💁 દોસ્તો, ભારતમાં હંમેશા આયુર્વેદિક વસ્તુઓનો વિશેષ ઉપયોગ થતો જ આવ્યો છે અને હાલ પણ આયુર્વેદિક ચીઝને વિશેષ મહત્વ આપવામા આવે છે. તો આજે અમે તમને એવા જ એક ઔષધ સમાન ગુણો ધરાવતા એવા તકમરિયા વિશે જણાવવા જઇ રહ્યા છીએ. તો આ લેખને અંત સુધી ચોક્કસ વાંચો અને તેનો લાભ ઉઠાવો.
💁 તમે આ તકમરિયાં વિશે સાંભળ્યું જ હશે કે જોયા અથવા ખાધા હશે. પરંતુ તમે તેના જે ગુણો છે તેના વિશે નહિ જાણતા હોય તેના માટે એમ કહેવાય છે કે આ તકમરિયાં એ ધરતી પરની સંજીવની છે. આજના લોકોની જીવન જીવવાની અને ખાવા-પીવાની જે આદતો છે તેમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે લોકો જે ખોરાક લે છે તે તેને ખૂબ જ નુકશાન કરે છે તેની હેલ્થને બગાડે છે જ્યારે વાતાવરણનું પ્રદૂષણ તેના વાળ અને સ્કિનને નુકશાન કરે છે જેમાં આ તકમરિયાં ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહે છે તો ચાલો જોઈએ તકમરિયાના ફાયદા.
💁 તકમરિયાના છોડ : આયુર્વેદમા તકમરિયાં વિશે ઉલ્લેખ જોવા મળે છે તકમરિયાનો છોડ તુલસીના છોડ જેવો છોડ હોય છે, તેને તુલસીની જેવી મંજરી અને ફૂલ આવે છે તેમાં તેના બીજ આવે છે. એ બીજને આપણે તકમરિયાં કહીએ છીએ. આયુર્વેદ અનુસાર તકમરિયાના બીજ અનેક રોગને મટાડે છે. તકમરિયાને ઇંગ્લિશમા બેસિલ સીડ્સ કહે છે.
💁 પાચન સંબંધી સમસ્યા : તકમરિયાં ભોજનમાં રુચિ લાવે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. તકમરિયાં પૌષ્ટિક હોવાથી તે યકૃતની મંદતા, પ્લીહા અને મૂત્રાશયની વ્યાધિમાં તકમરિયાં ગુણકારી છે. તકમરિયાના મૂળિયાં નાના બાળકોને કબજિયાત મટાડવા માટે ઉપયોગી છે. તકમરિયાના બીજ પલાળી તેમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે.
💁 બ્લડ પ્રેશર : 100 થી 200 મિલિગ્રામ તકમરિયાના દાણા દરરોજ લેવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. 1 કપ પાણીમાં અડધી ચમચી તકમરિયાંનુ તેલ દિવસમા બે વખત લેવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તકમરિયામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે આ દર્દ માટે ફાયદાકારક છે.
💁 અનિંદ્રાની સમસ્યા માટે : તકમરિયામાં એલ-ટ્રીફટોફેન નામક એમીનો એસિડ હોય છે. આ એસિડની ખામી ના કારણે ઊંઘ આવવાની સમસ્યા ઉદભવે છે. પરંતુ તકમરિયા સેરોટોનીન અને મેલાટોનીન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે આ હોર્મોન્સના કારણે સારી એવી ઊંઘ આવે છે.
💁 આંખો કેર માટે : જે લોકોને આંખ સંબંધી નાની મોટી તકલીફ રહેતી હોય તેઓને માટે આ તકમરિયાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમાં વિટામિન એ અને બીટા કેરોટિન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. વિટામીન- એ રેટિનામાં એન્ટિઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે. જેનાથી આંખ સંબંધી મોતિયો કે અન્ય કોઈ પણ તકલીફ ઠીક થાય છે. જે લોકોને ઓછું દેખાતું હોય તેઓને માટે તકમરિયામાં રહેલ વિટામિન કે ખૂબ જ ઉપયોગી બને છે.
💁 હાડકાઓ માટે : જ્યારે શરીરમાં કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા તત્વોની ઉણપ સર્જાવા લાગે છે ત્યારે હાડકાઓ નબળા પડવા લાગે છે. જ્યારે તકમરિયામાં આ તમામ તત્વો સમાયેલ છે. તકમરિયાના સેવનથી આ તકલીફો દૂર રહે છે. જ્યારે સાંધાનો વા, ગાંઠોનો વા જેવી તકલીફો દૂર થાય છે.
💁વજન ઘટાડવા માટે : જે લોકોને પોતાનો વજન ઓછો કરવો છે તે લોકોએ પોતાના ખોરાકમાં તકમરિયાનો સમાવેશ કરવો હિતાવહ છે. તકમરિયામાં ખૂબ જ ફાયબર હોય છે અને તેના કારણે તેને જ્યારે પલાળવામાં આવે છે ત્યારે તે એક જેલી બી ના રૂપમાં આપણને જોવા મળે છે તેને ખાવાથી આપણે ખોરાક ઓછો લેવો પડે છે અને તકમરિયામાં રહેલું પ્રોટીન ખોરાક ઘટાડવામાં મદદ કરે છે.
💁હાર્ટની સ્વસ્થતા જાળવવા માટે : તકમરિયાં એક એવા બીજ છે કે તે ઘણા જ દર્દો માટે ઉપયોગી સાબિત થતાં આવ્યા છે તેને લોકો સ્વાસ્થ્યની જડીબુટ્ટી કહે છે તે હાર્ટ માટે પણ ખૂબ જ સારા છે. તકમરિયામાં ઓમેગા-3 અને ઓમેગા-6 એસિડ સમાયેલ છે જે લોહીમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તકમરિયામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ તમારા હાર્ટને એકદમ સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે. તે હાર્ટના બીજા પ્રૉબ્લેમથી પણ તમને બચાવે છે.
💁 શરદીના સમયે ઇલાજના રૂપમાં : ઋતુ બદલતા જ જે લોકોને વાયરલ શરદી જપેટમાં લે છે તે સમયે દવાના રૂપમાં આ તકમરિયાં ખૂબ જ મદદ કરે છે તે ગમે તેવી શરદીને મટાડવા માટે ઉપયોગી છે. તેના માટે તકમરિયાના દાણાને શેકીને તેને કપડામાં લપેટીને સૂંઘવાથી અને ઓલિવ તેલના ટીપાં નાકમાં નાખવાથી શરદી મટે છે તકમરિયાના દાણા પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી અસ્થમાના દર્દીને પણ ઘણી રાહત મળે છે.
જો આ તકમરિયાં વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.