💁દોસ્તો, તમારે વર્ષો સુધી તંદુરસ્ત રહેવું છે તો બદામ ખાવી ખૂબ જરૂરી છે. આપણે આપણા વડીલોની પાસેથી ઘણીવાર સંભાળિયું હોય છે કે બદામ ખાવાથી શું ફાયદાઓ થાય છે, બદામમાં વિટામીન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટ, પ્રોટીન, હાઇફેટ, મેગ્નેશિયમ અને ફાયબર વિશેષ પ્રમાણમાં હોય છે. આથી જ બદામ ખાવાના ઘણા ફાયદા છે.
💁બદામના વૃક્ષ પહાડોના પ્રદેશમાં જોવા મળે છે. આ વૃક્ષમાં જે ફળ બેસે તેમાંથી બદામ મળે છે. પહાડી વિસ્તારમાં બદામના ખૂબ જ વૃક્ષો છે. અત્યારે અમેરિકા દુનિયાનો સૌથી વધારે બદામનું ઉત્પાદન કરતો દેશ છે. આપણે જે બદામ બજારમાંથી મેળવીએ તે એક ફળનું બીજ જ છે. તો ચાલો જોઈએ બદામ ખાવાના ફાયદા.
💁શક્તિમાં વધારો કરે :બદામ ખાવાથી તકાતમાં વધારો થાય છે. કેમ કે બદામમાં વિશેષ માત્રામાં પ્રોટીન, ફાયબર, ફેટ જેવા તત્વો હોય છે. આથી બદામને વધારે શક્તિ વર્ધક ખોરાક માનવામા આવે છે. તેમાં રહેલી શક્તિના કારણે તેના બિસ્કિટ ચોકલેટ વગેરે બનાવાય છે.
💁આંખો માટે ઉત્તમ : વધતી ઉંમરની સાથે સાથે આંખોની રોશની પણ ઓછી થતી જાય છે તેવામાં બદામ એક બેસ્ટ ઉપાય છે. કેમ કે બદામમાં વિટામિન-ઇ, જિંક જેવા તત્વો વિશેષ હોય છે. જે આંખોને લગતી બીમારીઓથી બચાવે છે.
💁મગજના વિકાસ માટે : યાદશક્તિને વધારવા અને મગજના તમામ અવયવોને યોગ્ય રીતે કામ કરવા માટે બદામ ઘણી ફાયદા કારક છે. બદામમાં રહેલું વિટામિન-ઇ યાદશક્તિને તેજ કરવામાં ઘણું ઉપયોગી છે. બદામને રાત્રે પલાળીને સવારે ખાલી પેટે ખાવાના ઘણા ફાયદા છે.
💁કેન્સર જેવા દર્દથી બચાવે છે : દોસ્તો, બદામ કેન્સર જેવા ભયંકર દર્દથી પણ બચાવે છે. એનસીબીઆઈ દ્વારા પ્રકાશિત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે બદામમાં એન્ટિ કેન્સર પ્રભાવ હોય છે, જે કેન્સર સેલને વધતાં રોકે છે. એ લેખમાં વિશેષ લખવામાં આવ્યું છે કે કડવી બદામમાં કેન્સરની સામે લડવાની વિશેષ તાકાત હોય છે.
💁કોલેસ્ટ્રોલ માટે :દોસ્તો, કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે બદામનું સેવન કરવું જોઈએ. આના માટે નિયમિત બદામનું સેવન કરવું ફાયદા કારક છે. બદામને તમે છાલ વાળી કે છાલ વગરની બન્ને રીતે ખાઈ શકો છો. બદામ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ બરાબર રહે છે.
💁હદય માટે ઉત્તમ : બદામ હદય માટે બેસ્ટ મનાય છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો કોઈ વ્યક્તિ નિયમિત 5 બદામનું સેવન કરે તો તેને હાર્ટ અટેક આવવાની સંભાવના 50%ઓછી થઈ જાય છે. તો બદામનું નિત્ય સેવન કરીને તેનો લાભ લઈ શકાય છે.
💁વજન ઓછું કરવા માટે ઉપયોગી : શરીરની ચરબીને ઓછી કરવા માટે આ બદામ એક ઉત્તમ ઉપાય છે. બદામમાં હાઇ ફેટ હોવા છતાં તે વજન ઓછું કરવા માટે ઉત્તમ છે. બદામમાં રહેલું મોનોસેચ્યુરેટેડ તમારી ભૂખને રોકે છે, અને લાંબો સમય સુધી પેટ ભરેલું છે તેઓ એહસાસ કરાવે જેનાથી ભૂખ લાગતી જ નથી, અને વજન ઓછો થવા લાગે છે.
👉બદામને કેવી રીતે ખાય શકાય :બદામને તમે એમને એમ જ પણ ખાઇ શકો છો. બદામને પૂરી રાત પાણીમાં પલાળીને પછી તેની છાલ ઉતારીને પણ ખાઇ શકાય છે. ફ્રૂટ સલાડમાં ટુકડા કરીને ખાઇ શકાય છે. બદામનો હળવો બનાવીને ખાઇ શકાય. બદામને તમે તમારી રુચિ અનુસાર ખાઇ શકો છો.
👉બદામને ક્યારે અને કેટલી માત્રામાં ખાઇ શકાય : સવારે અને સાંજે કસરત કરીને પછી તમે બદામ ખાઈ શકો છો, તેમાંથી બનેલી કેક, ચોકલેટ દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકાય છે. એક વ્યક્તિ એક દિવસમાં 56 ગ્રામ એટલે કે એક મુઠ્ઠી જેટલી બદામ ખાઈ ત્યાં સુધી તેને બરાબર કહેવાય છે.દરેક લોકોનો ખોરાકની માત્રા એક સમાન નથી હોતી તો તેને માટે સ્પેસીયાલીસ્ટની સલાહ લઈ શકાય.
જો બદામ કઈ રીતે ખાવી એ વિષેની જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.