👉 મિત્રો ઘણી વાર તમને થતું હશે કે, એવી તો કઈ વસ્તુ કે જેના સેવનથી ઘણા લાભ થઈ શકે. તો આજે અમે તમારા માટે એવી જ વસ્તુ લઈને આવ્યા છીએ. જેના અનેક લાભો છે. તકમરિયાં જેને અંગ્રેજી ભાષામાં “ બેસિલ સીડ “ તરીકે ઓળખવામાં આવે છે. આ અંગ્રેજી શબ્દનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે તો તુલસીના બીજ જેવો અર્થ થાય છે. પરંતુ હકીકતમાં તકમરિયાં તુલસીના બીજ નથી હોતા.
👉 આજે અમે તમને તકમરિયાં વિશે જણાવીશું અને તેના અનેક ચમત્કારી ફાયદા પણ જણાવીશું, તમે બધાએ તકમરિયાં જોયા જ હશે જે નાના, કાળા અને તલ જેવડા હોય છે અને આયુર્વેદ મુજબ તકમરિયાંની પ્રકૃતિ ઠંડી હોય છે.
👉 તકમરિયાંનું સેવન કરવાની રીત :-
👉 તકમરિયાંનો ઉપયોગ કરવા માટે તેને પાણીમાં પલાળવા જેનાથી તેનો રંગ અને આકાર બદલાઈ જશે, તકમરિયાંને પાણીમાં 20 મિનિટ સુધી રાખવા ત્યાર બાદ તેનો ઉપયોગ કરવામાં આવે તો હિતાવહ છે. આ પલાળેલા તકમરિયાંનું સેવન કરવાથી મરડો, આંખની બીમારી, આંતરડાની ગરમી બધુ દૂર થાય છે.
👉 તકમરિયાંના સેવનથી થતાં શરીરમાં ફાયદાઓ :-
👉 આજના સમયમાં બધા લોકોને હેરાન કરતી સમસ્યા શરીરનું વધારે વજન છે. જેને દૂર કરવા લોકો ઘણી દવાઓ લેતા હોય છે. પરંતુ જો તકમરિયાંનું સેવન કરવામાં આવે તો વજન ઝડપથી ઓછો થઈ શકે છે. આ પ્રયોગ કરવા માટે રોજ સવારે પલાળેલા તકમરિયાં 2 ચમચી ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો પેટમાં રહેલ અપાચિત ખોરાકનું પાચન કરે છે અને વધારાની ચરબીને ઓછી કરે છે. જેથી ઝડપથી વજન કંટ્રોલમાં આવી જશે.
👉 ખોરાકમાં પોષણ યુક્ત આહાર ન લેવાથી ઘણી મહિલાઓને એનિમિયા નામનો રોગ થાય છે. જેને દૂર કરવા માટે પણ તકમરિયાં ઘણા ઉપયોગમાં આવે છે. રોજ તમે પલાળેલા તકમરિયાં 4 ચમચી ભૂખ્યા પેટે સેવન કરો તો લોહીની કમી ઝડપથી પૂરી થાય છે. કારણ કે, તકમરિયાંમાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. જે હિમોગ્લોબિનની માત્રા શરીરમાં વધારે છે .
👉 તકમરિયાં ડાયાબિટીસ જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે. જેનું સેવન કરવામાં આવે તો લોહીમાં સુગરની માત્રા વધવા દેતું નથી. ઉપરાંત તકમરિયાંથી શરીરમાં કોલેસ્ટેરોઇલની માત્રા વધતી નથી અને હદયને પણ સ્વસ્થ રાખે છે. જે લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ છે. તેવા લોકો માટે તકમરીયા ઘણા ફાયદાકારક છે. તકમરિયાંનું સેવન રોજ સવારે ભૂખ્યા પેટે 4 ચમચી કરવાથી લોહીમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
👉 પેટની તકલીફ હોય તેના માટે પણ તકમરિયાં ફાયદાકારક છે. જેના સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે. જેથી આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ પાણીમાં તકમરિયાં નાખી અને 25 મિનિટ સુધી રહેવા દેવા હવે આ પલાળેલા તકમરિયાંનું રોજ સવારે ભૂખ્યા પેટે 3 ચમચી સેવન કરવું,. આવું નિયમિત કરવાથી તમારા પેટની સમસ્યા ઝડપથી દૂર થઈ જાય છે અને પાચનશક્તિ મજબૂત થવાથી પેટમાં રહેલ પિત્ત પણ દૂર થાય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ પણ સારી એવી માત્રામાં રહેલું હોય છે. જેનાથી તમારા દાંત અને હાડકાં પણ મજબૂત થાય છે .
👉 ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :-
👉 તકમરિયાંનું સેવન જણાવેલી માત્રામાં અર્થાત ઓછી માત્રામાં કરવું જોઈએ. કારણ કે, તકમરિયાંની પ્રકૃતિ ઠંડી હોય છે. તેથી શરદી અથવા ઉધરસ જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.
👉 ઉપરાંત જે લોકોનો કોઠો શરદીવાળો હોય અથવા તેમને અસ્થમા, કફ જેવી તકલીફો હોય તેવા લોકોએ પણ તકમરિયાંનું સેવન કરવું ન જોઈએ.
જો આ આંખોમાં મોતિયા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.