આજનો આપણો વિષય છે બેકિંગ સોડાથી મળતી ખૂબ સુરતી. બેકિંગ સોડા એટલે સોડિયમ બાય કાર્બોનેટ. તેનું રાસાયણિક સૂત્ર NaHCo3 છે. આ સોડાનો ઉપયોગ ખાવાની સાથે સાથે કપડાં અને ફર્નિચર ની સફાઈ માટે પણ કરવામાં આવે છે. આ સિવાય એક સોંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જેનાથી સાવ નજીવી કિંમતમાં જ સુંદરતા મેળવી શકાય છે. તો આવો જાણીએ સોડાથી કેવી રીતે સુંદર અને ચમકતી સ્કીન મેળવી શકાય છે.
🥄👩🦰સુંદરતા મેળવવા માટે બેકિંગ સોડાની નીચે મુજબની ટિપ્સને આપનાઓ.🥄
👩🦰🥄એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી ઉમેરી આ મિશ્રણને નાક પર હળવા હાથે મસાજ કરવાથી નાક પરના બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે.અને ચહેરાને સુંદર બનાવી શકાય છે. આ રીતે તમને બ્લેક હેડ્સ થી આરામથી છુટકારો મળશે.
👩🦰🥄આકાળે પડેલી કરચલીઓ ને દૂર કરે છે. બેકિંગ સોડામાં થોડું નાળિયેર તેલ, ચમચી લીંબુનો રસ મિશ્ર કરીને અઠવાડિયામાં બે વાર લગાવવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થઈને સ્કીન ચમકી ઉઠે છે. પછી જુઓ તમારો ચહેરો એકદમ ચમકી ઉઠશે.
👩🦰🥄એક ચમચી સોડામાં બે ચમચી જેટલો ટામેટાંનો રસ મિશ્ર કરીને પેસ્ટ બનાઓ. આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને સાદા પાણીથી સાફ કરીલો. આ પેસ્ટ લગાવી ૨૦ મિનિટ બાદ ધોઈ લો. આ મુજબ તમે હરરોજ કરી શકો.
👩🦰🥄જો તમારે ત્વચાને બ્લીચ કરવી છે. તો બેકિંગ સોડામાં એક ચમચી લીંબુનો રસ, મધ અથવા તેલના બે-ત્રણ ટીપાં નાખો. આ મિશ્રણને ખુબજ હળવા હાથોથી ચેહરા પર લગાઓ. આમ, કરવાથી કુદરતી રીતે જ ત્વચા બ્લીચ થઈ જશે.
👩🦰🥄સ્કિનને ગોરી અને મુલાયમ બનાવવા માટે બે ચમચી ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને લીંબુનો રસ મેળવીને રૂની મદદથી સ્કીન પર લગાઓ. આ મુજબ તમે સમયાન્તરે આનો પ્રયોગ કરી શકો છો
👩🦰🥄જુવારના લોટમાં બેકિંગ સોડા ઉમેરીને એક પેસ્ટ બનાવી જે ત્વચાને તમારે સ્ક્રબ કરવી છે. તેના પર હળવા હાથે માલીસ કરવાથી ત્વચા એકદમ સાફ થાય છે અને ચહેરાની કોશિકાઓ વધુ સક્રિય બને છે. તેનાથી તમારા ચહેરા નો ગ્લો વધશે.
👩🦰🥄બેકિંગ સોડામાં છાસ, બદામનું દૂધ અથવા ગુલાબજળમાં ઉમેરીને પ્રભાવિત ત્વચા પર માલીસ કરો. ત્વચાપર અનેરી જ ચમક આવી જશે. આ પ્રયોગ અઠવાડિયે 2-3 વાર કરી શકાય છે.
👩🦰🥄દાંતને ચમકાવવા માટે કે મોંમાં આવતી દુર્ગંધ ને દૂર કરવા માટે બેકિંગ સોડા ને ગુનગુના પાણીમાં મિશ્ર કરીને મો ની સફાય કરવાથી દાંત ચમકી ઉઠે છે.પણ રોજ રોજ આ વસ્તુ ના કરવી. અમુક અમુક સમયે કરવાથી સારો રિસ્પોન્સ મળે છે
👩🦰🥄પગમાં પડેલા ચીરા, છાલાઓને દૂર કરે છે. બેકિંગ સોડામાં થોડું સાદું પાણી ઉમેરી આ મિશ્રણને પગના ચીરા વાળા ભાગ પર હળવા હાથે ઘસો. આમ, થોડો સમય કરવાથી પગની તે તકલીફો દૂર થશે. તેમજ અમુક શરીરના કાળા થયેલા ભાગ પર પણ આ કામ કરવાથી તેની કાળાશ દુર થશે.
👩🦰🥄પૂરા શરીરની ત્વચાને સાફ કરવા માટે બેકિંગ સોડા ઉમેરેલા પાણીથી સ્નાન કરવું. જેનાથી શરીરની વિષાણુંજન્ય ગંદકીથી મુક્તિ મેળવી શકાય છે. આમ,કરવાથી ત્વચાને એક આવશ્યક પોષકતત્વ મળી રહે છે.
👉નોંધ- અહી તમારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો છો તો ત્યારપછી ચહેરાને સાફ કરીને તુરંત સ્કીનક્રીમનો ઉપયોગ અવશ્ય કરવો. આ ઉપરાંત સ્કીન સ્પેસ્યાલિસ્ટની સલાહ ચોક્કસ લેવી. જો એવી કોઈ જરૂર જણાય તો. અથવા તમારી સ્કીન ના પ્રકારને બેકિંગ સોડા સુટ ના કરે તો જરા ધ્યાન રાખવું.
બહેનો, તમને આ ટિપ્સ જરૂરથી ઉપયોગી બનશે. આવી બીજી ટિપ્સ જોઈએ તો કોમેન્ટમાં “Tips-2” જરૂર લખો જેથી બીજી આવી ટિપ્સ આપ સુધી લાવીશું. તેમજ રસોઈ વિષે બીજી માહિતી જોઈએ તો તેના વિષે પણ અમને કોમેન્ટ કરીને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે,- આભાર.