મિત્રો હાડકાઓ અને સાંધાના દુખાવો થવો એ આજના સમયની મોટાભાગના લોકોની પરેશાની છે અને દરેક લોકો તેના ઈલાજ માટે લાખો રૂપિયામ ખર્ચે છે પણ હાડકાઓ અને સાંધાના દુખાવાનું કારણ શું છે ? તે ક્યાં કારણે થાય છે ? શું આપણા ખોરાકમાં કોઈ કમી છે ? કે પછી આપણું શરીર એટલું નબળું થઈ ગયું છે, કે પછી આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી ગઈ છે. તેવો વિચાર ઓછા લોકો કરે છે.
જો કે એ વાત સાચી છે કે આજે 40-45 વર્ષે લગભગ દરેક સ્ત્રી અને પુરુષ બંનેને સાંધાનો દુખાવો અથવા હાડકાઓનો દુખાવો થાય છે. જેનું મુખ્ય કારણ હોઈ શકે છે આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછુ થવું. અમુક ઉંમરે આપણા શરીરમાં કેલ્શિયમ બનવું મુશ્કેલ થઈ જાય છે અને આ કારણે દુખાવા શરુ થઈ જાય છે.
- શરીરના હાડકાઓ અને સાંધાના દુખાવા કેમ થાય છે ?
આજે આપણે જોઈએ છીએ કે મોટી ઉંમરે તેમજ ઉંમરના અમુક સ્ટેજ પર ઘણા લોકોને હાડકામાં દુખાવો થાય છે, તેમજ તેમને સાંધાના દુખાવા પણ થતા હોય છે. જો કે શરીરમાં હાડકામાં અને સાંધાના દુખાવા માટેનું મુખ્ય કારણ છે કે આપણા શરીરમાં કેલ્શિયમ નું પ્રમાણ ઓછુ થઈ રહ્યું છે. જો તમને પણ આવો દુખાવો થઈ રહ્યો છે તો તેનું એક કારણ છે કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી છે.
હવે આપણે જાણીએ છીએ કે જો આપણે શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરવી છે તો આપણે આપણી ડાયેટમાં કેલ્શિયમ યુક્ત દૂધનું સેવન કરવું જોઈએ. જો તમે દૂધનું સેવન નથી કરતા તો હાડકાઓ કમજોર થઈ શકે છે. તેમજ હાડકાઓ માટે વિટામીન ડી પણ જરૂરી છે.
- ઓસ્ટીયોપોરોસીસ
ઉંમર વધવાની સાથે હાડકાઓ કમજોર થતા જાય છે. જેના મુખ્ય બે કારણો છે એક છે ઓસ્ટીયોપોરોસીસ એટલે કે આ સાંધામાં દુખાવો અને સાંધા જકડાઈ જાય છે. આ થવાનું કારણ છે કે ઉંમર વધવાની સાથે આપણી પાચન શક્તિ કમજોર થઈ જાય છે. જેના કારણે હાડકાઓ માટે જરૂરી બે વસ્તુઓ કેલ્શિયમ અને વિટામીન ડી ના મેટાબોલીજ્મ પર અસર થાય છે. તેનું પ્રમાણ શરીરમાં ઓછુ થાય છે.
આમ કેલ્શિયમ અને વિટામીનની કમી થવાથી હાડકાઓ કમજોર થઈ જાય છે. જેના કારણે તમને નાની એવી મચકોડ થઈ હોય તો પણ ફેકચર થઈ શકે છે. આમ થવાના મુખ્ય કારણોમાં કેલ્શિયમની કમી, જ્યારે સ્ત્રીઓમાં 45-50 વર્ષની ઉંમરે તેના હોર્મોન્સ માં ઘણી ફેરફાર થાય છે અને તેના કારણે હાડકાઓ કમજોર થાય છે. આ સિવાય બીજા અન્ય કારણમાં જેમ કે થાઈરઈડ અને ડાયાબીટીસ જેવા રોગ જે લાંબા સમયથી હોય તો તેના કારણે પણ હાડકાઓ કમજોર થાય છે. આ સિવાય તમને જો કોઈ વ્યસન ચા, શરાબ, તમાકુ તે પણ હાડકાઓને કમજોર કરે છે.
- ઓસ્ટીયોઆર્થરાઈટીસ
આ બીમારીને સાંધાનો દુખાવો કહે છે અને અત્યારે ભારતમાં આ રોગ વધુ જોવા મળે છે. જયારે આ બીમારી ગોઠણના સાંધામાં વધુ દુખાવો થાય છે અને સામાન્ય રીતે સાંધા હોય ત્યાં એક ગાદી હોય છે જે બે હાડકાઓના ઘસારો નથી થવા દેતી. જયારે મોટી ઉંમરે આ ગાદી ઘસાઈ જાય છે જેના કારણે બંને હાડકાઓ ઘસાઈ છે અને દુખાવો થાય છે અને તેમાં સોજો આવી જાય છે.
શું આપણે હાડકાઓને કમજોર થવાથી બચાવી શકીએ છીએ? તેનો જવાબ હા છે. એટલે કે, જો તમે શરૂઆતથી જ પોતાના હાડકાઓ અને સાંધાઓની સંભાળ રાખશો તો જરૂર તેનાથી બચી શકાય છે. નીચે કહેલી આ બે વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
- નિયમિત કસરત કરવી જોઈએ
જો તમે ઈચ્છો છો કે તમને મોટી ઉંમરે હાડકાઓની પરેશાની ન થાય તો તમારે નાનપણથી જ અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી ઉંમરના લગભગ 30-40 વર્ષની ઉંમર સુધી તમારે હાડકાઓને મજબુત રાખવા માટે નિયમિત રીતે કસરત કરવી જોઈએ કારણ કે, આ સમયે જો તમે હાડકાઓને મજબુત કરશો તો ઉંમર વધવાની સાથે હાડકાઓની તકલીફ નહી થાય. આ સિવાય 40 વર્ષની ઉમર પછી હાડકાઓની તાકાત વધારવી મુશ્કેલ હોય છે અને તમારા હાથ પગ મજબુત કરવા માટે તમારે કોઈ વિશેષ કસરત કરવાની જરૂર નથી.
આ માટે તમારે બને એટલું ચાલવું જોઈએ. દરરોજ લગભગ 2-3 કિલોમીટર ચાલવું, હાથ પગની કસરત કરવી, ઉઠક-બેઠક વગેરે કરવું જોઈએ. નિયમિત રીતે પોતાના ખોરાકમાં પ્રોટીન નું પ્રમાણ બનાવી રાખો. જેમ કે ચણા, રાજમાં, પનીર, માછલી, મટર વગેરે ખાવું જોઈએ.
- વિટામીન ડી ની કમી પૂરી કરો
આપણા શરીર માટે વિટામીન ડી ખુબ જરૂરી છે. તેમજ તે હાડકાઓ માટે પણ એટલું જ જરૂરી છે. આથી જો તમે હાડકાઓને મજબુત કરવા માંગો છો તો તમારે વિટામીન ડી શરીરને આપવું જોઈએ. અને વિટામીન ડી એ સૌથી વધુ સૂર્યપ્રકાશમાંથી મળે છે આથી પોતાના શરીરને થોડી વાર તડકે રાખો. ખાસ કરીને સવારના કોમળ તડકે રાખો. તેમજ કેલ્શિયમનું પ્રમાણ પણ જાળવી રાખો. આમ તમારે પોતાના શરીરને કમજોર થવાથી બચાવવું છે તો કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન ડી વગેરે પુરતા પ્રમાણમાં શરીરને આપો. તેનાથી શરીરની માંસપેશીઓ તંદુરસ્ત રહેશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.