💁સુંદરતા અને તંદુરસ્તી મેળવવાનું રાજ એટલે ભુજંગાસન💁
💁દોસ્તો,આજના સમયમાં લોકોને ફિઝિકલી અને મેન્ટલી રીતે સ્વસ્થ રહેવા માટે ઘણા કૃત્રિમ ઉપાયો કરવા પડે છે અને આમ છતા પણ તેને જોઈતી સુંદરતા કે ફિટનેસ મળતા નથી. પહેલાના સમયમાં લોકો આવા કોઈ પણ ઉપાય વગર જ એમ જ સુંદર લાગતાં હતા. એ સમયમાં લોકોની જે જીવનશૈલી હતી તે જ એટલી સ્ટ્રોંગ હતી કે તેઓ વૃદ્ધત્વ સુધી ફિટ રહી શકતા હતા. સાથે તેઓની તંદુરસ્તી પણ ગજબની હતી.
💁તો આજે આપણે જે આસનની વાત કરવાના છીએ તેનાથી આપણને અદભૂત કહી શકાય તેવા ફાયદા થવાના છે. આ આસન કરવાથી શારીરિક કોઈ નાની-નાની તકલીફો હોય તો તે પણ ગાયબ થાય છે. સાથે તમારા શરીરને સુંદર અને ઘાટીલું બનાવવામાં પણ મદદ કરશે. આ આસનનું નામ તેના આકાર ઉપરથી રાખવામાં આવેલું છે. એટલે કે ભુજંગ નો અર્થ થાય છે સાપ. જે પોતાની ફેણ ઉઠાવીને ઊભો હોય તેવો આ આસનનો આકાર બનતો હોવાથી આ આસનને ભુજંગાસન નામ આપવામાં આવેલું છે. આ આસનને કોબ્રાપોઝ તરીકે પણ લોકો જાણે છે.
💁ભુજંગાસન કરવાની યોગ્ય રીત : આ આસનમાં તમારે જેમ શવાસનમાં જેવી રીતે આકાશ તરફ મુખ રાખીને ચત્તા સૂઈ જવાનું હોય છે. તેનાથી બિલકુલ વિરુધ્ધ બન્ને પગ પૂરા સીધા કરી પગના પંજા લંબાવી પેટ ઉપર ઉંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને અડકશે અને બન્ને હાથ બાજુ પર પાસરેલા હશે.
💁હવે તમારે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. દાઢીને લંબાવીને બહાર કાઢો. માથું ઊચું કરો. અને સાથે છાતી ઊચી કરો. આ તમામ ક્રિયા ધીમે-ધીમે કરવાની છે. હાથનો ટેકો પણ લેવાનો નથી.
💁આ સમયે પગના અંગૂઠાથી નાભીપર્યતનું શરીર જમીનને અડકાયેલું હશે. હાથની હથેળીઓને જમીન પર હશે અને પીઠની મસપેશીઓના બળથી શરીર છાતી સુધી ઊચું થયેલું હશે. આમ છાતી સુધીનો ભાગ ઊચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભી સુધી પેટ ઉચકવાનું છે. આ વખતે બન્ને હાથનો થોડો ટેકો લેવાનો છે. અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે.
💁હવે જોઈએ છેલ્લી સ્થિતિ આ પોઝિશનમાં આવ્યા બાદ આકાશ તરફ જોઈને કરોડને થોડોક વધારે વળાંક આપો. હાથને પૂરેપૂરા સીધા કરવાના નથી કે ખભાને ઉચકવાના નથી. કોણીમાંથી કાટખૂણાથી થોડો મોટો ખુણો બને તેમ બન્ને હાથ રાહેવા રહેવા જોઈએ. આ આસન અહી પૂરું થાય છે.
💁આ આસન તમારે 20 થી 30 સેકેન્ડ સુધી કરવાનું છે. ત્યારબાદ ખૂબ જ ધીમેથી શરીરને નીચું લાવવાનું છે. શરૂઆતમાં જે પેટના બળે જમીન પર સુવાની ક્રિયા છે તે પોઝિશનમાં આવીને થોડો વિશ્રામ કરવો. જેટલો સમય આ આસન કરવામાં લગાવ્યો એટલો સમય વિશ્રામ પણ જરૂરી છે.
💁જ્યારે તમે આ આસનની શરૂઆત જ કરી છે ત્યારે તે માત્ર 3 વાર જ કરવું અને થોડા સમય બાદ તેને તમે વધારીને 15 થી 20 વાર પણ કરી શકો છો. આ આસનમાં તમે શરૂઆતમાં 20 સેકેન્ડ જ રહો તે યોગ્ય છે બાદ તેનો સમય તમે વધારી શકો છો. પરંતુ જો શરીરને કોઈ કષ્ટ પહોંચે તો આ આસનમાં વધારે રહેવું જોખમ ભરેલું છે. આ આસન બહેનો માટે ઘણું જ લાભ દાઈ છે. તો ચાલો જોઈએ તેના લાભ.
💁ભુજંગાસનકરવાના ફાયદાઓ :આ આસન મહિલા વર્ગને ઘણો જ લાભ આપે છે તેઓને માસિક ધર્મની જે કોઈ પણ તકલીફ હોય તે દૂર કરે છે. તેમજ પ્રજનન સંબંધી જે કોઈ પણ નાની- મોટી મુશ્કેલી હોય તે પણ દૂર થાય છે.
👉ભુજંગાસનથી પીઠ અને પેટની માંસપેશી સબળ અને નીરોગી બને છે તેમજ પેટની પેટની અંદરના અવયવો પણ વધારે કાર્યક્ષમ બને છે. એથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. જમ્યા બાદ જો પેટમાં ગેસની તકલીફ થઈ હોય તો તે આ આસનથી દૂર થાય છે. કબજિયાતની તકલીફ દૂર થાય છે.
👉ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. ફેફસાને પ્રશ્વાસ વખતે પૂરેપૂરો વિકસવાનો અવકાશ મળવાથી શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હદય બળવાન બને છે. મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુ મજબૂત બને છે.
👉મહિલાઓને ગર્ભાશય અને બીજાશયમાં સુધાર આવે છે તેથી માસિક વિના કષ્ટ આવે છે. અને માસિક સંબંધી કોઈ પણ ફરિયાદ દૂર થાય છે. કફ, પિત્ત જેવી તસિરના લોકો માટે આ આસન ખૂબ જ ફાયદા કારક છે.
💁ભુજંગાસન કરવાતા સમયે રાખવાની સાવધાની :1- જ્યારે તમે આ આસન કરો છો ત્યારે કોઈ એક હાથ પર પૂરું વજન નથી આપવાનું, બન્ને હાથ પર સમાન જ વજન આપવું. 2-જેઓની કરોડ અક્કડ હોય તેણે સરળતાથી વાળી શકાય તેટલી જ કરોડ વાળવી વધારે જોર આપીને તેને ક્યારેય ના વાળવી આ આસનથી જેમ જેમ વધારે અભ્યાસ થશે તેમ તે વધારે વળશે. 3- જો પીઠમાં દુખાવો જણાય તો આ આસન ના કરવું અને બે ત્રણ દિવસ આરામ જ કરી લેવો. 4-સારણ ગાંઠના દર્દીઓએ આ આસન ક્યારેય ના કરવું જોઈએ. 5- ગર્ભવતી બહેનો એ આ આસન ના કરવું. તેમજ માસિક ધર્મ હોય તે દરમ્યાન પણ આ આસન ના કરવું જોઈએ. 6- શરીરમાં કોઈ નાનું-મોટું ઓપરેશન કરાવેલું હોય તો ડોક્ટરની સલાહ લઈને જ આ આસન કરવું.
જો ભુજંગાસન ના ફાયદા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.