🙏આજના નિષ્ણાતો પણ પોષણની જરૂરિયાતને પહોંચી વળવા દવાઓને બદલે કુદરતી ખોરાકનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. રોજિંદા આહારમાં તમે કેટલીક એવી વસ્તુ લેવાનું શરૂ કરો જેનાથી તમે 40ની ઉંમરે પણ 25 ના દેખાવ. તો ચાલો જાણીએ આજે સારા સ્વાસ્થ્ય માટેના મહત્ત્વપૂર્ણ પોષક તત્વો વિશે.
🍚દહીં- દરેકના ઘરમાં દહીંનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તેની અંદર રહેલા પોષક તત્વો વિષે આપણે જાણતા હોતા નથી. તેની અંદર કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ વગેરે હોય છે. જે દૂધ કરતાં દહીં વધારે ફાયદાકારક માનવામાં આવે છે. દહીં હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. કેમ કે તેમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે. તે સિવાય પણ રોગપ્રતિકારક શક્તિ પણ દહીં વધારે છે. પાચન શક્તિ મજબૂત બનાવે છે.
🍚દહીં સ્કિન માટે પણ ગુણકારી છે. તે ત્વચામાં ગ્લો લાવવાનું કામ કરે છે. દહીને તમે થોડા મધ સાથે ભેળવીને તમે ચહેરા પર રોજ લગાવો. તેનાથી થોડા જ સમયમાં સ્કીન ગળો કરવા લાગશે. દહીં જેટલું ખાવામાં ગુણકારી છે તેટલું સ્કીન પર લગાવવામાં પણ ગુણકારી છે.
🍊નારંગી- નારંગીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે સાથે પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે. નારંગીનો રસ એટલું જ નહીં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લોહીને શુદ્ધ બનાવે છે જેનાથી તમારી શુષ્ક ત્વચા અને કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે.
🍊તમારી રક્તવાહિનીઓ પણ મજબૂત બને છે જે શરીરને સ્વસ્થ અને અંદરથી મજબૂત બનાવે છે. શરીરના દરેક અંગને લોહી પહોંચાડે છે. જેથી શરીર તંદુરસ્ત રહે છે. નારંગીમાં ફ્લેવોનોઈડ્સ હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે. તે રક્ત કોશિકાઓના કાર્યમાં પણ સુધારો કરે છે. નારંગીનો ખાટો રસ કિડનીમાં પથરી થવા દેતી નથી.
🍅ટામેટા- ટામેટા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા દેશમાં ટામેટાનો ખૂબ જ ઉપયોગ થાય છે. કોઈપણ શાકમાં ટામેટા વગર સ્વાદ આવતો નથી. ટામેટામાં એન્ટીઓક્સિડેન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ, વિટામિન સી, લાઈકોપીન જેવા ગુણો હોય છે. જે ત્વચા માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે.
🍅તમારી આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સને દૂર કરી ત્વચાને નિખારવાનું કામ કરે છે. તે ત્વચાને મુક્ત રેડિકલ્સથી સુરક્ષિત કરે છે. તે ત્વચા પરની કરચલીઓ પણ ઘટાડે છે. ટામેટાંમાં વૃદ્ધત્વ વિરોધી ગુણ હોય છે. તે કરચલીઓ અને ફાઈન લાઈન્સને ઘટાડે છે. તેઓ ત્વચાને પણ સાફ રાખે છે. ખીલ અને ડાઘ ધબ્બાને દૂર કરવાનું કામ કરે છે. ચહેરાને ચમકીલો બનાવે છે. તમે ટામેટાનું ફેસપેક બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.
🥕ગાજર– સામાન્ય રીતે ચહેરાની સુંદરતા યંગ અને ગ્લોવિંગ સ્કીન દ્વારા માપવામાં આવતી હોય છે. તેના માટે ત્વચાને લાંબા સમય સુધી હેલ્ધી અને સુંદર બનાવી રાખવા માટે હેલ્ધી ડાયેટ લેવું જરૂરી છે. જે સ્કીનને ગ્લોવિંગ અને યંગ રાખે છે. મોટી ઉંમરે પણ નાના દેખાઈએ છીએ.
🥕ગાજર સ્કીન માટે જ નહીં આંખો માટે પણ એટલા જ જરૂરી છે. તે આંખોની રોશની તેજ કરવાનું કામ કરે છે. સાથે સાથે દાંતમાં સડો થતાં અટકાવે છે. દાંતમાં કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો ગાજર ખાવાથી દૂર થાય છે. તે આંખોની અંદરના ભાગને વધારે ફાયદો આપે છે.
🥕તે સિવાય સ્કીનને ગ્લોઇંગ અને સ્પોટલેસ બનાવે છે. ગાજરમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચાને અંદરથી ડિટોક્સ કરવાનું કામ કરે છે. ચહેરો ચમકાવે છે. ગાજરમાં રહેલા વિટામિનએ ખીલ અને એજિંગને પણ દૂર કરે છે.
🥬પાલક- લીલા શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તેનાથી થાક અને એનિમિયા તો દૂર થાય છે જ સાથે ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ દૂર થાય છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન, વિટામિન કે અને સી હોય છે. પાલકનો લેપ ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે. ચહેરાની સુંદરતા વધે છે. ચહેરા પરથી ઓઇલ દૂર કરીને ત્વચાનો ગેલઇંગ બનાવે છે. એટલું જ નહીં તે મગજને તેજ બનાવે છે. હાઈબ્લડપ્રેશર ઓછું કરે છે. માટે ખોરાકમાં પાલકને સામેલ કરવી જોઈએ.
જો આવી સ્કીન વિષેની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.