🙍દોસ્તો, આજના સમયમાં પૂરી દુનિયામાં તમામ જગ્યાઓ પર ખૂબ જ પ્રદૂષણ ફેલાય ચૂક્યું છે. અને તેની સિધ્ધી જ અસર આપણી ત્વચા પર થાય છે, જેનાથી આપણે લોકો યુવાનીમાં જ વૃદ્ધ દેખાવા લાગીએ છીએ. તો આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી જોઈશું કે આપણે પણ ખૂબ જ લાંબા સમય સુધી યંગ બનીને જ જીવવું છે તો આ કોરીયન બ્યુટીનું બ્યુટી સિક્રેટ શું છે ચાલો જોઈએ.
🙍કીમ સંગ યુંન્ગ આ એક સાઉથ કોરિયાની અભિનેત્રી છે. આ અભિનેત્રીનો જન્મ 1967 માં થયો હતો,આજે તેની ઉંમર 52 ની આસપાસ થવા આવી છે, પરંતુ દોસ્તો આ અભિનેત્રીને જોતાં એવું લાગે કે તે હજુ માત્ર 25 વર્ષની જ હશે. આ ઉંમરે પણ તેણે પોતાના શરીરને યંગ અને ફિટ બનાવી રાખ્યું છે. તો ચાલો આજે અમે તમને લોકોને પણ જણાવી દઈએ એ બ્યુટી સિક્રેટ.
🙍દોસ્તો, આપણે આ અભિનેત્રીની વાત કરીએ તો એ જીવનના અડધા મુકામ સુધી તો પહોંચી ચૂકી કહેવાય, કેમ કે તેને બે સંતાનો છે છતાં તે કુંવારી કન્યા હોય એટલી ખૂબ સુરત દેખાય છે. તો ખરેખર એ ખૂબ મોટી વાત છે કે તેને પોતાના શરીરને આ ઉંમરે પણ આટલું મેન્ટેન કરીને રાખ્યું છે. ચાલો જોઈએ કે આપણે પણ આપણી દિનચર્યામાં શું ફેરફાર કરવા જરૂરી છે.
🙍લીંબુ પાણીનું નિત્ય સેવન કરવું : કીમ સંગ યુંન્ગ હંમેશા લીંબુ પાણી પીવે છે, હા દોસ્તો, લીંબુમાં વિટામિન-સી છે જે આપણી ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં અને નવા કોષ બનાવવામાં મદદ રૂપ બને છે. લીંબુ ત્વચાને મુલાયમ અને સોફ્ટ રાખે છે. જેનાથી ત્વચા ગ્લો કરે છે અને આપણે ખૂબસુરત દેખાવા લાગીએ છીએ.
🙍ડ્રાયફ્રૂટનું સેવન કરવું : આ યુવતી હંમેશા પોતાના ડાયેટમાં ડ્રાય ફ્રૂટનો સમાવેશ કરે છે. દોસ્તો, અખરોટ, કાજુ, બદામ, પિસ્તા, ખજૂર વગેરે જેવા સૂકા મેવાના નિત્ય સેવનથી શરીરમાં એક નવી ઉર્જાનો સંચય થાય છે, શરીરના તમામ કોષોને શક્તિ મળે છે. અને તેનાથી આપણી ત્વચાને એક અનોખી જ રોનક મળે છે. સૂકા મેવામાં ઓમેગા-3, ઓમેગા-6, વીટા-સી, પ્રોટીન જેવા તત્વો ભરપૂર હોય છે.
🙍નાળિયેર પાણીનું સેવન કરવું : આ પણ તેની એક સિક્રેટ છે. દોસ્તો, નાળિયેર પાણી એક અમૃત છે, તમે જાણતા જ હશો કે જે લોકો અતિ બીમાર છે તેઓને ડૉક્ટર નાળિયેર પાણી પીવાની સલાહ આપે છે. આ પાણીમાં એન્ટિ ઓક્સિડેન્ટ, અમીનો એસિડ, વિટામિન- સી અને બી ભરપૂર હોય છે. જેનાથી આપણા શરીરની ત્વચાની પેસીઓને તાકાત મળે છે, અને તે નીખરી ઉઠે છે. તો રોજ નાળિયેર પાણીનું સેવન ઉતમ છે.
🙍પાલકનો ભોજનમાં સમાવેશ : દોસ્તો, આ કોરીયન બ્યુટી પોતાના ભોજનમાં આપણા લોકોને જે નથી પસંદ એવી ભાજીને વિશેષ લેવાનું પસંદ કરે છે, તે માત્ર સ્વાદને મહત્વ નથી આપતી પરંતુ પોતાના શરીરનું માટે શું ઉત્તમ છે તે જુવે છે. પાલકથી આપણા શરીરનું લોહી સુધ્ધ થાય છે, જેનાથી આપણી સ્નાયુઓમાં રક્ત પરિભ્રમણ સરળ બને છે, જેનાથી ત્વચાની માસ પેસીઓમાં નવી જાન આવે છે તે આછા ગુલાબી રંગની દેખાવા લાગે છે.
🙍વધારેમાં વધારે પાણી પીવું : ખૂબ વધારે પાણી પિયને તે પોતાના શરીરને યુવાન રાખી શકે છે. એક દિવસમાં 7 થી 8 લિટર પાણી પીવાથી આપણા શરીરમાં રહેલો કચરો મૂત્ર માર્ગેથી શરીરની બહાર નીકળી શકે છે. વધારે પાણી પીવાથી આપણી ત્વચાની પેસીઓ ફિલ્ટર થઈને તેમા નવી ચમક આવે છે. આ સાથે ખીલ, ડ્રાય સ્કીન પ્રોબ્લેમ, સાધારણ એલર્જી વગેરે જેવા પ્રોબ્લેમ માંથી હંમેશ માટે છુટકારો મળે છે. માટે જો તમે પણ નિત્ય યંગ રહેવા માંગો છો તો, પાણી વધારે પીવાનું રાખો.
🙍પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી : કીમ સંગ યુંન્ગ પોતાના ફિટનેસમાં આ વાતને પણ મહત્વ આપે છે. દોસ્તો આપણે આપણા શરીરની પાસેથી પૂરા દિવસ દરમ્યાન ઘણું કામ લઈએ છીએ, તો તેને પૂરતો આરામ પણ જરૂરી છે. રાત્રે મોડે સુધી જાગવાથી ઊંઘ પૂરી થતી નથી જેનાથી આપણી ત્વચાની રોનક ઓછી થવા લાગે છે. અને ત્વચા રૂખી અને બેજાન બને છે, આંખોની નીચે બ્લેક સર્કલ થવા લાગે છે જેનાથી આપણે વધારે ખરાબ દેખાવા લાગીએ છીએ. તો દોસ્તો આપણા શરીરને ઓછામાં ઓછી 8 થી 9 કલાકની ઊંઘની જરૂર રહે છે જેનાથી આપણી ત્વચાને એનર્જી મળે છે. તો સાંજે વહેલા સૂવું અને સવારે વહેલા ઊઠવું.
જો આવી કોરિયન બ્યુટી વિષેની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.