🧂 આજના સમયમાં લોકોનું જીવન ચક્ર એવું છે કે દરેકને પેટને લગતી કોઈ ને કોઈ બીમારી પજવે જ છે. આજે લોકોનો ખોરાક અને તેની દિનચર્યા કંઈક એવી છે કે દરેક લોકોને ગેસ, અપચો, કબજિયાત જેવી બીમારી હોય જ છે. આ તકલીફ જ્યારે વધી જાય છે ત્યારે લોકો દવા લેવા લાગે છે પરંતુ આવી રીતે આ તકલીફ હંમેશા માટે દૂર નથી થતી. આજે અમે તમને અજમાના એવા ચૂર્ણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને ફાયદો તો પહોંચાડશે સાથે તેની બીજી કોઈ આડઅસર પણ નહિ થાય.
🧂 અજમાના ઘણા ગુણો છે તે પેટની દરેક સમસ્યાનો ઇલાજ છે અને એટલે જ આપણા ભારતીય રસોઈ ઘરમાં આ ઔષધીય અજમાનો ઘણી ડિશમાં ઉપયોગ કરવામાં આવે છે. પાચનની તકલીફ, ગેસ કે અપચા માટે અજમો ઉતમ ગણાય છે. અજમાના ઘણા ચૂર્ણ તમને માર્કેટમાં તૈયાર પણ મળી રહે છે પરંતુ એ ચૂર્ણ ભેળસેળ વાળા હોવાના કારણે એટલું સારું પરિણામ આપી શકતા નથી. જો તમે આ અજમાનું ચૂર્ણ ઘરે જ બનાવીને ઉપયોગમાં લો તો તેનું તમને 100 % પરિણામ મળી શકે છે. તો ચાલો જોઈએ અજમાનું ચૂર્ણ કેવી રીતે બનાવી શકાય.
🧂 અજમાનું ચૂર્ણ બનાવવા માટેની સામગ્રી :- સાફ કરેલ અજમા 50 ગ્રામ, સિંધવ મીઠું 25 ગ્રામ, શેકેલું જીરું 25 ગ્રામ, સંચળ પાઉડર 25 ગ્રામ, ફૂદીના પાઉડર 5 ગ્રામ.
🧂 અજમાનું ચૂર્ણ બનાવવાની રીત :- અજમાનું ચૂર્ણ તૈયાર કરવા માટે સૌથી પહેલા એક ખરલમાં અજમો, શેકેલું જીરું, સિંધવ મીઠું, સંચળ વગેરેને સારી રીતે પીસીને એક બારીક એવો પાઉડર તૈયાર કરી લો. જો તમે આ દરેક વસ્તુને અલગ-અલગ પીસવા માંગો તો તેમ પણ કરી શકાય બાદમાં તેને મિક્સ કરીને છેલ્લે ફૂદીનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરીને એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખો.
🧂 અજમાનું ચૂર્ણ કેવી રીતે ઉપયોગમાં લેવું :- જે લોકોને ગેસ, અપચો, કબજિયાત જેવી તકલીફ રેગ્યુલર રહે છે તે લોકોએ આ ચૂર્ણ નિયમિત લેવું. આ ચૂર્ણ હરરોજ રાત્રે ઓછામાં ઓછું 1 ગ્રામ નવશેકા પાણી સાથે લેવાથી લાભ થાય છે.
🧂 અજમાનું ચૂર્ણ લેવાના ફાયદા :-
👉 ગેસ, અપચાની તકલીફ દૂર કરે :- જે લોકો ગેસ, અપચા જેવી તકલીફથી પીડાય છે તેમને રેગ્યુલર આ ચૂર્ણ લેવાથી તકલીફ માંથી છુટકારો મળે છે જે લોકોનું જીવન બેઠાડું જ છે કે પછી ડેસ્ક જોબ કરે છે તેવા લોકોનું મેટાબોલીઝમ નબળું પડી જાય છે તો આવા લોકોને આ ચૂર્ણ ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આ ચૂર્ણ લેવાથી કોઈ અન્ય તકલીફ થતી નથી.
👉 ઇમ્યુનિટીમાં વધારો કરે :- જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે તે લોકોને માટે આ ચૂર્ણ ઘણું જ ફાયદા કારક છે. સંચળ અને અજમાનું મિશ્રણ ઇમ્યુનિટી બુસ્ટ કરવાની શક્તિ ધરાવે છે. આ સંચળ અને અજમો એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરવા માટે ઉપયોગી બને છે.
👉 વજન ઘટાડે :- જે લોકો મોટાપાથી પરેશાન છે તેમને માટે આ ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે અજમાના આ ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું કરી શકાય છે. સંચળમાં રહેલો એન્ટિ ઓબેસિટીનો ગુણ વજનને ઘટાડવાનું કામ કરે છે.
👉અજમાનું આ ચૂર્ણ ઘણા પ્રકારના દર્દને દૂર કરવાની તાકાત ધરાવે છે પરંતુ જો તમારી કોઈ સમસ્યા ઘટવાના બદલે વધે છે તો તમને કોઈ અન્ય તકલીફ પણ હોય શકે એવામાં ડૉક્ટરની સલાહ વધારે યોગ્ય છે. બાકી અજમાનું આ ચૂર્ણ પેટની તમામ તકલીફ માટે ઉત્તમ છે.
જો અજમાના ચૂર્ણનાં ફાયદા માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.