👉 દરેક મહિલાને સુંદર દેખાવું તો ખૂબ જ ગમે છે. પરંતુ અત્યારના ભાગદોડના જીવનમાં વ્યક્તિ પોતાના માટે જ સમય ફાળવી શકતી નથી. હાલના સમયની ખાણીપીણી અને તણાવની અસર મહિલાઓના ચહેરા પર જોવા મળે છે. જેના કારણે મહિલાઓના ચહેરા પર ખીલ, કાળા ડાઘ વગેરે નીકળે છે.
👉 ચહેરા પર થતી આ સમસ્યાઓને દૂર કરવા માટે ઘણી મહિલાઓ જાહેરાતો જોઇને બજારમાં મળતી વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, છંતા કઇ પરિણામ મળતુ નથી. તો આવો તમારા ચહેરા પર થતી આ સમસ્યાઓ દૂર કરવા વિશે વિગતે માહિતી મેળવીએ…
👉 આ રીતે ચહેરાને ગોરો અને મુલાયમ રાખો:
👉 – જ્યારે પાર્લરમાં ફેસિયલ કરવો ત્યારે સ્ક્રબ કરવામાં આવે છે. આ સ્ક્બને તમે ઘરે પણ બનાવી શકો છે. જી, હાં રાત્રે થોડા ખસખસના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં જરુર મુજબ મધ અને દૂધ ઉમેરો. હવે આ તૈયાર થયેલા હોમમેડ સ્ક્રબને હળવા હાથે ચહેરા પર લગાવી મસાજ કરો. ચહેરા પરનો મેલ દૂર થશે અને ફેસ ક્લિન દેખાશે.
👉 – ચહેરાને સુંદર રાખવા માટે બજારમાં મળતા ટોનરના બદલે રોજ સવારે ગુલાબજળ ફેસ પર લગાવી થોડા સમય રહેવા દો. 10 મિનિટ બાદ ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો. નિયમિત રીતે આ કરવાથી ફેસ ગ્લો કરશે.
👉 – બે ચમચી ચણાનો લોટ લો, તેમાં દૂધ અને ચપટી હળદર નાંખીને પેસ્ટ તૈયાર કરો. રોજ સવારે આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. તે સુકાઇ જાય એટલે પાણી વડે હાથ ભીનો કરી ચહેરા પર મસાજ કરો. 5 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ચહેરો પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પર કોઇ નુકશાન નહીં થાય અને ફેસ ગ્લો કરશે. આ પ્રયોગ અઠવાડિયામાં 3 થી 4 દિવસ કરો.
👉 – ચહેરાને સુંદર રાખવા બહારથી ગમે તેટલુ સાફ કરો પરંતુ તમારુ શરીર સાફ ન હોય તો ચહેરા પર ગ્લો આવતો નથી. તેથી સવારે ઉઠીને ગરમ પાણી(હૂંફાળુ) પીવો. આમ કરવાથી શરીરમાં રહેલા ટોક્સીન બહાર નીકળી જશે અને ચહેરા પર નેચરલ ગ્લો આવશે.
👉 – ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે આમળાનો પાઉડર પણ કારગર છે. આમળામાં વિટામિન સી રહેલો છે જે ડાઘથી છૂટકારો અપવવામાં મદદ કરશે. આમળાના પાઉડરને પાણી અથવા ઓલિવ ઓઇલમાં મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. જ્યાં ખીલ થયા છે તે ભાગમાં લગાવો. સુકાઇ ગયા બાદ ચહેરો પાણીથી ધોઇ લો.
👉 – લીલી મેથીના પાન દ્વારા ખીલ, દાગ-ધબ્બાની સમસ્યામાં રાહત મેળવી શકો છો. થોડા મેથીના પાનની પેસ્ટ બનાવી, આ પેસ્ટને આખી રાત ફેસ પર લગાવી રાખો. સવારે ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો. થોડા દિવસમાં ફેસ પર ખીલ હતા કે નહીં તેનો ખ્યાલ જ નહીં આવે.
👉 – જો તમને સામાન્ય કરતા વધારે પ્રમાણમાં ખીલ થતા હોય તો તમારે ખાન-પાનમાં પણ ધ્યાન રાખવુ જોઇએ. ખીલની સમસ્યામાં રાહત મેળવવા તીખું, તળેલુ, આથાવાળુ, મેંદો, જંક ફૂડ, વધારે મસાલેદાર, કોલ્ડડ્રીક વગેરે ખાવાનું ટાળવુ જોઇએ.
👉 – ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે નિયમિત રીતે લીલા શાકભાજી, ફળો તથા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન મળે તેવો આહાર લેવો જોઇએ.
👉 ચહેરા પરના ખીલ દૂર કરાવાના ઉપાયો :
👉 – ચહેરા પર ખીલ દેખાય તો તેને ફોડશો નહીં, કારણ કે તેને ફોડવાથી બીજે ઇન્ફેક્શન થઇ ખીલની સંખ્યામાં વધારો થાય છે. રાત્રે સૂતા પહેલા ખીલ પર કોલગેટ પેસ્ટ લગાવી સુઇ જાઓ, સવારે ઉઠીને પાણી વડે ચહેરો સાફ કરી લો.
👉 – સવારે ઉઠો ત્યારે તુલસીના પાન અને લીમડાના પાનને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ખીલ પર લગાવી થોડા સમય બાદ રાખીને પાણીથી ચહેરો ધોઇ લો.
👉 – ટામેટાનો પલ્પ ચહેરા પર લગાવવાથી ખીલ, દાગ-ધબ્બા દૂર થાય છે. ટામેટાના પલ્પમાં સારા પ્રમાણમાં વિટામિન્સ હોવાથી તે સ્કીનને ગ્લો આપશે.
👉 – લીંબુના રસને ચહેરા પર 5-10 મિનિટ સુધી લગાવી રાખો અને થોડા સમય બાદ ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરી લો. લીબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે ચહેરા પરના દાગ-ધબ્બા દૂર કરે છે. ( સેન્સીટીવ સ્કિન હોય તો આ પ્રયોગ ન કરવો)
જો આ બ્યુટી ટિપ્સ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.