મિત્રો આપણે આપણા રોજિંદા જીવનમાં લીલા શાકભાજી નો ઉપયોગ તો કરતા જ હોઈએ . અને તે આપણી હેલ્થ માટે જરૂરી પણ છે. આપણે જે શાકભાજી નું સેવન કરીએ છીએ તેનાથી આપણને શો લાભ થાય છે તેની આપણે જો માહિતી ના હોય તો આપણે તેના સ્વાદના ગમા-અણગામા તરફ જઈને તે ખાવાનું ટાળીએ છીએ.
આજે આપણે સરગવા વિશે થોડું જાણીએ, આયુર્વેદ ની દ્રષ્ટિએ સરગવામાં અઢળક ગુણ સમાયેલા છે. આ વૃક્ષ ને ‘ટ્રી ઓફ હેવન’ પણ કહે છે. કેમ કે સરગવાના માત્ર 100 ગ્રામ પાન માં વિટામિન-C સંતરા થી 7 ગણું, વિટામિન -A ગાજર થી 4 ગણું,કેલ્શ્યમ દૂધ થી 4 ગણું, પોટેશ્યમ કેળાં થી 15 ગણું,આયરન પાલક થી 25 ગણું સમાયેલું છે. આ પૂરું વૃક્ષ એન્ટિઓક્સિડંટ છે. સમગ્ર વૃક્ષ પાન, છાલ સિંગ નું ચૂર્ણ મલ્ટીવિટામિન કેપ્સૂલ સમાન છે.
ચાલો મિત્રો આજે આપણે સરગવા નું સૂપ કેવી રીતે બનાવી બનાવી શકાય તે જોઈએ.
સરગવાનું સૂપ બનાવવાની રીત – સર્વપ્રથમ સરગવાનું સૂપ બનાવવા માટે સરગવાની દરેક સિંગને ખુબ જ સારી રીતે ધોઈ લેવી. ત્યારબાદ તેના નાના-નાના ટુકડા કરવા અને એક બાઉલ માં 3 ગ્લાસ પાણી લઈ, ગેસ પર ખુબ જ ધીમી આંચ પર પાણીને ઉકાળવું. જ્યારે તે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં સરગવાના તૈયાર કરેલા ટુકડાને ઉમેરવા. જો તમે ચાહો તો તેમાં સરગવા ના થોડા પાન પણ ઉમેરી શકો છો. જેનાથી પાનમાં રહેલા પોષક તત્વો નો પણ આપણને ફાયદો થઈ શકે.
હવે બાઉલ માં ઉકળી રહેલું પાણી 1/4 (ચોથા ભાગ જેટલું) રહે ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારપછી સિંગ નો વચ્ચે રહેલો ગર્ભ કાઢી તેને સુપમાં ઉમેરો અને સીંગના ઉપરના ભાગને કાઢી નાખો. સુપમાં ઉમેરેલા પાનને પણ દૂર કરો. ત્યાર બાદ જો સરગવાનો ગર્ભ થોડો જાડો રહી ગયો હોય તો તેને હલાવીને એકદમ સ્મૂથ કરી નાખવો. હવે આમાં આપણે થોડું મીઠું, મરી,અને સંચળ નો પાઉડર ઉમેરી ખુબ જ સારી રીતે મિશ્ર કરી લો. ત્યારબાદ આ સુપને પીવાના ઉપયોગમાં લો.
સરગવાના સૂપ કેવા અને કેટલા રોગના પેશન્ટોએ પીવું જોઈએ.. જાણો નીચે
સરગવાનું સૂપ જો નિયમિત પણે પીવામાં આવે તો સ્ત્રી અને પુરુષ બંને ની શારીરિક હેલ્થ માં ઘણો જ ફાયદો થાય છે. સરગવાના સંપૂર્ણ વૃક્ષ માંથી આપણને અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે. (1) સરગવામાં કેલ્શ્યમ,આયરન વધુ હોવાથી તે હડકાઓને મજબૂત બનાવેછે.
(2) આયર્નનું પ્રમાણ વધુ હોવાથી લોહીની ઉણપ દૂર થાય છે. ઘણી વાર આયર્નની કમી હોય તેવા લોકોને ડૉક્ટર અઅ સૂપ પીવાની અથવા સર્ગવાનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. તેમ છતાં તમને આયર્નની કમી ના હોય તો પણ આ સૂપ પિય શકો છો જેથી ભવિષ્યમાં કોઈ કમી ના ઊભી થાય.
(3) લિવરને સ્વસ્થ રાખે છે. લીવર સબંધિત સમસ્યા હોય તો, તમે સર્ગવાનું સૂપ પિય શકો છો. જેથી તમારી કોઈ પણ સમસ્યા દૂર થશે તેમજ લિવરને મજબૂત બનાવવામાં સર્ગવાનો ખૂબ મોટો ફાળો બની શકે છે.
(4) પાચન સુધરે છે, કબજિયાત દૂર કરે છે, આમ આતરડાને સ્વસ્થ રાખે છે. તેમજ જે લોકોને પેટની કોઈ પણ સમસ્યા હોય તો તેઓએ અઅ જ્યુસનું સેવન જરૂર કરવું જોઈએ. જેનાથી એકદમ ઓછા સમયમાં પેટની બીમારીમાં તમને ફાયદો દેખાઈ આવશે.
(5) ડાયાબિટીસ માં પણ તે ફાયદા કારક છે. (6) બ્લડપ્રેસર ને ઘટાડે છે. (7) કોલેસ્ટ્રોલ ને ઘટાડી લોહીને ગાંઠતું આટકાવે છે. જેનાથી હાર્ટઅટેક આવવાની સંભાવના ઘટે છે. સરગવાનું સૂપ આ બિમારીઓમાં ખૂબ જ ફાયદા કારક છે. તેથી જરૂર અઅ રોગોના પેશન્ટએ જરૂર સરગવાના સૂપનું સેવન કરવું જોઈએ.
(8) માથાના દુખાવામાં પણ રાહત આપે છે. (9) સિજનલ બીમારીઓ માં પણ સરગવા ના સેવનથી ખુબજ ફાયદો થાય છે.10 વજન ઘટાડવામાં ઉપયોગી છે. (11) સોજા અને દુખાવામાં પણ પેનકીલર નું કામ કરે છે..
કુપોષણથી પીડાતા બાળકો માટેતો આ અકસીર દવા છે.. આયુર્વેદ માં તો સરગવાને 300 થી વધારે દર્દ ની દવા તરીકે બતાવવામાં આવે છે.. થોડો સમય કાઢીને આ આર્ટિકલને જરૂરથી share કરજો.
તમને આ હેલ્થ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.