આજના સમયમાં માત્ર વૃધ્ધો જ નહિ પરંતુ યુવાનોમાં પણ કમરનો દુઃખાવો જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે દવા લેતા હોય છે અથવા તો ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે. કમરનો દુઃખાવો ખુબ જ અસહનીય હોય છે. કમરનો દુઃખાવો એક એવી સમસ્યા છે કે જેમાં વ્યક્તિ વાંકી પણ નથી વળી શકતી અને બરાબર સુઈ પણ નથી શકતી. પરંતુ દુખાવાની દવાથી શરીર પર તેની આડ અસર થઇ જતી હોય છે. આજે અમે એવી એકસરસાઈઝ વિશે જણાવશું જેનો નિયમિત અભ્યાસ કરવાથી કમરના દુખાવાથી છૂટકારો મળશે. દરેક કસરત ધ્યાનથી વાંચવી.. અને ના સમજાય તો ફરીથી વાંચવી.
- સુપીન સ્પાઈનલ ટ્વિસ્ટ
આ એકસરસાઈઝને કરવા માટે સૌથી પહેલા સીધા સુઈ જવાનું છે. ત્યાર બાદ બંને હાથને સીધા કરવા. ત્યાર બાદ જમણા પગને ઘૂંટણથી વાળીને ઉપર ઉઠાવવો. ત્યાર બાદ તેને ડાબા પગ પર ટેકાવી રાખવો. હવે શ્વાસ છોડતા છોડતા જમણી સાઈડના પુષ્ઠ ભાગને ઉઠાવો અને પીઠને ડાબી બાજુ વાળવી. અને જમણા ગોઠણને નીચેની બાજુ જુકાવી દો. આવું કરતી વખતે બંને હાથ જમીન પર ટકાવી રાખવા.
કોશિશ કરવી કે જમણો ઘૂંટણ પૂરી રીતે શરીરની ડાબી બાજુ જમીન પર ટકી જાય. માથાને ડાબી બાજુ ઘુમાવો. આ મુદ્રામાં 30 થી 60 સેકંડ સુધી રહેવું. સામાન્ય રૂપથી શ્વાસ લેવા. ત્યાર બાદ ધીમે ધીમે સામાન્ય અવસ્થામાં આવવું.અને આ પ્રક્રિયા હવે ડાબા પગ વડે કરવાની છે. આ રીતે 5 મિનીટ સુધી આ એકસરસાઈઝ કરવી.
- કેટ એન્ડ કેમલ સ્ટ્રેચ
પોતાના ઘૂંટણ અને હાથના બળે ઘોડાની મુદ્રામાં આવી જવું. હાથ એકદમ સીધા રાખવા. હવે શ્વાસ છોડતી વખતે માથાને છાતી તરફ લાવવું. અને કમરના ઉપરના ભાગને બહારની તરફ ગોળ કરવો. આ મુદ્રામાં તમારી પીઠના ઉપરના ભાગમાં તણાવ અનુવાશે.
હવે શ્વાસ લેતા લેતા માથાને છત તરફ લઇ જવું. કમરના ઉપરના ભાગને અંદરની તરફ ગોળ વાળવી. આ મુદ્રામાં તમારી છાતીમાં તણાવ અનુભવાશે. જેટલી વાર તમને ઠીક લાગે એટલી વાર આ બંને મુદ્રાનો અભ્યાસ કરવો. શરૂઆતમાં 2 થી 3 મિનીટ સુધી જ આ એકસરસાઈઝ કરવી. બરાબર અભ્યાસ થયા બાદ તમે સમય વધારી શકો છો.
- કોબ્રા પોઝ
આ એકસરસાઈઝ માટે સૌથી પહેલા પેટના બળે સુઈ જવું. હાથને છાતી પાસે લાવવા. હવે બંને કોણીને પાંસળીઓ સાથે મેળવીને હથેળીઓને જમીન પર ટેકાવો. હવે કોણીની સ્થિતિ બરાબર કરતા પોતાના ખભા અને માથાને જેટલા થઇ શકે તેટલા પાછળની તરફ લઇ જવા. હવે આ સ્થિતિમાં થોડી વાર રહેવું અને શ્વાસ લેતા અને છોડતા રહેવું.
- સાઈડ બેન્ડિંગ પોઝ
આ એકસરસાઈઝ માટે પગને થોડા પહોળા કરીને ઉભા રહેવું. હવે બંને હથેળીની આંગળીઓ જોડીને હાથને ઉપરની તરફ લઇ જવા. અહીં ધ્યાન રાખવાનું છે કે હથેળી બહારની તરફ રહેવી જોઈએ. હવે શ્વાસ લેતા લેતા પોતાના હાથને વધારે ઊંચા કરવા. જ્યાં સુધી આખા શરીરમાં તણાવ ન અનુભવાય ત્યાં સુધી હાથને ઊંચા કરવા.
ત્યાર બાદ શરીરને ડાબી તરફ વાળવું. ત્યાં થોડી સેકંડ સુધી રહ્યા બાદ જમણી સાઈડ શરીરને વાળવું. શરૂઆતમાં તમારે 10 થી 12 વખત આ એકસરસાઈઝને રીપીટ કરવી. ત્યાર બાદ તમે તમારી અનુકુળતા મુજબ કાઉન્ટ વધારી શકો છો.
- બ્રીજ પોઝ
આ એકસરસાઈઝ કરવા માટે સૌપ્રથમ આસન પર સીધા સુઈ જવું. હવે પગને ગોઠણની તરફથી વાળવા અને હીપ્સને ઉપરની તરફ લઈ જવા. બંને હાથને પીઠની નીચે સમાન રૂપે પગ સાથે જોડવાનો પ્રયત્ન કરવો. બંને હાથથી પગને પકડવાના છે. આ એકસરસાઈસ કરતી વખતે શ્વાસ લેવો અને 4 થી 5 સેકંડ સુધી તે પોઝ પર રહ્યા બાદ ધીમે ધીમે ફરી સામાન્ય અવસ્થામાં આવી જવું. આ એકસર સાઈઝ આ રીતે પાંચ વખત નિયમિત કરવાથી કમરનો દુઃખાવો દુર થશે.
(ખાસ અગત્યની સુચના) એકસરસાઈઝ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં લાંબા સમય સુધી આ પોઝમાં ન રહેવું. કોઈ પણ એકસરસાઈઝ તમે શરૂઆતમાં કરો છો ત્યારે 5 મિનીટ થી વધારે સમય સુધી તેનો અભ્યાસ કરવો નહિ. એકસરસાઈઝ કરતી વખતે ધ્યાન રાખવું કે પરાણે શરીર પર વધુ પડતું દબાણ આપીને પોઝ ન કરવો. તમારાથી બને તેટલો જ પ્રયત્ન કરવો. ત્યાર બાદ રોજ તેનો અભ્યાસ કરવાથી શરીર વળી જતા ધીમે ધીમે તે એકસરસાઈઝ બરાબર થવા લાગશે.
આ ઉપરાંત જે લોકોને અસ્થમા કે શ્વાસની તકલીફ છે અથવા તો ગર્ભવતી મહિલાએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ એકસરસાઈઝ કરવી. આ ઉપરાંત જે લોકોના શરીરમાં સર્જરી થયેલી છે અથવા નાનું મોટું ઓપરેશન કરાવેલું છે તેમણે પણ આ એકસરસાઈઝ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. નહિ તો પરેશાની થઇ શકે છે. અને જેને પહેલેથી જ કમરમાં દુખાવો છે તેણે આ આસનો કરતી વખતે ધ્યાન રાખવું. અને વધુ દુખાવો હોય તો તેણે ડોક્ટરની સલાહ જરૂર લેવી.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.