાવીએ છીએ.
- વધારે પડતો રક્ત સ્ત્રાવ પણ થશે દૂર
દરેક છોકરી 15 કે 16 વર્ષની થાય ત્યારે પીરિયડ આવવાના શરૂ થઈ જતાં હોય છે. અને તે જ્યાં સુધી મોનોપોઝ ન આવે ત્યાં સુધી રહે છે. આ કુદરતી નિયમ છે તેમાં કોઈ કંઈ કરી શકે તેમ નથી. હવે પીરિયડના સમય દરમિયાન કોઈને રક્ત સ્ત્રાવ વધુ કે ઓછો થતો હોય છે.
તે સમયે માથું દુખવું, ચીડિયાપણું, ઝીર્ણ તાવ આવવો, કોઈ બોલાવે તો ગમે નહીં વગેરે જેવા કારણો જવાબદાર હોય છે. આ બધું થવા પાછળનું એક જ કારણ છે માસિક ધર્મ. દરેકની શરીરની પ્રક્રિયા સરખી નથી હોતી કોઈને વધુ કે ઓછો રક્ત સ્ત્રાવ થતો હોય છે. પણ જેંને વધારે સ્ત્રાવ થતો હોય તેના માટે બાવળ ખૂબ જ ઉપયોગી છે. બાવળના ગુંદને ઘીમાં શેકી લો ત્યારબાદ મિક્સરમાં પીસી નાખો. હવે જેટલા પ્રમાણમાં ગુંદર છે તે જ માત્રામાં ઘઉંને પણ દળી લો. બંનેને મિક્સ કરી ચાળી લેવા. જ્યારે પણ માસિક ધર્મ હોય તે સમયે બે ટાઈમ આ ચૂર્ણ પાણીમાં મિક્સ કરી લેવું. જેથી વધારે પડતો લોહીનો સ્ત્રાવ થતો બંધ થઈ જશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.