🍋લીંબુનો ઉપયોગ દરેક ગૃહિણી રસોઈમાં કરતી જ હોય છે. દરેક વ્યક્તિને લીંબુનું સેવન કરવાનું પસંદ હોય છે. લીંબુમાં અનેક પોષક ગુણધર્મો રહેલા હોય છે. જે શરીરને ઘણા ખરાં રોગોથી બચાવે છે. આપણે લીંબુનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ તેની છાલ ફેંકી દેતા હોઇએ છીએ. આજથી તમે લીંબુની છાલને કચરો માનીને ફેંકી ન દેશો તે અનેક રીતે આપણને ઉપયોગમાં આવે છે. તો ચાલો તેના ફાયદા વિષે જાણીએ.
🍋-લીંબુની છાલને પાણીમાં નાખી ઉકાળો અને તે પાણી ઉકળી જાય એટલે તે પાણીમાં જ ડિર્ટજન્ટ પાઉડર નાખી કપડાં બોળવા. અથવા તમે વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે પણ મિક્સ કરી શકો છો. કપડામાં એક અલગ પ્રકારની ચમક આવવા લાગશે.
🍋-પહેલાના સમયમાં આપણે તાંબા પિત્તળના વાસણો ઘસવા માટે લીંબુ, આંમલીનું પાણી વગેરે જેવી ખાટી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તો તમે તેના માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલને મીઠામાં બોળો અને તેને વાસણ પર ઘસો. બરાબર ઘસાઇ જાય એટલે પાણી વડે સાફ કરી લો. ચોખ્ખા પાણીથી સાફ કરી તેને કોટન કપડા વડે સાફ કરી લેવા. એકદમ નવા જેવા ચમકવા લાગશે તમારા તાંબાના વાસણ.
🍋-💅ઘણી સ્ત્રીઓના નખ પીળા થઈ ગયા હોય છે. અને તેના કારણે બેજાન લાગવા લાગે છે. તો નખ પર તમે લીંબુની છાલ ઘસો. નિયમિત તમે લીંબુની છાલ ઘસો તો નખ એકદમ ચમકવા લાગશે અને સુંદર પણ દેખાશે.
🍋🦵-ઘણી સ્ત્રીઓ કે પુરુષોને પણ જોતા હોઈએ છીએ કે કોણી અને ગોઠણ કાળા પડી જતા હોય છે. અને તેના કારણે જ આપણા હાથ- પગ સુંદર દેખાતા હોતા નથી. તો તેના માટે તમે લીંબુંની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલ લેવી તેની ઉપર દળેલી ખાંડ લગાવી. હવે તેને કોણી અથવા ગોઠણ પણ ધીમેધીમે રગડો. પેડીક્યોરનો ખર્ચ તમે ધારો તો બચી જશે. 🍋-જો તમે રેગ્યુલર અઠવાડિયામાં બે કે ત્રણ વાર આ પ્રયોગ કરશો તો કોણી-ગોઠણ પરની કાળાશ દૂર થઈ જશે અને સુંદર દેખાવા લાગશે.
🍋-સ્ક્રબ તરીકે પણ તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલ તડકામાં સૂકવી દો, સૂકાય ગયા પછી તેનો પાઉડર બનાવી એક બરણીમાં સ્ટોર કરો. હવે આ પાઉડરને તમે ગુલાબજળ રેડીને સ્ક્રબની જેમ કરી શકો છો. ચહેરા સાથે હાથ અને પગ પણ લગાવી શકો છો. તમારી સ્કીનમાં ચમક આવી જશે. બ્યુટી પાર્લરના ખર્ચ બચી જશે.
🍋-ઘણા લોકોને ચહેરા પર ખીલના કારણે ડાઘ-ધબ્બા પડી જતા હોય છે. તેને દૂર કરવા માટે તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. લીંબુની છાલનો જણાવ્યા મુજબ પાઉડર બનાવી લેવો. પછી તેમાં ચણાનો લોટ, હળદર નાખી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને તમે હળવા હાથે ચહેરા પર લગાવી. 3થી 4 મિનિટ સુધી રહેવા દો. તે સૂકાય જાય એટલે ઠંડા પાણીથી સાફ કરી લો. આ પ્રયોગ નિયમિત કરશો તો ડાઘ ધીમેધીમે ઓછા થઈ જશે. ખીલ ઓછા થવા લાગશે જેથી ચહેરા પર નિખાર આવી જશે.
🍋-🚌ઘણા લોકોને ગાડી, બસ કે લકઝરીમાં બેસે એટલે ઉલ્ટી કે બેચેની જેવો અહેસાસ થતો હોય છે. તેનાથી બચવા માટે લીંબુની છાલના પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેને થોડી થોડી વારે સુંઘશો તો આ તકલીફ દૂર થઈ જશે.
🍋-🌱પૌષ્ટિક ખાતર તરીકેનું કામ કરે છે. લીંબુની છાલ. તેને પાણીમાં નાખી થોડો સમય રાખી કુંડામાં પાણી સાથે નાખવાથી ખાતર જેવું કામ કરશે.
🍋-લીંબુની છાલમાંથી ખટ્ટ-મીઠું અથાણું પણ બનાવી શકાય છે. તેના માટે તમારે લીંબુની છાલને મીઠું અને હળદર નાખી પંદર દિવસ સુધી તડકે રાખો. પછી તમે તેનો જમવામાં ઉપયોગ લ શકો છે. આ અથાણું સ્વાદિષ્ટ લાગશે.
🍋-🦠તમારી ફર્શને કિટાણું મુક્ત કરવી હોય તો લીંબુના છાલના ટુકડાને વિનેગરમાં દસથી પંદર દિવસ સુધી પલાળી રાખવા. તેનાથી ક્લીનર તૈયાર થઈ જશે. જ્યારે પણ તમારે ઘરમાં પોતું કરવું હોય ત્યારે પાણીની ડોલમાં બે ચમચી આ ક્લીનરનો ઉપયોગ કરવો. તમારું ફર્શ એકદમ સાફ થઈ જશે અને ચમકવા લાગશે.
🍋 તે સિવાય પણ લીંબુની છાલથી મોઢામાં આવતી દુર્ગંધ, કેન્સર જેવી બીમારી, દાંતને લગતી તકલીફ, હાડકાં મજબૂત બનાવે જેવી સમસ્યાને દૂર કરી શકે છે. આ સિવાય પણ ચહેરા પરની કરચલીઓ રોકવા માટે પણ લીંબુની છાલનો ઉપયોગ કરવો જોઈએ. તેના પાઉડરને ગુલાબજળ નાખી ચહેરા પર લગાવો.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટીપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.