સુંદર દેખાવા માટે યુવતીઓ અઢળક પૈસા ખર્ચ કરતી હોય છે. પાર્લરમાં જઈ નવા નવા પ્રયોગો કરી ત્વચા યુવાન અને સુંદર દેખાય તે માટે પ્રયત્નો કરતી હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર હોતી નથી કે કેટલાક ઘરેલુ ઉપચારથી તમારી ત્વચા અને ચહેરો બંને નિખારી શકશો.
અત્યારે જરાપણ બહાર નીકળીએ કે તરત ધૂળ, માટી, વાહનોનું પ્રદૂષણ સ્કીનને વધારે ડેમેજ કરવાનું કામ કરતી હોય છે. અને તેમાં પણ ઓફિસનો વર્ક લોડ સાથે ઉજાગરા, ઘરનું કામ વગેરે જેવા સ્ટ્રેસના કારણે સ્ત્રીની પોતાની ત્વચા દિવસ જતા ડલ પડવા લાગે છે. પરંતુ એક સામાન્ય ઉપાય કરીને તમે ઘરે જ સ્કીનને મુલાયમ અને સુંદર બનાવી શકશો.
પહેલાના સમયમાં મહારાણીઓ પણ આજ પ્રયોગ કરીને યુવાન દેખાતી હતી. પહેલા એટલા પાર્લર પણ નહોતા એટલા માટે ઘરે જ નુસખા કરીને સ્કીનને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરતી હતી તો ચાલો આજે તમને તેના ખાનગી પ્રયોગો જણાવીએ.
-જે રીતે આખા દિવસનો થાક શરીરને લાગતો હોય છે એવી જ રીતે ત્વચા પણ થાકી જતી હોય છે. તો તેને ફ્રેશ રાખવી જરૂરી બની રહે છે. તેનાથી જ તમને વધારો સારો દેખાવ મળશે.
-રોજ રાત્રે સૂતા પહેલા સ્નાન કરો. જેથી તમારો આખો દિવસનો થાક ઉતરી જશે અને ત્વચા પર લાગેલો મેલ પણ દૂર થઈ જશે. આપણે આખો દિવસ બહાર ફરીએ ત્યારે ભલે દુપટ્ટો કે બીજી કોઈ વસ્તુથી ત્વચાને કવર કરી હોય પરંતુ થોડી ગંદકી જમા થતી હોય છે. તો સ્નાન તે દૂર થશે.
માટે બની શકે તો રાત્રે સ્નાન કરતી વખતે દૂધ અને મધ મિક્સ કરીને સ્કીન પર લગાવી સ્નાન કરવું જોઈએ. રાણીઓ પણ આ રીતે જ નહાતી હતી. તેના માટે તમારે અડધો ગ્લાસ દૂધ અને બે કે એક ચમચી મધ લેવાનું રહેશે. રોજ આ રીતે સ્નાન કરશો તો સ્કીન સોફ્ટ રહેશે.
-જો તમે ઓફિસ કે કોઈ ફંક્શનમાં જાવ ત્યારે મેકઅપ કરો છો તો રોજ રાત્રે તે મેકઅપ હટાવીને જ સૂવું જોઈએ. જેથી સ્કીન સ્વસ્થ રહે અને તેને પણ શ્વાસ લેવામાં રાહત રહે. જો સ્કીન પર ગંદકી જામેલી હશે તો ખીલ અને દાગ-ધબ્બા થઈ જશે. માટે બને તો રાત્રે ગમે તેટલા લેટ આવ્યા હોવ પહેલા મેકઅપ રિમૂવ કરો પછી સૂવું. અને મેકઅપ રીમૂવ કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તેના માટે ગુલાબજળ યુઝ કરવું. અથવા દૂધ વાળું કોટન કરીને મેકઅપ દૂર કરવો જોઈએ. જેથી સ્કીન એકદમ તાજગી વાળી બની જશે.
-તમને જે સાબુ પસંદ હોય અને તમારી સ્કીનને જે સાબુ થતો હોય તે શોપ યુઝ કરીને રોજ રાત્રે નહાવું જોઈએ. ઘણા લોકો ઠંડીની સીઝનમાં નહાતા હોતા નથી તો થોડું ગરમ પાણી કરી અથવા ગરમ પાણીવાળો રૂમાલ કરીને બોડી પર ફેરવી દેવો જોઈએ. જેથી તમારા શરીરને લાગેલો થાક ઉતરી જશે.
-આ રીતે જો રાત્રે સૂતા પહેલા ઉપાય કરશો તો તમારો ચહેરો એકદમ સુંદર બની જશે. સાથે બોડીમાં પણ નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવો અહેસાસ થવા લાગશે.
સપના વિષે ની આ માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.