સાટોડી અથવા સાટા તેની અલગ-અલગ ઘણી બધી જાતો જોવા મળે છે. સાટોડીને હિન્દી અને આયુર્વેદમાં પુનર્વનવા કહેવામાં આવે છે. સાટોડીનો વેલો એક વર્ષ સુધી જમીન પર પથરાયેલ રહે છે. સાટોડીના વેલા બે પ્રકારના જોવા મળે છે. વધારે ઔષધીય ગુણ સફેદ ફૂલ વાળા સાટામાં જોવા મળે છે. શરીરના કોઈ પણ ભાગમાં જો સોજા આવી ગયા હોય તો સાટોડીનો લેપ બનાવી સોજા પર લગાવવો જોઈએ તેનાથી સોજામાં તરત જ રાહત મળે છે. સાટોડી ખાવાથી પણ શરીર પરના સોજા ઉતારવા લાગે છે.
સાટોડીનો વેલો પાતળો હોય છે. તેના પાન સહેજ પોળા, અણીદાર અને ગોળ આકારના હોય છે. આછા લીલા કે ઘેરા લીલા રંગના જોવા મળે છે. કોઈક પાન રાતા રંગના પણ જોવા મળે છે. તો આવો જાણીએ કે સાટોડીના પાનથી આપણને ક્યાં-ક્યાં પ્રકારના ફાયદા થાય છે તેના વિશે થોડી માહિતી જાણીએ.
આયુર્વેદમાં તેવું કહેવામાં આવે છે કે, સાટોડી આપણને યુવાન બનાવી શકે છે. પલકોટના આદિવાસીઓ યુવાની વધારના દવા તરીકે તેનો ઉપયોગ કરે છે. જો સાટોડીનો રસ બે ચમચી નિયમિત રીતે પીવામાં આવે તો શરીરને લાભ થાય છે.
સાટોડી, દારૂ, હળદર, સુંઠ, હરડે, ગળો, એરંડાના મૂળ, eવિશોતર અને કઠું વૃંદાવન આ બધાને મિકસ કરી તેનો ઉકાળો બનાવવો આ ઉકાળાથી પેટ સાફ થાય છે, પેશાબ સાફ થાય છે અને પેટમાં આવેલા સોજા ઉતારે છે. જો પેટના સોજાને લીધે આખા શરીર પર સોજો આવ્યો હોય તો તેના ઉપાય માટે સાટોડીનો કવાથ આપવામાં આવે છે.
આંખોને લગતી કોઈ પણ બીમારી સાટોડી દુર કરી આપે છે. જેમકે આંખોમાં પાણી આવવા, આંખો બળવી, આંખોમાં ચારી વળવી અથવા આંખો લાલ થવી. આવી જો કોઈ પણ આંખની બીમારી હોય તો સાટોડીના પાનનો રસ કાઢી તેના ટીપા બનાવી આંખમાં નાખવા અથવા સવાર-સાંજ સાટોડીનું આંજણ મધ સાથે મિક્સ કરી આંખોમાં આંજવું [ આ આંજવાથી આંખોમાં બળતરા થશે તેથી તમારાથી સહન થાય એટલું જ આંજવું ] આ ઉપાયથી આંખોની સમસ્યા ધીમે-ધીમે દુર થવા લાગશે.
નાના બાળકોના રોગો માટે પણ સાટોડી ખુબ ફાયદામંદ સાબિત થાય છે. સાટોડી શક્તિવર્ધક ઔષધી છે. સાટોડીથી પેટ અને પેશાબને લગતા તમામ રોગ દુર થાય છે. જે મહિલાના ગર્ભાશયમાં સોજો આવી ગયો હોય તેના માટે પણ સાટોડી ખુબ સારી સાબિત થાય છે.
વજન ઘટાડવા માટે બનતી હર્બલ દવાઓમાં સાટોડીનો ઉપયોગ પણ થાય છે. સાટોડી પોટેશિયમની માત્રા ઘટાડ્યા વિના શરીરના વધારાના પ્રવાહી અને કચરાને દુર કરે છે અને શરીરનો વજન ઘટાડવામાં મદદ કરે છે. સાટોડી પંચાગનું ચૂર્ણ ઘી સાથે લેવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. સાટોડીના મૂળનું ચૂર્ણ બનાવી હળદરના ઉકાળા સાથે લેવાથી હરસની તકલીફ દુર થાય છે.
સાટોડીના મૂળનું ચૂર્ણ બનાવી રોજે દૂધ સાથે લેવાથી હ્રદયને તાકાત મળે છે અને હ્રદયના ધબકારા નિયંત્રિત થાય છે. સાટોડી હ્રદયને મજબુત બનાવવામાં પણ મદદ કરે છે. સાટોડીના સેવનથી હ્રદયમાંથી લોહી વધારે પ્રમાણમાં ફેકાય છે. હ્રદયની સંકોચન ક્રિયા વધવા લાગે છે. હ્રદયમાં રક્તનું પ્રમાણ વધવાથી મૂત્રનું પ્રમાણ પણ વધે છે તેનાથી શરીરનું વધારાનું પાણી બહાર નીકળી જાય છે. જે લોકોને સંધીવા થયો હોય તેમાં પણ આ ઉપચાર કરી કરી શકાય છે.
સાટોડી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગના ઉપાય માટે પણ સાટોડી ખુબ ઉપયોગી સાબિત થાય છે. તે શરીરમાં B-16 અને F-10 મેલાનોમાં કોષોની મેટાસ્ટેટીકના વધતા પ્રમાણને રોકવામાં મદદ કરે છે. તેનાથી કેન્સરને રોકવામાં મદદ મળે છે.
સાટોડી બીજા નાના-મોટા અનેક રોગોને દુર કરે છે. જેમ કે, પથરી હોય તો તેમાં પણ સાટોડીનો ઉકાળો પી શકાય છે. સાટોડીના મૂળનું ચૂર્ણ સવાર-સાંજ પીવાથી તાવ મટે છે. આવા અનેક રોગો સાટોડી દુર કરે છે. આ ઔષધીથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.