🚶🚶♀️🚶♂️ વોકિંગ શરીરને અનેક રોગોથી બચાવે છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે, હૃદયને હેલ્ધી રાખવામાં મદદ કરે, વજન વધવા દેતું નથી, ડાયાબિટીસ, નળી બ્લોકેજની સમસ્યાથી દૂર, ફિટ અને હેલ્ધી રહી શકો છો. જો તમે સવારે અથવા સાંજે વોક કરવા જતા હોવ તો હાડકાં અને સ્નાયુઓ વધારે મજબૂત બનશે. ઘણી વખત ન ચાલવાથી સાંધાનો દુખાવો અને સાંધા જકળાઈ જતા હોય છે. જો તમને શરીરમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો રોજ કેટલું વોક કરવું જોઈએ? ચાલવાથી રોજ કેટલા અને કેવા ફાયદા થાય તે વિશે આજે વાત કરીએ.
🚶🚶♀️ કેટલાક વૈજ્ઞાનિકો માને છે- જાપાનના વૈજ્ઞાનિકો પણ માને છે કે વોકિંગ કરવાથી માણસની યાદશક્તિમાં વધારો થાય છે. યાદશક્તિ ઓછી થવા પાછળ હિપ્પોકેમ્પસના જવાબદાર હોય છે. જેના કારણે યાદશક્તિ દિવસે દિવસે નબળી પડતી જાય છે. પરંતુ વોકિંગ શારીરિક વ્યાયામ આપે છે જેનાથી હિપ્પોકેમ્પસના આકારમાં વધારો કરવામાં મદદ કરે છે.
🚶🚶♀️ હૃદયને રાખે સ્વસ્થ- ચાલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે હૃદય સંબંધિ જે કોઈ બીમારી થતી હોય તેને દૂર રાખી શકાય છે. ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને આખા અઠવાડિયામાં સમય મળતો નથી ચાલવા માટે તો એક દિવસ નક્કી કરો અને તે દિવસે ઓછામાં ઓછું 4 કલાક સુધી વોકિંગ કરવું. આનાથી તમારા હૃદયને લગતી જે કોઈ બીમારી હશે અથવા તેનાથી બચી શકશો. નિયમિત સમય પ્રમાણે રોજ ચાલશો તો શરીરને ઘણા લાભ થશે.
🚶🚶♀️ ફેફસા મજબૂત બનાવે- વોકિંગ કરવાથી ફેફસાને ઓક્સિજન મળવાની માત્રામાં વધારો થાય છે. જેથી ફેફસાની ક્ષમતા વધે છે. અને ક્ષમતા સુધરવાના કારણે ફેફસા મજબૂત બને છે. જેનાથી તમારા શરીરમાં તાકાતનો વધારો થાય છે.
🚶🚶♀️ હાડકા મજબૂત બને- વોકિંગ કરવાથી હાડકાં મજબૂત બને છે. ઉંમર વધવાની સાથે આપણા હાડકા કમજોર પડતા જાય છે. અને તેના કારણે સાંધાને લગતા રોગો થવાના શરૂ થઈ જતા હોય છે. તો તમારે બાઇક કે કારનો ઉપયોગ બંધ કરીને નજીકની જગ્યાએ ચાલતું જવું જોઈએ. તમને ઘૂંટણ દુખવાની તકલીફ હોય તો સવાર-સાંજ ચાલવાનું શરૂ કરો 15 દિવસની અંદર દુખાવો દૂર થઈ જશે.
🚶🚶♀️ ડાયાબિટીસના દર્દી- આજકાલ લોકોને આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જેને ડાયાબિટીસ થયો હોય તેવા વ્યક્તિએ ખાસ કરીને વોકિંગ કરવું જોઈએ. ડાયાબિટીસ હોય તેવા માણસોએ રોજનું 2 કિલોમીટર જેવું સવારે વોકિંગ કરવું જોઇએ. જેનાથી શરીરનું બ્લડ શુગર હોય છે. તે કંટ્રોલમાં રહે છે. અને વધવાની ચિંતા રહેતી નથી.
🚶🚶♀️ સુધારે પાચનતંત્ર- કેટલાક વ્યક્તિ એવ પણ હોય છે જેમને વારંવાર અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે. તેના કારણે તે લોકો બરાબર જમી પણ શકતા હોતા નથી. તેવા વ્યક્તિએ જમીને 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. તેનાથી ડાયજેસ્ટિક સિસ્ટમમાં સુધારો થાય છે. અને વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. જમીને થોડા સમય બાદ ચાલવું જોઈએ. તરત ચાલવાથી શરીરને નુકશાન થાય છે.
🚶🚶♀️ વજન ઓછું કરવા- જો તમને કસરત કરવા માટે સમય ન મળતો હોય તો આખા દિવસ દરમિયાન તમારે એક વાર ફરજિયાત વોકિંગ કરવું જોઈએ. કેમ કે વોકિંગને એક સારી કસરત માનવામાં આવે છે. ચાલવાથી આપણા શરીરમાં મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે. અને વોકિંગ કરવાથી વજન ઓછું થાય છે. જો તમે ઓફિસમાં આખો દિવસ બેસી રહેતા હોવ અને ચાલવાનું સહેજ પણ ન થતું હોય તો દરરોજ 2 કિમી જેટલું વોકિંગ કરવું જોઈએ.
🚶🚶♀️ કેન્સરથી બચાવે- આજકાલ મોટાભાગના લોકો કેન્સર જેવી બીમારીનો ભોગ બની રહ્યા છે. અને તેનું મુખ્ય કારણ જાણીએ તો છે ચાલવું. વોકિંગ કરવાથી આપણા શરીરમાં કેન્સરનું જોખમ ઘટી જાય છે. અને કેન્સરને આપણાથી દૂર રાખી શકાય છે. તે સિવાય કેમોથેરાપીની સાઇડ ઇફેક્ટને ઓછી કરવા માટે ચાલવું ખૂબ જ ગુણકારી મનાય છે. ચાલવાથી કહેવાય છે કે સ્તન કેન્સરનું જોખમ પણ રહેતું હોતું નથી.
🚶🚶♀️ બ્લડ પ્રેશર- જેને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે રોજ ઓછામાં ઓછું 60 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ રીતે ચાલવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. અને જો તમે નિયમિત ચાલતા હશો તો તેનાથી એવું પણ બને કે બ્લડ પ્રેશર હંમેશા માટે તમારાથી દૂર ભાગી જાય.
🚶🚶♀️મૂડ સુધારે- રોજ સવારે તમે 30 મિનિટ વોક કરશો તો સ્વાસ્થ્યની સાથે સાથે મૂડ પણ સારો રાખી શકશો. તે સિવાય તણાવ, સ્ટ્રેસ અને ચિંતામાં ઘટાડો થઈ જશે. ઘણી વખત ઓફિસથી ઘરે આવીએ ત્યારે એટલો બધો થાક લાગ્યો હોય છે કે ઘરના સભ્ય સાથે ઝઘડો કરી લેતા હોઇએ છીએ. પરંતુ તમે વોક કરવાનું શરૂ કરશો આરામથી આ બધી સમસ્યા દૂર થઈ જશે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 5 દિવસ 30 મિનિટ સુધી ચાલવું જોઈએ.
🚶🚶♀️ ડિમેન્શિયાની તકલીફ- આ એક પ્રકારનો તંત્રિકાનો રોગ થાય છે. જેનાથી તમારી યાદ શક્તિ નબળી પડતી હોય છે. અને કેટલાક કાર્ય કરવામાં આપણને મુશ્કેલી ઉભી થતી હોય છે. રોજનું કાર્ય પણ તમે કરી શકતા નથી. અને આ રોગને અટકાવો હોય તો તમારે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી તમારી યાદશક્તિ સુધરશે. ખાસ કરીને વૃદ્ધોમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળતો હોય છે. તો થોડું પણ ચાલવું જોઈએ. જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે. શરીર પણ તેમનું સારું રહેશે.
અગણિત ચાલવાના ફાયદા છે. આપણા શરીરની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ ઉત્તમ રાખે છે. ચાલવાથી તમારું મગજ અને શરીર પ્રફુલ્લિત બને છે. રોજનું તમે 5 કિમી પણ ઓછામાં ઓછું ચાલશો તો થોડા દિવસ પછી તમે વધારે ચાલવાનો પ્રયત્ન કરશો આ રીતે તમારું જીવન બદલાઈ જશે.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.