🐝 મધમાખી કરડે તો ખૂબ જ પીડા અને દર્દ થાય છે. જો એક કરતાં વધારે કરડે તો ઘણાને રીએક્શન પણ આવી શકે છે. જ્યારે આપણને મધમાખી કરડે છે ત્યારે આપણા વડીલો તુલસીના ક્યારાની કાળી માટી લગાવવાનું કહે છે. મધમાખી કરડે તે સમયે ઘરે જ કેટલાક ઉપાય કરી શકાય છે.
🐝 જેટલું મધ મીઠું છે એટલી જ માખીના ડંખની પીડા કષ્ટદાઈ છે. માખી કરડે તે ભાગમાં સોજો, પીડા અને ખંજવાળ વધારે થાય છે. ઘણા લોકોને તેની એલર્જી હોય છે તો કેટલાકને તેની પીડાના કારણે તાવ પણ આવી જાય છે. આ દુખાવો સામાન્ય જ હોય છે તે માત્ર એક કે બે દિવસ માટે જ હોય છે. પરંતુ તેની પીડા કે સોજાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો કરી શકાય જેથી રાહત મળે.
🐝 મધમાખી કરડી છે તે ભાગને એક વાર ધ્યાનથી જુઓ જો તેમાં મધમાખીનો ડંખ હશે તો તે જલ્દીથી મટશે નહિ. આ ડંખમાં ઘણું જ ઝેર હોય છે. સૌ પ્રથમ તે ડંખને દૂર કરો આ ડંખને હાથથી ન કાઢો પરંતુ લોખંડ ઘસવાથી તે સરળતાથી કાઢી શકાય છે.
🐝 (1) બરફ : જે ભાગમાં મધમાખીએ ડંખ દીધો છે તે ભાગ પર જો બરફ ઘસવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે. બરફ ઘસવાથી દુખાવો ઓછો થાય છે અને સોજો પણ ઓછો આવે છે. આ રીતે બરફ ઘસીને રાહત મેળવી શકાય છે.
🐝 (2) મધ : જે ભાગમાં મધમાખી કરડી છે ત્યાં ડંખને દૂર કર્યા બાદ મધનો પ્રયોગ કરી શકાય છે. મધમાં જે એન્ટિસેપ્ટીક ગુણ છે તે મધમાખીના ડંખના ઝેરને ફેલાતા અટકાવે છે અને દર્દમાં પણ રાહત આપે છે. આમ મધ લગાવીને તમે પીડા ઓછી કરી શકો છો.
🐝 (3) બેકિંગ સોડા : બેકિંગ સોડા એટલે આપણે જે રસોઈમાં વાપરીએ છીએ તે સોડા. આ બેકિંગ સોડામાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને એન્ટિ સેપ્ટિક એવા ગુણો રહેલા છે. બેકિંગ સોડામાં થોડું પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ડંખવાળા ભાગમાં લગાવવાથી ખંજવાળ અને સોજામાં રાહત મળે છે.
🐝 (4) ટૂથ પેસ્ટ : મધમાખીના ડંખ પર તમને ટૂથ પેસ્ટ પણ રાહત આપી શકે છે. ટૂથ પેસ્ટમાં એલ્કલાઇન નામનું તત્વ હોય છે જે તમને મધમાખીના ડંખની પીડાથી બચાવે છે. આ ઉપાય એવો છે કે જે દરેક કરી શકે છે અને તાત્કાલિક પણ થઈ શકે છે.
🐝 (5) એલોવેરા ( કુંવાર પાઠું ) : એલોવેરામાં રહેલા ગુણ મધમાખીના ડંખથી થતી પીડાને દૂર કરે છે. સોજો દૂર કરીને ઠંડકનો અનુભવ કરાવે છે. મધમાખીના ડંખ પર એલોવેરા લગાવતા જ દર્દ ભાગે છે અને સોજો પણ ખૂબ જ ઓછો ચડે છે. આમ એલોવેરા ઘણો જ ફાયદો પહોંચાડે છે.
જો આ મધમાખી કરડે તો કરવાના ઉપાયો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.