અત્યારે બધીજ મહિલાઓને પાર્લરમાં જઈને ગોરું થવું છે પહેલા કરતાં વધારે સારું અને સુંદર દેખાવું છે. પણ મહિલાઓને ખબર નથી હોતી કે, પાર્લરમાં મળેલી સુંદરતા થોડા સમય માટે જ હોય છે. પાર્લરની અંદર તૈયાર થયેલી મહિલાઓ થોડા દિવસો માટે સુંદર બનાવે છે પણ થોડા દિવસોમાં મહિલાની સ્કીન કાળી અને કમજોર થઈ જાય છે પછી તે સ્કીન ફરીવાર પહેલા જેવી થતી નથી.
અત્યારે ચહેરા પર ખીલની સમસ્યા કે દાગની સમસ્યા આમ વાત થઈ ગઈ છે, તેનું કારણ આ સમયનું ખાવા પીવાનું વધારે તેલ વાળું કે ચામડીને વધારે નુકસાન કરે તેવું પણ લોકો ને તે વાતની ખબર રહેતી નથી અને પછી આગળ જતાં પોતાની સૌથી મોટી સમસ્યા એટકલે કે, સ્કીન પ્રોબાલમ ઊભા કરી લે છે.
ખીલ તેના દાગ મોઢાના દેખાવને બગાડવા માટે વધારે કામ કરે છે મોઢાની સ્કીન ખરાબ થવાનું મુખ્ય કારણ ખીલ જ હોય છે. ખીલ થાય પછી તેને મટાડવા માટે લોકો ડોકટરની પાસે અલગ અલગ દવા લેવાનું ચાલુ કરે છે. તે દવાની કશું અસર થતી નથી અને પૈસાનો બગાડ થાય છે. તેથી હવે કોઈ પણ વિદેશી દવા લેવી નહીં સ્કીનની સમસ્યા માટે આપણું આયુર્વેદ ખુબજ સારી અને નુકસાન વગરની દવા કહે છે આયુર્વેદની બધીજ દવાઓમાં કોઈને કોઈ ફાયદો રહેલો હોય છે.
હા પણ રસ્તા પર બેઠેલા કોઈ આયુર્વેદિક ડોકટર પાસે જવાની જરૂર નથી. તમે ઘરે આયુર્વેદિક ઉપાય કરી શકો છો આજે જાણીશૂ કે ઘરે જ ચહેરાને સાફ અને સુંદર કરવા માટેનો ઉપાય લગભગ આ ઉપાયથી ચહેરાની ઘણી સમસ્યા તમે ઘરેજ દૂર કરી લેશો તેની માટે તમારે પાર્લરમાં જવાની જરૂર નથી પડે. નાના ખર્ચા તમે બચાવી શકશો. આજે જે ઉપાય વિષે જાણવાનું તે ગુલાબ જળ વિષે છે. આ ઉપાયને ઘરે કેવી રીતે કરવો તે ધ્યાનથી સમજવું.
ગુલાબજળ વિષે લગભગ બધી જ મહિલાઓ કે પુરુષો જાણતા હોય છે. તેના ઉપયોગ બધી જ પાર્લરની વસ્તુમાં કરવામાં આવે છે મોઢા પર લગાવવાની લગભગ બધી જ વસ્તુમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબજળનો ઉપયોગ ચહેરાને સાફ કરવાના રૂપમાં વધારે કરવામાં આવે છે. બધાજ લોકોને એટ્લે કે, મહિલા કે પુરુષ બંને બહારથી ઘરે આવે ત્યારે થાકેલા હોય છે ત્યારે ઘએ આવીને ગુલાબજળથી પોતાનું મોઢું સાફ કરવું જોઈએ તેનાથી ચહેરા પરની ધૂળ અને પોલ્યુશન બહાર નીકળી જાય છે સાથે સાથે ગુલાબજળની મદદથી લાગેલો થાક પણ નીકળી જાય છે.
જે લોકોને ચહેરા પર ખીલ કે તેના દાગ હોય તેને રોજે રાત્રે સૂતા પહેલા એક ટુકડો રૂ લેવું અને તેને ગુલાબજળમાં પલાળી ખીલ કે તેના દાગ પર લગાવવું થોડા દિવસની અંદર ખીલ અને તેના દાગ દૂર થવા લાગશે. કોઈ પણ મહિલાને કે પુરુષને પોતાની સ્કીન કાલી દેખાવા લાગે છે તો તેને થોડી મુલતાની માટી લેવી તેની અંદર થોડું ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવવું પછી તે પેસ્ટને પોતાના ચહેરા પર લગાવવું અને તને 20 મિનિટ પછી સારા અને ઠંડા પાણીથી સાફ કરી લેવું. થોડા દિવસ સુધી આ વસ્તુનો ઉપયોગ કરવાથી ચામડી પેલા જેવી સુંદર અને સફેદ થવા લાગશે.
વધારે ખીલ વાળા વ્યક્તિઓ માટે ગુલાબજળ સાથે થોડો લીંબુનો ઉપયોગ કરવો પડશે અને થોડું રૂ લેવું પડશે. આ ઉપાય કરવા માટે એક નાની વાટકીની અંદર થોડું ગુલાબજળ લેવું પછી તેની અંદર અર્ધા લીંબુનો રસ મિક્સ કરવો તેને બરાબર મિક્સ કરી તેને રૂ ની મદદથી ખીલ પર લગાવવું હા ધ્યાન રાખવું હાથનો ઉપયોગ કરવો નહીં રૂ ની મદદ લેવી જરૂરી છે.
ચહેરાને સાફ કરવા માટે રોજે ગુલાબજળનો ઉપયોગ કરવો પણ ફાયદાવાળો છે. રોજે એક ચમચી જેટલું ગુલાબજળ લેવું પછી તેની અંદર ગ્લિસરીનના ચાર કે પાંચ ટીપાં મિક્સ કરી ચહેરા પર લગાવી દેવાનુ પછી સવારે ઊઠીને થોડા ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. આ કાર્ય નિયમિત કરવાથી થોડા દિવસોમાં ચહેરા પરના કાળા દાગ દૂર થશે અને ચહેરો ખીલી ઉઠશે. થોડા દિવસોમાં સ્કીન કોમલ અને સોફ્ટ થઈ જશે
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.