આજે જે ઔષધિ વિષે તમને જણાવીશું તેના ઉપયોગથી અલગ અલગ રોગોમાં રાહત મળે છે. આ ઔષધિ ભારતમાં જ નહીં પણ બીજા ઘણા દેશોમાં જોવા મળે છે. આ ઔષધિના ઉપયોગ વિષે અને તેનાથી સારા થતાં તમામ રોગ વિષે જણાવીશું. આ આર્ટીકલ ધ્યાનથી વાંચવો અને સમજવો જેથી કોઈ પણ બીજી સમસ્યા ઊભીના થાય. કોઈ પણ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં જણાવવો જેથી તેનો જવાબ અમે તમને આપી શકીએ.
આજે જે ઔષધિ વિષે જણાવીશું તેનું નામ છે, શતાવરી. ભારતમાં લગભગ બધી જ જગ્યાએ આ છોડ જોવા મળી રહે છે. આપણાં દાદા અને દાદી લગભગ આ છોડને “એકલકાંતાના” નામેથી ઓળખતા હશે. પહેલાના સમયમાં લગભગ બધા લોકો આ છોડને એક્લકાંતાના નામથી જ ઓળખતા હતા. ચાલો જાણીએ શતાવરી કેટલા રોગો માટે કારગર સાબિત થાય છે અને તેને કેવી રીતે ઉપયોગ કરવો.
- પેટની સમસ્યા માટે ઉપયોગી છે શતાવરી
શરીરમાં રહેલી ગરમી એટલે કે, પિતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યા ઊભી થતી હોય છે. પેટની આવી તમામ સમસ્યા માટે શતાવરી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. વધારે એસિડિટી થવાની સમસ્યા છે તો, નિયમિતિ સવારે 5 થી 7ml શતાવરીનો રસ લેવો અને તેની 7 થી 8 ગ્રામ મધ મિક્સ કરી અને પીવું. આ કાર્ય નિયમિત સવારે કરવું.
એક ગ્લાસ દૂધની અંદર એક નાની ચમચી શતાવરીના મૂળનું ચૂર્ણ મિક્સ કરી પીવાથી એસિડિટીમાં રાહત આપે છે. આ દૂધ અને ચૂર્ણ નિયમિત સેવન કરવાથી થોડા સમયમાં એસિડિટીથી છુટકારો મળે છે. શતાવરીના સેવનથી મોઢામાં અને આંડતરડામાં ગરમીના કારણે પડેલા ચાંદા મટવા લાગે છે.
- નબળાઈ માટે ખુબ ઉપયોગી છે શતાવરી.
શરીરમાં નબળાઈ આવવી અને તેના કારણે શરીર કમજોર પડી જવું શરીરનો વિકાસ થતો અટકે છે તો, શતાવરીને પીસીને પેસ્ટ બનાવો તેની અંદર બે ચમચી ગરમ ઘી મિક્સ કરો અને બે ગ્રામ સાકરનો પાવડર મિક્સ કરી અને ખાઈ જવું. નિયમિત આ કાર્ય સવારે કરો થોડા દિવસની અંદર શરીરની નબળાઈ દૂર થવા લાગશે.
શતાવરીના રસ અથવા પેસ્ટથી શરીર ખુબજ જલ્દીથી વિકાસ કરે છે. 5 થી 7 ગ્રામ શતવારીનું ચૂર્ણ નિયમિત એક ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરો અને તેની અંદર થોડી સાકર મેળવી રોજે રાત્રે સૂતા પહેલા પીવું. આ દૂધ નિયમિત પીવાથી શરીરમાં રહેલી ધાતુ શક્તિ વિકાસ કરે છે જેથી શરીર જલ્દીથી મજબૂત અને વિકાસ કરવા લાગે છે.
- તાવમાં છે કારગર.
હેવ ઉનાળાની સીજન ચાલુ થઈ ગઈ છે અને તડકાના લીધે ઘણા લોકોને તાવ આવવાની સમસ્યા થવા લાગશે. જ્યારે પણ હળવો તાવ શરીરમાં ભરાઈ ત્યારે આ ઉપાય કરવો તાવ આપમેળે નીકળી જશે. શતાવરીનો રસ 12ml તેની અંદર 5 થી 7 ગ્રામ ગોળ મિક્સ કરી પીવાથી તાવ બિલકુલ મટી જશે.
ટાઢીયો તાવ આવે ત્યારે પણ શતાવરી ખુબજ કારગર સાબિત થાય છે. સૌથી પહેલા શતાવરીનું ચૂર્ણ 15 ગ્રામ તેની સાથે જીરાનું ચૂર્ણ 15 ગ્રામ. આ બંને વસ્તુ 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરી પીવાથી ટાઢીયો તાવ મટાડી શકે છે. દિવસમાં આ કાર્ય બે વાર કરવું તમારા સમય અનુસાર પણ ભોજન પછી તરત નહીં કરવું.
- અસ્થમાના રોગમાં આપશે આરામ.
સ્વાસના રોગીઓ માટે શતાવરી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. 7 ગ્રામ શતાવરીનું ચૂર્ણ લેવું અને તેનું પેસ્ટ બનાવવું પછી તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી સ્વાસ સબંધિત બીમારી, છાતીની બળતરા, એસિડિટી, વાયુ જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
શતાવરીનું ચૂર્ણ 10 ગ્રામ જેટલું એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી પીવાથી શરીરના અંદરના રોગો દૂર થાય છે. આ કાર્ય આંતરડાના રોગી, અશક્તિ, પ્રદર, રક્તદોષ, દાહ અને પ્રમેય જેવા રોગ વાળા વ્યક્તિને કરવું તેને રાહત આપશે. આ કાર્ય નિયમિત દિવસમાં એક વાર જરૂર કરવું જેથી શતાવરીના ગુણની મદદથી બધા રોગોમાં રાહત મળી શકે.
- આ ધ્યાન રાખવું શતાવારીના ઉપયોગ વખતે.
ઉપર જણાવેલી કોઈ પણ વસ્તુની એલર્જી તમને રહેલી છે તો તે વસ્તુનું સેવન શતાવરી સાથે બિલકુલ કરવુ નહીં. આગળ જતાં નુકસાન પણ થઈ શકે છે. શરીરનું ધ્યાન રાખવા માટે પહેલા એલર્જી વાળા વ્યક્તિને ડોકટરની સલાહ જરૂર લેવી જેથી કોઈ નુકસાન થાય નહીં. બાકી આ બધા જ આયુર્વેદના ઉપાયો છે તેનાથી બીજી કોઈ સમસ્યા થશે નહીં.
તેમજ જો શતાવરીનો પૂરો લાભ લેવો હોય તો, સૌ પ્રથમ તમે આયુર્વેદના જાણકાર વ્યક્તિ પાસે જી તમારી સમસ્યા કહો, ત્યાર બાદ તે તમારી તસીર અનુસાર તમને શતાવરીનો ઉપયોગ જે રીતે કરવાનું કહે તે રીતે તેનો ઉપયોગ કરો.. જેનાથી કોઈ નુકશાન નથી થાય અને તમારું શરીર શતાવરીનો પૂરો લાભ લઇ શકશે..
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.