આપણા શરીરનું સૌથી મોટો મહત્વપૂર્ણ ભાગ છે ત્વચા. ત્વચા આપણા સમગ્ર શરીરનું બહારનું આવરણ છે. જે આપણા શરીરનું રક્ષણ કરે છે. માટે ત્વચાની સાળસંભાળ કરવી ખુબ જ જરૂરી છે. ત્વચાની સફાઈ કરવા માટે ન્હાવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને સુંદર રહેવા માટે નિયમિત સ્નાન કરવું ખુબ જ જરૂરી છે.
પરંતુ ઘણી વખત આપણે સ્નાન કરતી વખતે અમુક એવી ભૂલો કરતા હોય છે જેના કારણે આપણને સ્નાન કરવાના ફાયદા થવાના બદલે નુકશાન થાય છે. આયુર્વેદમાં ન્હાવાના ખુબ જ જરૂરી નિયમો જણાવ્યા છે તે નિયમોને અનુસરીને જો ન્હાવામાં આવે તો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ લાભ થાય છે.
સ્નાન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય
શાસ્ત્રોમાં સ્નાન કરવા માટેનો અલગ અલગ સમય જણાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ચાર સ્નાન વિશે જણાવવામાં આવ્યો છે.સવારે 4 થી 5 વચ્ચેના સમયે સ્નાન કરવામાં આવે તો તેને મુની સ્નાન અથવા બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે આ સમયે સ્નાન કરવું સૌથી સર્વોત્તમ ગણાય છે.
સવારે 5 થી 6 વાગ્યા દરમિયાન જે સ્નાન કરવામાં છે તેને દેવ સ્નાન કહેવામાં આવે છે. દેવ સ્નાન પણ ઉત્તમ ગણવામાં આવે છે. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચેના સમયગાળા દરમિયાન સ્નાન કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે. માનવ સ્નાન સામાન્ય સ્નાન છે.
જો તમે મુની સ્નાન કે દેવ સ્નાન ન કરી શકો તો 8 વાગ્યા પહેલા તો અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ. કારણ કે સવારે 8 વાગ્યા બાદ જે સ્નાન કરવામાં આવે છે તેને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. રાક્ષસી સ્નાન માટે ધર્મમાં બિલકુલ મનાઈ કરવામાં આવી છે. સવારે 4 થી 8 વાગ્યા સુધીના સમયમાં જો સ્નાન કરી લેવામાં આવે તો કાર્યોમાં સફળતા મળે છે અને માનસિક શાંતિ મળે છે.
જો દિવસ દરમિયાન તમે ખુબ જ મહેનતનું કાર્ય કરો છો તો તમે રાત્રીના સમયે સ્નાન કરી શકો છો તેનાથી શરીરની દિવસ દરમિયાન લાગેલી ગંદકી પણ સાફ થઇ જશે અને ઊંઘ પણ સારી આવશે.
ઠંડા પાણીથી ન્હાવું કે ગરમ પાણીથી
સામાન્ય રીતે ન્હાવા માટે સૌથી શ્રેષ્ઠ ઠંડુ એટલે કે નોર્મલ પાણી છે. સામાન્ય રીતે વ્યક્તિએ સામાન્ય પાણીથી ન્હાવું જોઈએ. ઠંડીની ઋતુમાં ગરમ પાણીથી ન્હાઈ શકો છો. આ ઉપરાંત જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો ગરમ પાણી માથા પર નાખતા બચવું જોઈએ. 40 ડીગ્રીથી વધારે ગરમ પાણી માથા પર ન નાખવું જોઈએ.
ન્હાતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી
જો તમે પણ ન્હાતી વખતે સૌથી પહેલા માથા પર પાણી નાખીને ન્હાવ છો તો આ આદત બદલી નાખવી જોઈએ. આપણા શરીરમાં માથાથી પગ તરફ બ્લડ સર્ક્યુલેશન થતું હોય છે. એવામાં તમે સીધું માથા પર પાણી રેડો છો તો માથાની નસો સંકોચાઈ જાય છે અને માથું વધારે ઠંડુ થઇ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે ઠંડીની ઋતુમાં માથા પર પહેલા પાણી રેડીને ન્હાવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણું બ્લડ પ્રેસર તો પ્રભાવિત થાય છે. એટલું જ નહિ પરંતુ હાર્ટ અટેક અને મગજની નસ ફાટવાનો ખતરો પણ વધી જાય છે.
માટે ન્હાવાની શરૂઆત પગથી કરવી જોઈએ ત્યાર બાદ પાણી સાથળ પર અને ત્યાર બાદ પેટ પર અને ત્યાર પછી ખભા અને ચહેરાને પાણીથી સાફ કરવો જોઈએ. અને ત્યાર બાદ હળવા હાથે માથા પર પાણી નાખવું જોઈએ. આ રીતે ન્હાવાથી સ્ટ્રોકના જોખમથી બચી શકાય છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.