આમળમાં અમૂલ્ય વિટામીન્સ રહેલા હોય છે. આમળાની કોઈ પણ વસ્તુ બનાવો તો પણ તેના વિટામીન્સ જળવાઈ રહે છે જેમકે, આમળાનું જ્યુસ, આમળાનો મુરબ્બો, આમળાનું ચૂર્ણ વગેરે બનવાથી પણ તેના વિટામીન્સ ઓછા થતાં નથી આયુર્વેદમાં પણ આમળના ગુણો વિષે ઘણું કહેલું છે અને ઘણા વર્ષોથી લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આમળામાં વિટામિન સી સૌથી વધારે આમળમાં મળી આવે છે.
આમળાનો વધુ ઉપયોગ શિયાળામાં થાય છે. ડીસેમ્બર થી લઈને માર્ચ-એપ્રિલ સુધી આમળાનું સેવન ખુબ લાભદાયક છે. સૌ પ્રથમ નીચે જાણો કે આમળાનું જ્યુસ કેવા કેવા ગંભીર રોગોમાં ઉપયોગમાં આવે છે. તેમજ ત્યાર બાદ નીચે જાણો આમળાનું જ્યુસ બનાવવાની સાચી રીત જે મોટા ભાગના લોકોને ખબર નથી.
આમળાથી ઘણા અલગ અલગ રોગોની દવા બનાવવામાં આવે છે. આમળામાં 70 ટકા થી વધુ પાણી રહેલું હોય છે, તેથી શરીરના અને ચામડીના રોગો માટે આમળાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. આમળાનો ઉપયોગ ઘણી દવાઓમાં કરવામાં આવે છે જેનાથી શરીરના અલગ અલગ ભાગના અંગો માટે ઉપયોગ થાય છે. હાડકાના દર્દ, લોહીની ઉણપ, હ્રદયની સમસ્યા, મોટાપો, આ બધા રોગમાં આમળાનું ચૂર્ણ વધારે ઉપયોગ કરવામાં આવે છે.
અત્યારના મોર્ડન સમયમાં માણસને ખાવા-પીવાની ખબર રહેતી નથી. જે પણ વસ્તુ મળે તે ખાઈ લેતા હોય છે અને તેનાથી શરીરમાં પાચન શક્તિ નબળી પડે છે, તેનાથી પેટની સમસ્યા ઊભી થાય છે. એસિડિટી, કબજિયાત, અપચો, આ રોગો માટે માણસ ડોક્ટરો પાસે જતાં હોય છે. આ વસ્તુની દવા લેવા કરતાં પહેલા ખાવા-પીવામાં કંટ્રોલ કરવું પડે અને બહારનું જેટલું ઓછું ખવાય તે સ્વાસ્થ માટે સારું ગણવામાં આવે છે.
અત્યારના સમયમાં મહિલાઓ માટે વાળની સમસ્યા ખુબજ વધતી જાય ચ્હે તણું કારણ કેમિકલ વાળા શેમ્પૂ અને ખાવા-પીવામાં કંટ્રોલ નથી રહેતો જેનાથી વાળને જે પોષણ મળવું જોઈએ તે નથી મળી શકતું તેથી વાળ કમજોર અને ખરવા લાગે છે. તે વાળની સમસ્યાન માટે આમળને એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે.આમળની અંદર આવતું એસિડ વાળને અંદરથી મજબૂત બનાવે છે જેનાથી વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે.
વાળને પ્રોટીન આપે છે જેનાથી વાળને સિલ્કી બનાવે છે. હવે જ્યારે પણ વાળની સમસ્યા થાય ત્યારે આમળાનો ઉપયોગ કરવો જેનાથી કોઈ નુકસાન થશે નહીં. આમળને સૂકવી તેનો પાવડર બનાવી, તે પાવડરને પાણીમાં મિક્સ કરી તેનો પેસ્ટ બનાવી પછી વાળમાં લગાવો. થોડા સમય પછી તેને સારી રીતે સાફ કરવું.
ચહેરા પર મહિલાઓને કાળા સર્કલ એટલે કે, કળા કુંડાળા પડી જતા હોય છે જેને કાઢવા ઘણા મુશ્કેલ છે પણ હવે તેને કાઢવા માટે બહુ મુશ્કેલી નહિ પડે તેની માટે આ ઉપાય કરો અને આસાનીથી કાળા ધબ્બા દુર થઇ જશે. તેની માટે પહેલા આમળાનો રસ લેવાનો તેની અંદર સાફ કોટન ભીનું કરો અને તે કોટનને કાળા ધબ્બા પર થોડા વજન સાથે ઘસો આ કાર્ય રાત્રીના સમયે કરવું જેનાથી તે ઘસેલા ભાગ ઉપાય ધૂળ કે કોઈ જીણી વસ્તુ ચોટે નહિ. આ કાર્યથી ચહેરો ગ્લો કરશે અને ચમકીલો બનશે.
ડાયાબિટીસની સમસ્યા આધુનિક યુગમાં વધતી જાય છે તેનું કારણ છે અત્યારનું ભેળસેળવાળું ભોજન. જે આપણે હોશે હોશે ખાઈએ છીએ, તેનાથી શું નુકસાન થાય છે તે નથી સમજતા તો ચાલો જાણીએ કે, ડાયાબિટીસ જેવા રોગને કંટ્રોલમાં રાખવા શું શું કરવું જોઈએ અને આ રોગને જડથી પણ કાઢી શકાય છે તેની માટે થોડો સમય લાગે છે પણ શક્ય છે. આ રોગ ના દર્દીને આમળાનું ફ્રેશ જ્યુસ રોજે સવારે કઈ પણ ખાધા વગર પીવું અને રાત્રે જમ્યા પછી 3 કલાક પછી એક ગ્લાસ પીવું જેનાથી શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે
આમળાના જ્યુસથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં રહે છે. ડાયાબીટીસના ના રોગી માટે ખાસ આ વસ્તુ ઉપયોગી છે ડાયાબીટીસના દર્દીને આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે સવારે આ જ્યુસ પીધા પછી 1 કલાકના સમય સુધી કઈ પણ બીજી વસ્તુનું સેવન કરવું નહિ. જો વધુ ડાયાબીટીસ હોય તો, ડોક્ટરની સલાહ લઈને આ જ્યુસનું સેવન કરવું.
- આમળાનું જ્યુસ બનાવવાનાની સાચી રીત.
સૌ પ્રથમ ૧ કિલો કે ૫૦૦ ગ્રામ આમળાં લો, તેને ધોઈ નાખો.. ત્યાર બાદ તે આમળાને નાના નાના ટુકડા કરી લો અને તેના ઠળિયા એક સાઈડ હટાવી દો. હવે તે આમળાના નાના નાના ટુકડામાંથી થોડા ટુકડા મિક્સરમાં નાખીને તેને ક્રશ કરો, બિલકુલ પ્રવાહી થઇ જાય ત્યાં સુધી તેને ક્રશ કરો. ત્યાર બાદ બહાર કાઢીને તેને એક સુતરાવ કપડામાં કાઢીને તેને ગાળી લો.
હવે, તેમાંથી વધેલો પલ્પ ને એક સાઈડ મૂકો. ફરીથી થોડા નવા ટુકડા લઈને આ પ્રોસેસ ફરીથી કરો. અંતમાં હવે, પેલા વધેલા પલ્પ થોડો થોડો કરીને મીક્ષરમાં ફરીથી પીસો. તેમાંથી હજુ થોડું જ્યુસ નીકળી શકે છે. હવે, તૈયાર છે તમારું જ્યુસ. આ જ્યુસને ફ્રીઝમાં રાખીને તેનો ૧૫ દિવસ સુધી તેનો પ્રયોગ કરી શકો છો. ૧ કિલો આમળામાંથી ૫૦૦-૭૦૦ ગ્રામ જેટલું જ્યુઝ નીકળી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.