બીલીનું ફળ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે તે બીલી આપણા સ્વાસ્થ્ય માટે પણ તેટલું જ ફાયદાકારક છે.તમને જણાવી દઈએ કે બીલીના ફળના ઉપયોગ અનેક દવાઓ બનાવવામાં થાય છે.બીલીમાં પ્રોટીન,બીટા-કેરોટીન,થાયમીન,રાઈબોફ્લેવીન અને વિટામીન ભરપુર માત્રામાં રહેલા છે.આયુર્વેદમાં તેના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે આજે અમે તમને બિલીના રસના એવા અદ્ભુત ફાયદા જણાવશું જે વગર કોઈ દવાએ તમારા શરીરની અનેક સમસ્યાઓને દુર કરશે.
લૂ લાગવાથી બચાવે છે
બીલીનો સૌથી પહેલો ફાયદો એ છે કે તે તમને ભયંકર ગરમીમાં લૂ થી બચાવે છે.બીલીની તાસીર ઠંડી હોય છે.જો તેના રસનું સેવન નિયમિત કરવામાં આવે તો ગરમીમાં લૂ થી બચી શકાય છે.લૂ લાગવાથી ઘણી સમસ્યાઓ થાય છે માટે તે સમસ્યાનું એકમાત્ર નિવારણ છે બીલીનો રસ.
ગેસ તેમજ કબજિયાતમાં આપે છે રાહત
બદલાતી જીવન શૈલી તેમજ ઓફિસમાં સતત બેઠા બેઠા કામ કરવાથી ગેસ,એસીડીટી તેમજ કબજિયાત જેવી સમસ્યાઓ થતી હોય છે.હવે લગભગ લોકોને ગેસ અને કબજીયાતની સમસ્યા સતાવતી જ હોય છે.તો તેના માટે માત્ર રોજે નિયમિત બીલીના રસનું સેવન કરવામાં આવે તો તમને અપચો,ગેસ,એસીડીટી,કબજિયાત વગેરે સમસ્યાઓથી છૂટકારો મળે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવે છે
તીખું તળેલું તેમજ ફાસ્ટફૂડ લગભગ બધાને પસંદ હોય છે.અને આ વસ્તુઓનું સેવન આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે.તો એવામાં બીલીનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.બીલીના રસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત બ્લડ સુગર પણ નિયંત્રણમાં રહે છે.
હૃદયરોગના દર્દી માટે ફાયદાકારક
હૃદયરોગના દર્દીઓ માટે પણ બીલીનો રસ એક રામબાણ ઈલાજ છે.તેના માટે જો બીલીના રસમાં એકથી બે ટીપા ઘીના ઉમેરી રોજે તેનું સેવન કરવામાં આવે તો આપણે હૃદય સંબંધી બીમારીઓથી બચી શકીએ છીએ.ઉપરાંત હૃદયરોગના દર્દી જો તેનું સેવન કરે તો તેમને રાહત મળે છે.
ડીહાઈડ્રેશન અને એસીડીટીમાં આપે છે આરામ
ઘણી વખત ઓછું પાણી પીવાથી આપણને ડીહાઈડ્રેશન જેવી સમસ્યા સતાવે છે.તો ત્યારે બીલીનો રસ અત્યંત લાભદાયી રહે છે.ડીહાઈડ્રેશનની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે બીલીના રસમાં ગોળ અથવા ખાંડ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ.આ ઉપરાંત જો તમને એસીડીટી છે તો બીલીના રસનું સેવન કરવામાં આવે તો એસીડીટીમાં ખુબ જ રાહત મળે છે.
મોંમાં પડતા ચાંદા માટે લાભદાયી
તમને જણાવી દઈએ કે પેટની ખરાબીના કારણે મોં માં ચાંદા પડતા હોય છે.જો તમે પણ મોંમાં પડતા ચાંદાથી પરેશાન છો તો તેના માટે બીલીના રસનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.બીલીના રસનું સેવન પેટની સમસ્યાઓને આરામ આપે છે.જેથી મોંમાં પડતા ચાંદની સમસ્યા દુર થાય છે.આ ઉપરાંત બીલીના રસનું સેવન શરીરને ઠંડક પ્રદાન કરે છે.
દૂધ પિતા બાળકની માતા માટે બીલીનો રસ છે ફાયદાકારક
જો કોઈ માતાએ હજુ બાળકને જન્મ આપ્યો છે તો તે માતા માટે બીલીનો રસ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.તેના સેવનથી માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે.તેમજ સ્તનમાં દૂધનું પ્રોડક્શન વધારે છે જેથી બાળક પણ સ્વસ્થ રહે છે.આ ઉપરાંત તેનું સેવન સ્તન કેન્સર થવાની સંભાવના ઘટાડે છે.
લોહીને શુદ્ધ કરે છે
શરીરમાં લોહી શુદ્ધ ન હોય તો આપણું શરીર ઘણી ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી શકે છે.તેનાથી સૌથી વધારે ચામડીને લગતી સમસ્યાઓ થાય છે. એવામાં જો તમે બીલીના રસને હલ્કું ગરમ કરી તેમાં બે થી ત્રણ ટીપા મધના ઉમેરી ત્યાર બાદ તેનું નિયમિત સેવન કરો છો તો લોહી શુદ્ધ થાય છે અને ચામડીને લગતી સમસ્યામાં રાહત મળે છે.