👩🦱બધા લોકોને પોતાના ચહેરાને સુંદર રાખવાનો શોખ હોય અને તેના માટે કેટલાક પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તેની સાથે સાથે વાળને પણ સારા અને લાંબા રાખવા જરૂરી છે. કારણ કે, ચહેરો ગમે તેવો સુંદર હશે જો વાળ સારા નહી હોય તો ચહેરાની સુંદરતા ફીકી પડી જશે.
👩🦱વાળની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. વાળમાં આપણે નિયમિત તેલ પણ નાખતા હોય છીએ પરંતુ તમને ખબર છે વાળમાં તેલ નાખ્યા બાદ જો તમે આવી ભૂલ કરો તો તમને થઈ શકે છે મોટું નુકશાન.
👩🦱જો તમે વાળમાં તેલ નાખ્યા બાદ અમુક વસ્તુનું ધ્યાન ન રાખો તો તમને વાળની સમસ્યા થઈ શકે છે. જેવી કે, ખોડો, સફેદ વાળ, વાળ ખરી જવા, 2 મોઢાવાળા વાળ થવા વગેરે જેવી પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે. તે માટે આવો જાણીએ તેલ નાખ્યા બાદ આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.
👩🦱તેલ લગાવ્યા બાદ કાંસકો ન ફેરવવો :- જ્યારે તમે વાળમાં તેલ નાખો છો ત્યારે તમારા વાળના મૂળ વધુ એક્ટિવ થઈ જતાં હોય છે. જેથી જો તમે વાળમાં જોરથી કાંસકો ફેરવો તો તમારા વાળ તૂટવાની સમસ્યા વધી જાય છે.
👩🦱ભીના વાળે તેલ ન નાખવું :-ઘણા લોકોને ટેવ હોય છે કે ભીના વાળે તેલ નાખીને મસાજ કરતાં હોય છે. આવું કરવાથી વાળ ભીના હોવાને કારણે તેલમાં રહેલું પોષણ વાળમાં પહોંચતુ નથી જેના લીધે તમારા વાળ જલ્દીથી ખરી જાય છે. ઉપરાંત વધુ માલીશ કરવાથી પણ તમારા વાળ નબળા પડી જાય છે.
👩🦱લાંબા સમય સુધી તેલ લગાવેલું ન રાખવું :-વધુ સમય સુધી માથામાં તેલ લગાવેલ રાખવાથી રસ્તાની ધૂળ વાળમાં ચોંટી જાય છે અને તેના લીધે વાળમાં ખોડો અને અન્ય સમસ્યા ઊભી થાય છે. જો તમારે વાળને મજબૂત અને સુંદર રાખવા છે. તો વાળમાં 8 કલાક સુધી તેલ લગાવેલું રાખવું અને પછી કેમિકલ વગરના શેમ્પૂથી માથું ધોઈ નાખવું.
👩🦱ડબલ વાર તેલ ન નાખવું :- ઘણા લોકો એક વાર માથામાં તેલ નાખીને બહાર જતાં હોય છે અને ઘરે આવીને ફરી પાછું માથામાં તેલ નાખે છે. આવું કરવાથી વાળમાં ચોંટેલી ધૂળ અને બીજી ગંદકી એમ જ રહે છે. જેનાથી તમારા વાળમાં નુકશાન થાય છે અને વાળની ઘણી સમસ્યા તમને થઈ શકે છે.
👩🦱તેલ લગાવી ટાઈટ ચોટલો ન વાળવો :- ઘણી મહિલાઓ વાળમાં તેલ નાખીને ટાઈટ ચોટલો વાળતી હોય છે. એમનું એવું કહેવું હોય છે કે તેનાથી વાળ વધે છે. પરંતુ ઉલ્ટાનું આથી નુકશાન વધારે થાય છે. જેથી વાળને ક્યારેય ટાઈટ ન બાંધવા જોઈએ ચોટલો પણ ઢીલો બાંધવો. કારણ કે વધુ ટાઈટ ચોટલો વાળવાથી મહિલાઓને માથું દુખવું, ચક્કર આવવા જેવી તકલીફો થાય છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
👩🦱ઉપર જણાવ્યા અનુસાર જો માથામાં તેલ લગાવતા સમયે આટલી બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તમને વાળની ગંભીર સમસ્યા થઈ શકે છે. જેમાં તમારા વાળ ખરી જવા, વાળ 2 મોઢા વાળા થઈ જવા, ખોડો થઈ જવો અને વાળ સફેદ થઈ જવા આ બધી તકલીફો થઈ શકે છે. તેથી આવી ભૂલ ક્યારેય ન કરવી જેથી તમારા વાળને કોઈ પણ નુકશાન થાય.
જો આ વાળમાં ટેલ લગાવવાની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.