આજના યુગમાં આ ભેળસેળ વાળી વસ્તુના સેવનથી કેટલા નુકસાન થાય છે તે ખબર હશે. આજના સમયની જીવન જીવવાની રીત વિષે જાણો છો અત્યારે કોઈ પણ વ્યક્તિને જોવો તેની ઇમ્યુનિટી ખરાબ થઈ ગઈ હશે એટલે કે, રોગપ્રતિકારક શક્તિ નબળી પડેલી હશે તેના લીધે થોડો પણ વાતાવરણમાં બદલાવ આવે ત્યારે શરદી, ઉધરસ કે કફ જેવી સમસ્યા થવા લાગે છે.
તમને પણ આવી સમસ્યા રહેલી છે તો તેની માટે આજે આ દેશી ઉપાય ખુબ જ કારગર સાબિત થશે. આ ઉપાય છે કાળામરીનો… જે આપણાં ભારત દેશમાં બધા જ ઘરમાં મળી રહેશે. આ ઉપાય કરવાની સાથે તેના નુકસાન વિષે પણ જાણીશું, જેથી કોઈ સમસ્યા ના ઊભી કરે અને તેના પુરા ફાયદા મળી શકે.
જે લોકોને શરદી, ઉધરસ, તાવ કે પછી ઇમ્યુનિટી નબળી પડેલી છે તેની માટે આ ઉપાય ખાસ ફાયદાકારક છે. સૌથી પહેલા 4 કે 5 કાળા મરીના દાણા, એક લવિંગ, એક તુલસીનું પાન, એક ઇંચ જેટલો આદુનો ટુકડો. પહેલા આ વસ્તુને મિક્સ કરીને બરાબર પીસી લેવી અને પછી તેની ઉપર એક ચમચી મધ મિક્સ કરી ને આ વસ્તુને સવારે અને સાંજે ખાલી પેટે બે વાર ચાટી જવું. જૂની શરદી, ઉધરસમાં જલ્દીથી રાહત આપી દેશે અને સાથે ઇમ્યુનિટી પણ મજબૂત કરવામાં મદદ મળશે.
આપણાં શરીરને બધા પોષકતત્વ મળવા જરૂરી હોય છે. તે પોષકતત્વ આપણે ભોજન કરીએ તેમાથી મળી આવે છે. પણ તે ભોજન શરીરમાં જાય પછી તે પોષકતત્વ લોહી દ્વારા બધી જગ્યા પર પહોચે છે. પણ જો તમારી પાચનશક્તી નબળી પડેલી છે અને ગમે તે ભોજન કરશો તો તે પચશે નહીં અને ના પચવાના કારણે શરીરને જરૂરી પોષકતત્વો મળશે નહીં. તેનાથી શરીરમાં તાકાત નહીં મળે, કામના સમયમાં આળસ આવશે, શરીર થાકેલું રહેશે, શરીર વધશે નહીં અને દુબળા થઈ જવું વગેરે સમસ્યા થશે.
આ સમસ્યાનો ઉપાય છે. રોજે 3 કે 4 દાણા કાળામરી વાટી તેનો પાવડર બનાવો અને તેને એક ગ્લાસ હુફાળા ગરમ પાણીમાં મિક્સ કરો અને તેની સાથે તુલસીના એક અથવા બે પાન મિક્સ કરી પાણી થોડું ઠંડુ થાય પછી તેની અંદર એક ચમચી મધ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ જેનાથી આગળ ક્યારે પણ પેટની સમસ્યા નહીં થાય. સાત દિવસમાં એક દિવસ આ બધી વસ્તુ સાથે લીમડાના 1 અથવા 2 પણ મિક્સ કરીને પીવું. પાચનશક્તિ મજબૂત કરવા માટે આ ઉપાય આયુર્વેદનો બેસ્ટ ઉપાય છે. (આ ઉપાય થોડો સમય કરી ને તેમાં વિરામ લેવો.)
કાળામરી આમ તો ગરમ તાસીરના હોય છે તેથી શિયાળામાં 3 કે 4 દાણાનો પાવડર કરવો અને જો ઉનાળો હોય તો 2 દાણા જ લેવા તેનાથી વધારે કાળામરી શરીરમાં ગરમી વધારી શકે છે, જેનાથી નુકસાન પણ થઈ શકે છે.
ખાસ પુરુષો માટે આ ઉપાય મહત્વનો છે. જે પણ પુરુષને કોઈ પણ કામ કરવાનું મન નથી થતું અથવા કામ કરતાં સમયે વધારે થાકી જતાં હોય છે તેવા વ્યક્તિઓ માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. સૌથી પહેલા 3 દાણા કાળા મરીનો પાવડર, તેની સાથે એક ગ્રામ ત્રિફળા ચૂર્ણ અને એક ગ્રામ અશ્વગંધા ચૂર્ણ લેવું આ ત્રણે વસ્તુને એક ગ્લાસ હુફાળા ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવું. આ ઉપાય કરવાથી ઓછા સમયમાં લગતી થકાન કે કામમાં આવતી આળસ કે સાંધાના દુખાવો દૂર કરવામાં મદદ મળશે. હા જેમને પણ પિત પ્રકૃતિ રહેલી છે તેને કાળામરીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તે વધારે ગરમ પડે છે.
જેમના દાંતોમાં ખુબ જ દુખાવો રહે છે કે, પેઢાની અંદરથી લોહી નીકળે છે, દાંત સડી ગયા છે કે દાંતમાં જીવાત થઈ ગયેલી છે, તેની માટે આ ઉપાય ખુબજ ઉપયોગી છે. સૌથી પહેલા બે કે ત્રણ કાળામરીનો પાવડર બનાવવો, પાવડર બનાવવા માટે મિક્સર કે ગ્રેંડરનો ઉપયોગ કરવો નહીં પાવડર પથ્થર પર પીસીને બનવા આવે તો, કાળામરીના ગુણો નષ્ટ નહીં થાય. કાળામરી સાથે એક લવિંગને પણ પીસીને તેની સાથે મિક્સ કરો.
આ વસ્તુ તૈયાર થઈ જાય પછી તમારા ઘરની આસપાસ કોઈ પીપળાનું ઝાડ છે તો તેની જરૂર પડશે. એક રૂ નો ટુકડો લેવો અને એક ચાકુ લઈ પીપળાના ઝાડ માથી તે ચાકુ વડે દૂધ કાઢવું અને તે દૂધ પેલા રૂ ના ટુકડા ઉપર થોડું લઈ લેવું અને પેલી પીસેલી વસ્તુ એક ચપટી લેવી અને તેને રૂ ઉપર મૂકી જે પણ દાંતમાં દુખાવો થાય છે અથવા લોહી નીકળે છે તેની ઉપર એક કે બે મિનિટ રાખી પછી તેને લઈ લેવું. આ ઉપાય 3 થી ચાર દિવસ કરવાથી દુખાવો બિલકુલ ગાયબ થઈ જશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.