💁દોસ્તો, આપણે બાળપણમાં ઘણા કાળા દોરાઓ પહેર્યા હશે. તે સમયે માતા કહેતી કે આ કાળો દોરો તમને કોઈ બૂરી નજરથી બચાવશે. અને આપણે તે ખુશી ખુશી પહેરતા પણ હતા. આજે અમે તમને જે કાળા દોરાનો ઉપાય બતાવવાના છીએ તે એકદમ સરળ છે જેનાથી તમે બની શકો છો માલામાલ.
💁આ દોરા તમને બૂરી નજરથી તો બચાવે જ છે પરંતુ તે દોરાનું વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ મહત્વ રહેલું છે. તો આ આર્ટીકલને પૂરેપૂરો ધ્યાનથી જરૂર વાંચો. આપણું જે શરીર છે તે પાંચમહાભૂતોનું બનેલું હોય છે. તે પાંચ તત્વોમા પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિનો સમાવેશ થાય છે. આથી આપણા શરીર પર એ તમામ તત્વોનો હકારાત્મક અને નકારાત્મક એવો પ્રભાવ પડતો હોય છે.
💁આની સાથે આપણા ઘરમાં રહેલી વસ્તુઓનો પ્રભાવ પણ આપણા જીવનમાં પડે છે. આમ આ બન્નેના મિલનથી એવી પરિસ્થિતિ નિર્માણ પામે છે કે ઘણીવાર આપણે આર્થિક કષ્ટમાંથી પસાર થવાનો સમય આવે છે.
💁તમારા જીવનમાં પણ કોઈ આવો આર્થિક કટોકટીનો પ્રશ્ન હોય તો તમે પણ આ ચમત્કારી એવા દોરાનો પ્રયોગ અજમાવી શકો છો. અને તમારા જીવનની જે કઈ તકલીફ છે તેમાંથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે માત્ર બજારમાંથી એક કાળા રંગનો દોરો લાવવાનો છે.
💁આ કાળા દોરાને લઈને તમારે શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું છે. તેના માટે તમે સવારે કે સાંજે ગમે તે સમયે જઈ શકો છો, ત્યાં જઈને તમારે સાચા મનથી હનુમાનજીની પૂજા પ્રાર્થના કરવી એક વાર હનુમાન ચાલીશાનો પાઠ કરવો અને પછી તમારી પાસે જે કાળો દોરો છે તેના પર હનુમાનજીનું નામ લેતા લેતા 9 ગાંઠ વાળવી. જ્યારે નવ ગાંઠ વળાય જાય ત્યારે તે દોરા પર હનુમાનજીના જમણા પગના અંગૂઠા પાસેનું સિંદુર લઈને દોરા પર લગાવવુ. હવે તમારે આ દોરાને તમારા ઘરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેના પર જમણી બાજુ ઉપરના ભાગમાં બાંધવાનો છે.
💁દોસ્તો, આ ઉપાય જો તમે શનિવારે કરો કે મંગળવારે કરો બન્ને વાર હનુમાનજીના જ છે તેથી કોઈ પણ વારે આ કામ તમે કરી શકો છો. આ ઉપાય કરતાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમે પહેલેથી જ કોઈ ઉપાય કરેલો છે જેને પણ તમે દરવાજા પર જ બાંધેલો છે તો આ કાળા દોરાનો ઉપાય તમે ના કરી શકો.
💁આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જે કઈ નકારાત્મક ઉર્જા હશે તે દૂર રહેશે અને ઘરમાં સુખ શાંતિ આવશે. કેમ કે આ દોરો બાંધવાથી તમારા ઘર પર હનુમાનજીની કૃપા હંમેશા બની રહેશે. આ ઉપાય તમારા પ્રગતિના દ્વાર ખોલી નાખશે. તમારા નોકરી, ધંધાના જો કોઈ પ્રશ્ન હશે તો તે પણ તમામ હલ થશે. આ ઉપાય કરતાં જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બની રહશે.
💁આ દોરાનો ઉપાય તમે તમારી ઘરની તિજોરીમા પણ કરી શકો છો, તમે જ્યાં કિંમતી આભૂષણો, પૈસા વગેરે જે તિજોરીમાં મૂકો છો તે તિજોરીમાં આ દોરો રાખવાથી પણ હનુમાનજીની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહે છે. માતા લક્ષ્મી તમારા ઘર પર હંમેશા મહેરબાન રહેશે.
💁આ ઉપાયમાં તમારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે આ ઉપાય કરો છો તેમા પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે જો તમે પૂરી આસ્થાની સાથે આ ઉપાય કરશો તો તેનું ચોક્કસ સારું એવું ફળ મળશે. જો તમે આ ઉપાય એક અંધવિશ્વાસ જ સમજીને કરશો તો તેનો કોઈ ફાયદો નહીં થાય માટે વિશ્વાસની સાથે એ કામ કરો અને તેનું સારું ફળ મૂલવો.
જોકાળા દોરાના આ પ્રયોગ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.