તમે દુધમાં ઘણી વસ્તુઓ નાખીને પિતા હશો, બદામ, કાજુનું દૂધ પિતા હશો, ક્યારેક હળદર વાળું દૂધ પિતા હશો, ક્યારેક ખજુર કે ગોળ વાળું દૂધ પિતા હશો. અને આવી બીજી ઘણી વસ્તુ છે જે દૂધ સાથે પીય શકાય છે. પણ આજે અમે તમને દુધમાં તુલસી નાખીને પીવાના ફાયદા વિષે વાત કરવાના છીએ. જે સાંભળ્યા પછી 100% તમે દુધમાં તુલસી નાખીને પીવાનું જરૂર શરુ કરશો. પહેલા તેના ફાયદા જાણી લો અને બાદમાં આ દૂધ કેવી રીતે પીવું અને ક્યારે પીવું તે જણાવીશું. લેખ પૂરો વાંચજો અને કોઈ મહત્વની વાત મિસના થઇ જાય તેનું ધ્યાન રાખજો.
- તુલસીના પાન વાળું દૂધ પીવાથી થતાં ફાયદા
આજકાલના ફરતા મોસમમાં શરીમાં ઘણા નુકસાન થાય છે અને મોસમ ફરતાની સાથે શરદી, ઉધરસ અને તાવની સમસ્યા વધારે જોવા મળે છે અને આ રોગોને મટાડવા માટે તુલસીના પાનવાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે તુલસી વાળું દૂધ પીવાથી ઇમ્યુનિટિમાં વધારો થાય છે. તેમજ આગળ જાણો આ દુધના બીજા ગજબના ફાયદા..
- પથરીની સમસ્યા
પથરીની સમસ્યા માટે લોકો ઘણી દવાઓ લેતા હોય છે જેનાથી કિડનીમાં રહેલી પથરી નીકળી જાય પણ તેમની ઘણી દવાઓ કામ કરતી નથી પણ તેની માટે એક બેસ્ટ ઉપાય છે રોજે સવારે તુલસીવાળા દૂધનું સેવન કરવું જેનાથી પથરી શરીરમાં ઓગળી જાય છે અને મૂત્રમાર્ગથી બહાર આવી જશે આ કામ રોજે સવારે ભૂખ્યા પેટે કરવું જોઈએ. ભૂખ્યા પેટે એટલા માટે કરવું જોઈએ કેમકે, સવારે ભૂખ્યા પેટે દૂધ સીધું પથરીની બાજુમાં પડે છે જેનાથી પથરી જલ્દીથી તૂટે છે અને બહાર આવે છે.
- ચામડીની સમસ્યા
તુલસીમાં એંટીબેક્ટિરિયલ ગુણો રહેલા છે જેનાથી આપણી ચામડી સારી રહે છે અને રોજે સવારે દૂધ અને તુલસીનું સેવન ખાલી પેટ કરવામાં આવે તો ચામડીને લગતી બીમારી દૂર રહે છે અને કોઈ પણ સ્કીન ઇન્ફેક્ષન થતાં નથી. ઘણા લોકો ચામડીના ડોક્ટરો પાસેથી ઘણા સમયથી દવાનો લેતા હોય છે તો પણ કઈ ફરક પડતો નથી પણ આ કાર્ય થોડા સમય માટે કરો આ કાર્યથી થોડા સમયમાં ફાયદો થશે.
- સ્વાસ લેવામાં થતી સમસ્યા
ઘણા લોકોને કફની સમસ્યા રહલી હોય છે અને તેના કારણે લાંબા સમયે સ્વાસ લેવામાં સમસ્યા ઊભી થાય છે તે તકલીફને જડથી કાઢી નાખવા તુલસી અને દૂધનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરમાં જામેલો કફ બહાર કાઢવામાં મદદ મળે છે અને સ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. આ તુલસી વાળા દૂધનું સેવન રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ કરવું જેનાથી કફ ઓગળે છે.
- હ્રદયની સમસ્યા
આજ કાલના લોકોને કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા વધારે જોવા મળે છે અને આ સમસ્યાથી હ્રદયના રોગ ઊભા કરે છે અને હાર્ટઅટેક પણ આવી શકે છે તે માટે દૂધ અને તુલસીના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટમાં કોઈ સમસ્યા ઊભી નથી તે માટે રોજે સવારમાં દૂધ અને તુલસીનું સેવન કરવું જરૂરી છે. રોજે સવારે નાસ્તો કર્યા પહેલા એક ગ્લાસ દૂધ અને તેમાં તુલસી ઉમેરી સેવન કરવું જોઈએ.
- કામ કાજમાં લાગતો સ્ટ્રેસ
તુલસી અને દૂધનું મિક્સ સેવનથી શરીરમાં થતાં લોહીના પરિભ્રમમાં સુધારો કરે છે તેથી સ્ટ્રેસમાં ઘણી રાહત મળે છે અને મગજ પણ શાંત રહે છે. તુલસીમાં એવા ઘણા તત્વો હોય છે જેનાથી માથાનો દુખાવો દૂર રહે છે. જેનાથી મગજને વધારનું ટ્રેસ મળતું નથી અને તેનાથી આખા શરીરને પોષણ મળી રહે છે અને શરીર નીરોગી રહે છે. રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ અને તુલસીનું સેવન કરવું જેનાથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે અને ટ્રેસ ઓછો થાય છે.
- દૂધ કેવી રીતે અને ક્યારે પીવું જોઈએ..
1 ગ્લાસ જેટલા દુધને પહેલા ગેસ પર ગરમ થવા મુકો, ત્યાર બાદ તેમાં 4-8 જેટલા પાન તુલસીના ટુકડા કરીને નાખો. પછી તે દુધને ગરમ થવા દો. હવે તે દુધને ગેસ પરથી ઉતારીને થોડું ઓછું ગરમ રહે ત્યારે ગાળીને પીય શકો છો. આ દુધને ઘણા લોકો ગરમ કર્યા વગર જ પાન તેમાં નાખીને થોડી વાર હલાવીને પછી પિતા હોય છે.
પણ આમ જુઓ તો જો તમને ગરમ દૂધ ફાવતું હોય તો ઉપર જણાવ્યા મુજબ ગરમ કરીને જ પીવું તે વધુ ફાયદાકારક રહે છે. આ દૂધ પીવાનો સૌથી સારો સમય રાત્રે સુતા પહેલાનો છે. પણ ઘણા લોકો આ દુધને સવારે પીવાનું પણ પસંદ કરતા હોય છે. તમે તમને જે સમય પસંદ પડે તે મુજબ પીય શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.