🧂દોસ્તો, આપણા રસોડામાં જો એક માત્ર મીઠું ના હોય તો તમામ રસોઈ ફિક્કી જ છે. મીઠાથી જ રસોઈમાં સ્વાદ છે. અને કદાચ એટલા માટે જ આ મીઠું સ્વાદે ખરું હોવા છતાં તેને મીઠું એવું નામ આપવામાં આવ્યું હશે. આ મીઠાથી રસોઈમાં તો સ્વાદ આવે જ છે પરંતુ તેની માત્ર એક ચમચી આપણને સુંદરતા પણ આપી શકે છે. તો ચાલો જોઈએ કે મીઠાથી કેમ સુંદર બની શકાય.
🧂સાવ સામાન્ય કિંમતનું મીઠું આપણી સ્કીનને ખૂબ જ સુંદર અને મુલાયમ બનાવવાની તાકાત ધરાવે છે. તે વાળની તકલીફોને પણ દૂર કરી શકે છે. 🧂તો દોસ્તો અમે તમને એક-બે નહીં પરંતુ પૂરા પાંચ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ઘરે જ મેળવી શકશો પાર્લર જેવી ખૂબ સુરત સ્કિનની ચમક તો ચાલો જોઈએ તે ઉપાયો. .
🧂મીઠાથી ઘુંટણ અને કોણીની કાળાશને દૂર કરી શકાય છે. તેના માટે તમારે સફેદ મીઠાની એક કે બે ચમચી લેવાની છે તેમાં ઓલિવ ઓઇલ ઉમેરીને ઘુંટણ અને કોણીની કાળાશ પર હળવા હાથે માલિશ કરો અને આ મુજબ તમારે અઠવાડિયામાં બે વાર કરવાથી થોડા જ સમયમાં કાળાશ દૂર થઈ ને સ્કીન એકદમ ચમકતી બનશે.
🧂ત્વચા પરના મૃત કોષને દૂર કરવા (DEAD SKIN CELLS) આ મૃત કોષોને દૂર કરવા માટે મીઠું ઘણું ઉત્તમ ઉપાય છે. તેના માટે તમારે મીઠું, ઓલિવ ઓઇલ, બદામનું તેલ. આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને તે મિશ્રણને ત્વચા પર જ્યાં ડેડ સ્કીન છે ત્યાં હળવા હાથે ઘસો. આમ કરવાથી તમારી ત્વચા ચમકતી અને લચિલી બનશે.
🧂શિયાળામાં લોકોને એક પ્રશ્ન ખૂબ જ સતાવે છે અને તે છે ખોડાનો, હા દોસ્તો, આ મીઠામાં એ તાકાત છે કે તે ખોડાને દૂર કરે છે. તેના માટે ધોયેલાં વાળમાં મીઠાને ઘસીને અડધા કલાકએમજ રાખીને ત્યારબાદ સાદા પાણીથી વાળને ધોઈ લેવાથી ખોડો દૂર થાય છે. અને વાળ સુંવાળા અને ઘાટા બને છે.
🧂મીઠાનું ફેશ માસ્ક બનાવીને સુંદરતા મેળવો. તેના માટે તમારે 2 ચમચી મીઠું લેવાનું છે તેમાં ચાર ચમચી જેટલું મધ મિક્સ કરીને 20 થી 25 મિનિટ ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને ત્યારબાદ સાદા પાણીથી ચેહરો સાફ કરીલો. મીઠા અને મધમા રહેલ એન્ટ્રી ઇનફલામેન્ટ્રી જેવા ગુણો તમારી ત્વચાને નિખાર આપશે.
🧂કોલેજીયન છોકરીઓને પોતાના લાંબા નખ હોય તે ખૂબ જ પસંદ હોય છે તો દોસ્તો, આ મીઠાના ઉપયોગથી તમે તમારા નખની સુંદરતા મેળવી શકો છો. તેના માટે તમારે ચમચી મીઠું, ચમચી લીંબુનો રસ, ચમચી ખાવાનો સોડા, અડધો કપ હુંફાળું પાણી આ તમામને મિક્સ કરીને તેમાં 10 થી 15 મિનિટ સુધી નખને ડૂબાડીને પછી નખને સાફ કરીને સાદા પાણીથી ધોઇલો. નખ એકદમ ચમકી ઉઠશે.
જો ટાયરની હવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.