💁આજના સમયમાં દરેક લોકોને એક પ્રશ્ન હોય છે કે આજના આ મોંઘવારીના સમયમાં એવો કયો ધંધો કરવો જોઈએ કે જેમાં જોઈતી સફળતા મેળવી શકાય. તો દોસ્તો, ચિંતા છોડો તમારા આ પ્રશ્નો ઉકેલ છે આમારો આ આર્ટીકલ. જેમા અમે તમને જ્યોતિષ શાસ્ત્રની એવા ઉપાય વિશે જણાવવાના છીએ જે તમને ચોક્કસ ઉપયોગી બનશે.
💁જ્યોતિષશાસ્ત્ર તમને જણાવશે કે તમને કયા ક્ષેત્રમાં વિશેષ સફળતા મળી શકે છે. આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિ સખત મહેનત કરે એટલે તેને સફળતા ચોક્કસ મળે જ છે, પરંતુ આ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા જન્માકના આધારે જે દર્શાવવામાં આવે તે ધંધામાં તમને સફળતા તો મળશે જે પરંતુ સાથે તમને પોતાને આત્મસંતોષ પણ રહેશે.
💁શાસ્ત્ર મુજબ જન્માંક કેવી રીતે મેળવવાનો છે..
👉કોઈ પણ વ્યક્તિનો જન્માંક મેળવવા માટે તમારે આ મુજબ કરવાનું છે, સૌથી પહેલા તો તેની પૂરી જન્મ તારીખ જાણવાની છે જેમ કે 3/12/1986. તો હવે આપણે જોઈએ કે આ વ્યક્તિનો જન્માંક કયો છે. અને તેનું નસીબ કેવું છે.
👉સૌથી પહેલા તારીખનાં અંક જોવાના તે છે 3. ( પરંતુ તારીખમાં જો બે અંક હોય તો તેનો સરવાળો કરવાનો ) 👉બીજા ક્રમે મહિનો છે તો તેનો અંક છે 12. 1+2=3 👉ત્રીજા ક્રમે વર્ષ છે અને તેના અંકો છે 1986. 1+9+8+6=24 2+4=6
👉આમ ત્રણેય આંક મેળવ્યા પછી તે ત્રણેયનો સરવાળો કરવાનો (3+3+6=12) અહી ફરી બે અંક છે તો પાછો સરવાળો કરીને નાની સંખ્યા મેળવવાની છે. (1+2=3) આ જે સંખ્યા મળી છે તે જેતે વ્યક્તિનો જન્માંક છે દોસ્તો, આ શાસ્ત્ર મુજબ 1 થી 9 સુધીના અંકમાં જ તમારો ભાગ્યાંક મળશે.
💁અંક નં-1 : જે લોકોનો ભાગ્યાંક 1 હોય છે તે લોકોમાં નેતૃત્વ કરવાની ગજબની શક્તિ હોય છે,તેનો પ્રતિનિધિ ગ્રહ પણ સુર્ય છે. આ લોકોમાં સાહસ વૃતિ હોવાના કારણે તેઓ કોઈ પણ બીજનેસ કરે તેમાં તે ચોક્કસ સફળતા મેળવે છે. જો તમે નોકરી કરવા માંગતા હોય તો મેનેજમેન્ટને લગતા કામો સ્વીકારવા જોઈએ.
💁અંક નં-2 : આ અંક વાળા લોકોને કળા જન્મથી જ વરેલી હોય છે, તો તેઓ કોઈ પેન્ટિંગ, ડાન્સિંગ, સિંગિંગ જેવા ફિલ્ડમાં આગળ વધે તો વિશેષ સફળતાને મેળવી શકે છે. તેઓને રસ પણ પોતાની કળામા જ હોય છે તો પસંદ ના ક્ષેત્રમા સફળ થવાના ચાંસ વધારે રહે છે.
💁અંક નં- 3 :જે લોકોનો જન્માંક 3 છે તેનો પ્રતિનિધિ ગ્રહ બૃહસ્પતિ છે. તેઓ જો બીજનેસ કરવા માંગતા હોય તો તેમણે રિટેઇલ સંબંધી વિચારવું જોઈએ, નોકરીમાં તેને બેન્કિંગ ક્ષેત્રે સફળતા મળી શકે છે.
💁અંક નં- 4 : આ લોકોની નિર્ણય લેવાની શક્તિ થોડી ઓછી હોય છે. તેઓ આત્મવિશ્વાસુ હોય છે. આ લોકોમાં અભિનયની કળા કુટીકુટીને ભરેલી હોય છે, તો તેઓ અભિનયના ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. પરંતુ કેટલીક બૂરી આદતોથી બચીને રહેવાની જરૂર રહે છે.
💁અંક નં- 5 : આ લોકોમાં લોકોનું દિલ જીતવાની ગજબ કળા હોય છે આવી કળા ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે તેઓની નિર્ણય કરવાની શક્તિ પણ પાવરફૂલ હોય છે, તેઓનો નિર્ણય યોગ્ય પણ હોય છે. લોકો તેની બુધ્ધિના વખાણ કરે છે, આ લોકો ખેલ-કુંદને લગતા વ્યવસાયમાં આગળ વધે તો તેઓના ભાગ્ય તેમાં ચમકી ઉઠે છે.
💁અંક નં- 6 : જેઓન જન્માંક 6 હોય છે તે લોકોની પર્સનાલિટી લોકોનું દિલ જીતી લે તેવી હોય છે. સ્વભાવે તેઓ થોડા ક્રોધી હોય છે, પરંતુ દિલથી તેઓ સાફ હદયના હોય છે. તેઓ ખોટું ક્યારેય ચલાવતા નથી. મનોરંજન,સિનેમા, હોટલ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રે તેઓ ખૂબ જ સફળતા મેળવી શકે છે.
💁અંક નં- 7 : આ લોકો હંમેશા કઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. પોતાની સફળતા માટે પણ નવી નવી કોશિશ હંમેશા કરતાં રહે છે. આ લોકોને એવા ક્ષેત્રમાં જંપલાવવું જોઈએ કે જ્યાં પોતાનું દિમાગ ચલાવવાનું હોય, નવા વિચારોને વ્યક્ત કરવાના હોય. તો તેમા તે સફળ થાય છે.
💁અંક નં- 8 : આ લોકોને પોતાની સફળતા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. સ્વભાવે તેઓ સ્પસ્ટ વક્તા હોય છે તેઓ લોકોને તેની ભૂલ તેની સામે જ કહી દેતા હોય છે. આવા લોકો જો રાજનીતિમાં પોતાનું ભાગ્ય આજમાવે તો ચિક્કસ સફળ થાય જ છે.
💁અંક નં- 9 : આ જન્માંક વાળા લોકો મીત ભાષી (ઓછું બોલા) સ્વભાવના હોય છે. આ લોકો જે પણ કાર્ય કરે તેમાં તેને સફળતા મળે જ છે. તેઓ લોકોની સેવા ખૂબ કરે તેવા હોય છે. આ લોકોને બને ત્યાં સુધી પોતાનો જ નાનો કે મોટો ધંધો કરવો જોઈએ.
જો આવી જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.