આજે અમે તમને ફળોમાં આવતા એક ફળ ચીકુ વિશે જણાવીશું. આ ચીકુના પેસ્ટના ઉપયોગથી તમારી સ્કીન એકદમ સોફ્ટ અને મુલાયમ બની શકે છે. મિત્રો ચીકુ એક એકદમ સ્વાદિષ્ટ, અને પૌષ્ટિક હોય છે. પણ તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. જે તમારી સ્કીનને નિખારે છે.
ચીકુ એ તમારા વાળ અને ત્વચાની સુંદરતા વધારે છે. તેમજ તમને એનર્જી પ્રદાન કરે છે. કારણ કે તેમ ગ્લુકોઝ ની માત્રા ભરપુર હોય છે. તે વિટામીન અને ખનીજોથી ભરપુર છે. આમ જો તમે ચીકુનો ઉપયોગ કરો છો તો તમારી સ્કીન એકદમ સોફ્ટ, મુલાયમ, ચમકદાર બને છે. હવે આપણે ચીકુના પેસ્ટ વિશે વાત કરીશું. આ પેસ્ટ દ્વારા તમે તમારી સ્કીન નિખારી શકો છો. સામાન્ય રીતે ત્વચાના પ્રકાર પ્રમાણે તમારે આ પેસ્ટ બનાવી જોઈએ. ચાલો તો તના વિશે વિસ્તારથી માહિતી જાણી લઈએ.
- બેજાન સ્કીનને નિખારવા માટે ચીકુ નો પ્રયોગ
આપણે જોઈએ છીએ કે દરેક ઋતુની અસર આપણા શરીર પર પડે છે. જે મુજબ આપણી સ્કીન બેજાન, સુકી, તેમજ ચમક વિહીન બની જતી હોય છે. આથી આવી બેજાન ત્વચામાં નિખાર લાવવા માટે તમે ચીકુનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. તે માટે અહી જણાવ્યા મુજબની સામગ્રી તૈયાર કરો. (સામગ્રી – 2 નાની ચમચી – થોડો બેસનનો લોટ , 2 નાની ચમચી – દૂધ , 1-2 ચમચી – સમારેલા ચીકુ)
- પેસ્ટ બનાવવા માટેની રીત
સૌ પહેલા આ બધી સામગ્રીને ભેગી કરીને તેને મિક્સ કરી લો અને આ રીતે આ પેસ્ટ તૈયાર કરો. હવે આ તૈયાર પેસ્ટ તમારા ચહેરા અને ગરદન પર લગાવો. જયારે પેસ્ટ સુકાઈ જાય પછી તેને થોડા ગરમ પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
- સ્કીનની કરચલીઓ દુર કરવા માટે ચીકુની પેસ્ટ
તમે ચીકુની પેસ્ટ થી તમારી સ્કીન પર રહેલ કરચલીઓ ને દુર કરી શકો છો. તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે જે તમારી સ્કીનમાં નિખાર આપે છે. ચાલો તો આની પેસ્ટ બનાવવાની રીત જાણી લઈએ. તે માટે પહેલા આ મુજબની સામગ્રી જાણી લો. (સામગ્રી 2 નાની ચમચી – ચીકુના ટુકડા, 2 નાની ચમચી – ગુલાબજળ, 2 નાની ચમચી – ચંદનનો પાઉડર )
- પેસ્ટ બનાવવા માટેની રીત
સૌ પ્રથમ તો ચીકુના ટુકડામાં ચંદનનો પાઉડર અને ગુલાબજળ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. તે સુકાઈ તો તેને થોડી થોડી વારે ભીના હાથે સ્પર્શ કરવો. લગભગ 30 મિનીટ પછી પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. આ ફેસ પેકનો ઉપયોગ તમે ચહેરા પરની કરચલીઓ દુર કરવા માટે કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.