👉 નાભિને માણસના શરીરનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. વ્યક્તિના શરીરમાં તેની નાભિ એ ચમત્કારીક જગ્યા છે. જેની મદદથી તે અનેક બીમારીથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. તમને ખ્યાલ નહીં હોય કે નાભિની પાછળ પેકોટી ગ્રંથિ હોય છે. આ પેકોટી ગ્લેન્ડ શરીરના અનેક ભાગની નસ સાથે જોડાયેલી હોય છે. તેના કારણે પેકોટી ગ્રંથિ શક્તિશાળી હોય છે.
👉 વ્યક્તિ જ્યારે નાભિમાં તેલ નાખે છે. ત્યારે પેકોટી ગ્રંથિ તેને ઝડપથી શોષી લેવાનું કામ કરે છે. અને તે માણસને માનસિક અને શારીરિક રીતે ફિટ બનવામાં મદદ કરે છે. આ રીતે નાભિ પર તેલ લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ કયું તેલ નાભિ માટે બેસ્ટ છે. અને તેનાથી આપણને શું લાભ મળે છે.
👉 લીમડાનું તેલ- લીમડાનું તેલ અનેક રીતે ગુણકારી માનવામાં આવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઇમ્ફલેમેટરી ગુણ હોય છે. તે સિવાય વિટામિન-ઈ, એમિનો એસિડ અને ફેટી એસિડથી પણ ભરપૂર હોય છે.
👉 જો નાભિ પર લીમડાનું તેલ લગાવવામાં આવે તો સ્કીન સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા દૂર થાય છે. વધારે પડતી ખીલ, પીગ્મેન્ટેશન, એગ્ઝીમા અને ફોડલીની તકલીફ રહેતી હોય તો નાભિ પર તમે લીમડાનું તેલ રોજ રાત્રે લગાવી શકો છો.
👉 હેર- વાળ માટે લીમડાનું તેલ ઘણું લાભદાયી નીવડે છે. જો તમે રોજ રાત્રે નાભિમાં લીમડાનું તેલ લગાવશો તો હેર ફોલ, હેર ડેમેજની તકલીફ દૂર થશે અને હેર ગ્રોથ પર થવા લાગશે.
👉 સરસવનું તેલ- અમુક વ્યક્તિઓનું પાચનતંત્ર ઘણું નબળું હોય છે. તો પાચનતંત્ર મજબૂત બનાવવા માટે તમે નાભિ પર સરસવનું તેલ લગાવી શકો છો.
👉 -તે સિવાય સરસવનું તેલ લગાવવાથી ફાટેલા હોઠમાંથી છુટકારો મેળવી શકશો. તે ઉપરાંત તમારી સ્કીન ડ્રાય થઈ ગઈ હોય અથવા એડી ફાટી ગઈ હોય તો પણ સરળતાથી મુલાયમ બની જશે.
👉 જૈતુનનું તેલ- આજકાલ શરીર પર ચરબીના થર દરેક વ્યક્તિને વધતા જોવા મળી રહ્યા છે. તેનું એક માત્ર કારણ છે. ફાસ્ટફૂડ, વધારે પડતું તેલ વાળું ખાવું, તે ઉપરાંત મેંદાની વસ્તુઓનું સેવન પણ મેદસ્વિતામાં વધારો કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે જૈતુનનું તેલ લગાવી શકો છો. એટલું જ નહીં જૈતુનના તેલથી તમારા સાંધાના દર્દમાં પણ રાહત મળશે.
👉 કેસ્ટર ઓઇલ- કેસ્ટર ઓઈલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણ હોય છે. જે તમારા ફેસ પર થતાં ખીલને દૂર કરે છે. સાથે સાથે આ ઓઇલના બે ટીપાં નાભિમાં નાખવાથી માસિક નિયમિત આવે છે. તે ઉપરાંત પીરિયડ્સ વખતે દુખાવો થતો હોય છે. તેમાં પણ રાહત મળશે. એટલે રોજ રાત્રે ઉંઘતા પહેલા નાભિમાં કેસ્ટર ઓઈલના ટીપાં અચૂક નાખવા જોઈએ.
👉 બદામનું તેલ- આજકાલ દરેક વ્યક્તિ ટેન્શનવાળી લાઈફ જીવતો થઈ ગયો છે. તેમાં ખાસ કરીને વર્કિંગ વુમન પર તેની અસર વધારે જોવા મળતી હોય છે. કારણ કે ઓફિસના કામની સાથે તેને ઘરની કેટલીક જવાબદારી પણ નિભાવવાની હોય છે. તેની સીધી અસર આપણા ચહેરા પર જોવા મળતી હોય છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે નાભિ પર બદામનું તેલ લગાવો. બેજાન અને મુરઝાયેલો ફેસ ચમકવા લાગશે.
👉 નાળિયેર તેલ- નાળિયેરનું તેલ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. નાળિયેરના તેલમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી માઈક્રોબિયલ, વિટામિન-ઇ, વિટામિન-કે અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. તો રોજ રાત્રે નાભિમાં નાળિયેરનું તેલ લગાવવાથી હેલ્થને ઘણો ફાયદો થશે, સાથે સાથે તમારી વધતી ઉંમર પણ દેખાશે નહીં.
👉 નાભિ પર તેલ લગાવવાની રીત- નાભિ પર તેલ લગાવતાં પહેલા નાભિની આસપાસ તેલના થોડા ટીપાં નાખો. પછી આંગળીની મદદથી નાભિ પર તેલ લગાવો. ધ્યાન રહે તેલ નાભિમાં નાખો ત્યારે સીધા સૂઈ જવું જોઈએ. સારી રીતે ઉંઘ પણ આવી જશે, તેનાથી સ્વાસ્થ્યને પૂરોપૂરો લાભ મળશે. આ રીતે નાભિ પર અલગ-અલગ તેલ લગાવવાના ઘણાં ફાયદા છે.
જો આ નાભિ પર તેલ લગાવવાથી થતાં ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.