દોસ્તો આપણી આસપાસ અનેક પ્રકારના અલગ-અલગ ઝાડ, છોડ કે ઘાસ રહેલા હોય છે. કુદરતે આપેલી આ સંપતી આપણા આયુર્વેદમાં ખુબ મહત્વ ધરાવે છે. આપણી આસપાસ રહેલા ઝાડ કે ઘાસ દરેકના આયુર્વેદ પ્રમાણે અલગ-અલગ ફાયદા હોય છે. આયુર્વેદ ઔષધી કામ ધીમે કરે છે પણ આ ઔષધી બીમારીને ઝડ મૂળ માંથી ખત્મ કરી દેવાની તાકાત ધરાવે છે. તેથી પહેલાનાં સમયમાં આપના પૂર્વજો બહુ ઓછા બીમાર પડતા હતા તેનું કારણ છે, આ ઔષધી અને આયુર્વેદના નુસખા.
આજે અમે આવા જ એક ઘાસની વાત લઈને તમારા માટે આવ્યા છીએ જેના અનેક પ્રકારના અલગ-અલગ ફાયદા થાય છે. તો આવો જાણીએ બ્રાંહી વિશે થોડી માહિતી. બ્રાંહીના અલગ-અલગ અનેક પ્રકારના નામથી ઓળખવામાં આવે છે. જેમકે શીટોલીસ્ટીક, બકોપા મોનીયર, બ્રમ્ભ અને બર્મ્ભી. આયુર્વેદમાં જડીબુટ્ટી તરીકે સૌથી વધારે ઉપયોગ બ્રાંહીના ફૂલનો કરવામાં આવે છે.
બ્રાંહી બ્રમ ક્ષેત્ર માંથી મળી આવે છે. એટલેકે હિમાલયના ક્ષેત્ર માંથી મળી આવે છે. તેથી તેને બ્રાંહી કહેવામાં આવે છે. બ્રાંહી આપણી બુદ્ધિના વિકાસમાં મદદ કરે છે. એટલે પણ તેને બ્રાંહી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે. કે રોજે સવારે નિત્યક્રમ બાદ બ્રાંહીના પાંચ પાંદ પાંચ વર્ષ સુધી લેવામાં આવે તો મસ્તિષ્ક બ્રમ્ભ સમાન થઈ જાય છે. બ્રમ્ભીનો ઉપયોગ આપણા આયુર્વેદમાં હજારો વર્ષોથી કરવામાં આવે છે. તેને અનેક પ્રકારના ફાયદા થાય છે.
સાંધાના દુઃખાવા માટે બ્રાંહીનું તેલ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. બ્રાંહીમાં મળી આવતા એન્ટી નોસેસીટીવ ગુણધર્મ સાંધા અને બીજા શરીરના દુખાવાને દુર કરવામાં મદદ કરે છે. જે લોકોને વધારે સાંધા દુખાવાની સમસ્યા થાય છે તેને નિયમિત સુતા પહેલા દુખતા સાંધા પર બ્રાંહીના તેલથી માલીશ કરવી અને સવારે થોડા ગરમ પાણીએ તે સાંધા પર ફરીવાર માલીશ કરી લેવી. થોડા દિવસની અંદર આ કાર્ય કરવાથી સાંધાનાં દુખાવામાં રાહત મળી જશે.
ઘણા વ્યક્તિને યાદ રાખવામાં પ્રોબ્લમ થતી હોય છે અથવા યાદશક્તિ નબળી પડતી જતી હોય છે. તેને એન્જાઈમરની બીમારી કહેવામાં આવે છે. આવી બીમારી વાળા લોકોએ બ્રાંહીનું સેવન કરવાથી ફાયદો થાય છે. બ્રાંહીમાં રહેલ એન્ટી ક્વોલેસેન્ટર અને એન્ટી ઈફ્લેમેટરી ગુણ મગજની ક્ષમતા વધારવામાં મદદ રૂપ થાય છે. તેનાથી મગજને આરામ મળે છે અને સારી ઊંઘ આવવા લાગે છે.
નાના બાળકોના મગજના વિકાસમાં માટે બ્રાંહી ખુબ ફાયદાકારક સાબિત થાય છે. જો નિયમિત રીતે બ્રાંહીનું સેવન કરાવવામાં આવે તો તેનું મગજ તેજ બને છે અને તેની યાદશક્તિ સારી બને છે. નાના બાળકોનો મગજ વિકસાવવા માટે બ્રાંહીનું સેવન સેવન તેમની માતાએ ધ્યાનથી અને યાદથી કરાવી લેવું જેથી આગળ સમય જતા બાળકનો મગજ તેજ બની શકે.
લોહીને પાતળું બનાવવામાં પણ બ્રાંહી મદદરૂપ થાય છે. બ્રાંહીની અંદર નાઈટ્રીક ઓક્સાઈડ નામનો ગુણધર્મ રહેલો હોય છે. તેનાથી લોહી પાતળું થાય છે અને બીપી જેવી સમસ્યા દુર થાય છે. લોહી પાતળું થવાથી નસોમાં આરામથી વહી શકે શકે છે અને અનેક બીમારીઓ દુર રહે છે. બ્રાંહી આપણા શરીરની અનેક બીમારીઓ દુર કરવામાં મદદ કરે છે. બ્રાંહીમાં મેટટ એન્ટીલેપ્ટીક ગુણ રહેલો હોય છે. મેટટ મીર્ગીના ઈલાજ માટે ખુબ ફાયદેમંદ સાબિત થાય છે.
ટેન્શનને દુર કરવા માટે પણ બ્રાંહી મદદરૂપ થાય છે. બ્રાંહીમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણ જોવા મળે છે, તેનાથી ટેન્શન, તણાવ દુર કરવામાં મદદ મળે છે. આયુર્વેદમાં બ્રાંહીને એડાપ્ટોજેન બુટ્ટી માનવામાં આવે છે. બ્રાંહીનું તેલથી માથામાં માલીશ કરવાથી મગજની નસો શાંત પડે છે અને ટેન્શન ફ્રી થઇ શકો છે.
અત્યારે લગભગ બધા ઘરમાં કોઈ એક વ્યક્તિને ડાયાબીટીશ જેવી બીમારી જોવા મળે છે. બ્રાંહીમાં એન્ટી ડાયાબિટીક ગુણધર્મ રહેલો હોય છે, તેનાથી ડાયાબીટીશ કન્ટ્રોલમાં રહે છે. બ્રાંહીમાં હાઈપરગ્લાઈસેમીક તત્વ રહેલું હોય છે આ તત્વથી ટાઈપ 2 ડાયાબીટીશ જેવી બીમારી દુર કરે છે. બ્રાંહીનાં છોડને પીસીને તેનું અર્ધા ગ્લાસ પાણીમાં જ્યુસ બનાવી અને સવારે ભૂખ્યા પેટે સેવન કરવું. ડાયાબીટીસના દર્દી માટે એક ખાસ ઔષધી માનવામાં આવે છે.
બ્રાંહી કેન્સર જેવી ખતરનાક બીમારીને દુર કરવામાં પણ મદદ કરે છે. બ્રાંહી સ્તન કેન્સર અને કોલન કેન્સર જેવી ખતરનાક બીમારીને રોકવામાં મદદ કરવામાં આવે છે. જે વ્યક્તિને કેન્સરની શરૂવાત હોય તે જો નિયમિત રીતે બ્રાંહીનું સેવન કરવામાં આવે તો તેને કેન્સર જેવી ખતરનાક બીમારીમાં ઘણો આરામ જોવા મળે છે. બ્રાંહી કેન્સરની ખતરનાક કોશિકાઓ ને રોકવામાં મદદ કરે છે.
ધ્યાન રાખવા જેવી બાબત- જો તમને બ્રામ્હીનો ઉપયોગ કેવી રીતે કરવો એ હજુ ખબર ના પડી હોય તો કોઈ આયુર્વેદના જાણકાર પાસે આ ઉપયોગ કરાવશો તો વધુ ફાયદા કારક રહેશે.. કેમ કે તેઓ તમારા શરીરની તાસીર અનુસાર તમને દવા આપશે.. જેનાથી બેસ્ટ રીઝલ્ટ મળી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.