અત્યારના આ પ્રદુષણ વાળા જમાનામાં ચહેરા પર દાગ,ખીલ અને ત્વચા ડલ પડવી આવી સમસ્યા દરેક છોકરા કે છોકરીને થાય છે. આવી સમસ્યાથી બચવા માટે મોંઘી-મોંઘી કંપનીની પ્રોડક્ટ યુઝ કરવા છતાં સ્કીન પ્રોબ્લમ દુર થતી નથી અને સમય જતા સ્કીન પર કરચલી પડવા લાગે છે. ત્વચાને સુંદર,મુલાયન બનાવવા માટે દેશી નુસ્ખા અપનાવવા જોઈએ. શિયાળામાં તો સ્કીન વધારે પ્રમાણમાં ખરાબ થવા લાગે છે. ચામડી કાળી પડવા લાગે છે.
તો આવી સમસ્યા માટે અમે આજે વાત કરવાના છીએ દેસી ઘીના નુસખા વિષે જે પહેલાના સમયમાં સ્ત્રીઓ કરતી હતી. જ્યારે આ પાર્લર કે કોઈ કંપનીના આવા ક્રીમ ના હતા ત્યારે પણ આપણી મહિલાઓ સુંદર દેખાતી હતી તેની સ્કીન ગોરી અને મુલાયમ રહેતી હતી તે પણ આવા ઘરેલુ ઉપાય કરતાં હતા જેનાથી કોઈ નુકસાન ના થાય અને ચામડી ગોરી અને ચમકદાર બની રહે.
અત્યારે શિયાળાની સીજન ચાલે છે. અત્યારે સૌથી વધારે ચામડીની સમસ્યા થતી હોય છે. તેની માટે દેસી ઘી સૌથી ઉત્તમ ઈલાજ છે પણ તેને લગાડવાની પદ્ધતિ સમજવી જરૂરી છે તે ઘી ચહેરા પર લગાડી દેવાથી નિખાર નહીં આવે તેની માટે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડે છે. તો ચાલો જાણીએ કેવી રીતે દેસી ઘીનો ઉપયોગ કરવો જોઈએ.
અત્યારે શિયાળો ચાલે છે અને સૌથી વધારે આપણી ચામડી સુકાઈ જવાની તકલીફ રહે છે જેનાથી સ્કીન ખેચાઇ અને ફાટી જાય છે તેની માટે દેસી ઘી સૌથી સારો ઉપાય છે. દેસી ઘીની અંદર ચામડીને મુલાયમ અને મોઈચ્યુરાઇજ કરવાના તત્વો રહેલા છે. સૌથી પહેલા અર્ધી ચમચી મલાઈ લો અને તેની અંદર પાંચ ટીપાં ઘી મિક્સ કરી ચહેરા પર લગાવો તે લગાવેલી વસ્તુ 20 મિનિટ રહેવા દો અને પછી મીડિયમ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો આ કામ 7 દિવસમાં 2 કે 3 વાર કરવું જેનાથી ફાટી ગયેલી સ્કીન જલ્દીથી સારી થવા લાગશે.
ઉમર નથી વધતી છતા ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે તેનું કારણ આ પ્રદૂષણ અને ચહેરા પર લાગતી ધૂળ, ધુમાડો, અલગ અલગ કેમિકલ વાળા પ્રોડક્ટ જેનાથી ચામડીની સમસ્યા જલ્દીથી ઊભી થાય છે અથવા કરચલીઓ પડવા લાગે છે. આ કરચલીઓ માટે સૌથી બેસ્ટ ઉપાય છે.
દેસી ઘી જેનાથી કરચલીઓ જલ્દીથી નીકળી પેલા જેવી ચમકીલિ સ્કીન બનાવે છે. અર્ધી ચમચી જેટલું ઘી હાથમાં લો અને તેને જે પણ જગ્યાએ કરચલીઓ પડેલી છે તે જગ્યા પર લગાવો તે ઘી 20 મિનિટ સુધી રહેવા દો પછી ઠંડા પાણીએ મોઢું બરાબર સાફ કરો. આ કામ નિયમિત કરવાનું રહેશે થોડા દિવસમાં કરચલીઓ નીકળવા લાગશે.
આંખોની નીચે દેખાતા કાળા દાગ જે દરેક મહિલાઓ માટે આ વસ્તુ ખાસ કરીને પરેશાની વાળી હોય છે. તે કાળા દાગ કાઢવા મુશ્કેલી વાળા હોય છે. મહિલાઓ પાર્લરમાં જાય છે તેમ છતાં તે દાગ નીકળવાની કોઈ ગેરંટી નથી રહેતી. તે સમસ્યા માટે ખાસ દેસી ઘી ઉપયોગી છે. આયુર્વેદમાં પણ કાળા દાગ દૂર કરવા માટેનો આ ઈલાજ મહત્વનો કીધેલો છે. રોજે દેસી ઘીના 5 કે 6 ટીપાં લેવા અને આંખોની પાસે પડેલા કાળા દાગ પર હળવા હાથે મસાજ કરવું 10 મિનિટ પછી તેને સાફ કરો ઠંડા પાણીથી આ કાર્ય 15 દિવસ સુધી કરવું કાળા દાગ નીકળી જશે.
આટલા ઉપાય છે ચામડીની સમસ્યા માટે જેનાથી આસાનીથી આ રોગો દૂર કરી શકાય છે તો આ વસ્તુને ઉપર કીધા પ્રમાણે ઉપયોગ કરો તેનાથી ચામડીની ઘણી સમસ્યા દૂર જતી રહેશે અને ચામડી બની જશે મુલાયમ અને ચમકીલિ પાર્લરમાં જઈને ખોટા રૂપિયા પણ ખર્ચવાની જરૂર નહીં પડે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.