મિત્રો આપણે ત્યાં ધર્મશાસ્ત્રોમાં સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠવાનું કહેવામાં આવ્યું છે. તેની પાછળ પણ ઘણા કારણો રહેલા છે. કેમ કે જો તમે બ્રહ્મમુહુર્ત માં ઉઠો છો તો તેનાથી તમારા શરીરમાં એક સ્ફૂર્તિ નો અનુભવ થાય છે. આખો દિવસ ખુબ સારો રહે છે. અશુભ અસર નથી થતી. નેગેટીવ વિચારો નથી આવતા, મન આઠ પહર આનંદમાં રહે છે.
મિત્રો હાલની પરિસ્થિતિ અને લોકોની જીવનશૈલી જોઇને એમ કહી શકાય કે લોકો સવારે વહેલા ઉઠી નથી શકતા. તેની પાછળનું કારણ કે આપણે રાતે સમયનો ઘણો બગાડ કરીએ છીએ. તે ઉપરાંત આપનો ખોરાક પણ એવો અવ્યવસ્થિત થઇ ગયો છે. ભોજનનો કોઈ નિશ્ચિત સમય નથી, વગેરે કારણો જવાબદાર હોઈ શકે છે.
મિત્રો તમને એક વાત જણાવી દઈએ કે જો તમે સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠો છો તો તેનાથી તમને લાંબુ આયુષ મળી શકે છે. પણ આજની મોટી મુશ્કેલ એ છે કે આપણે રાત્રે ખુબ મોડે સુધી જાગીએ છીએ. જેના કારણે સવારે વહેલા ઉઠી નથી શકતા. ઘણા લોકો તો રાત્રે 2-3 વાગ્યા સુધી જાગતા હોય છે. પછી સવારે બ્રહ્મમુહુર્ત માં કઈ રીતે ઉઠી શકાય. આથી લોકોને આલાર્મ મુકવો પડે છે. તેમ છતાં પણ લોકો ઉઠી નથી શકતા.
આમ જે લોકો રાતે વહેલા સુવે છે તે સવારે વહેલા ઉઠી શકે છે. પણ જે લોકો રાત્રે મોડા સુવે છે તે લોકો વહેલા ઉઠી નથી શકતા. આમ દરેક લોકોનો ઉઠવાનો સમય પણ અલગ અલગ હોય છે. આમ કોઈ સવારે વહેલા બ્રહ્મમુહુર્ત માં ઉઠે છે તો કોઈ દિવસના 10-11 વાગ્યે ઉઠે છે. આથી પહેલા તો તમારા સુવાનો સમયમાં ફેરફાર કરો.
જો કે એમ કહી શકાય કે ઊંઘ એટલે કે નીંદર બે પ્રકારની હોય છે. એક જેને આપણે સામાન્ય કહીએ છીએ અને બીજી કે જે ખુબ ગહન હોય. એકધારી ઊંઘ એ શરીર માટે ખુબ જરૂરી છે. આથી તમે જો માત્ર 5 કલાક પણ સુવો છો તો પણ તે ગહન હશે તો તમે એકદમ તાજગી અનુભવશો પણ સામાન્ય હશે તો તમને થાક અનુભવ થશે.
- બ્રહ્મમુહુર્ત માં જાગવામાં ઉપાયો
સૌપ્રથમ તો જો તમે બ્રહ્મમુહુર્ત માં જાગવા માંગો છો તો રાતે વહેલા સુવાની ટેવ પાડો. ત્યાર પછી એ નક્કી કરો કે તમારે બ્રહ્મમુહુર્ત માં ક્યાં સમયે જાગવું છે. માની લો કે તમારે 4.30 વાગ્યે જાગવું છે તો આપણી નીંદર પહેલા તો પૂરી થવી જોઈએ તો જ તમે નિશ્ચિત સમયે જાગી શકશો. એટલે કે આપણા શરીરને આરામ દેવા માટે ઓછામાં ઓછી 6 થી 7 કલાકની નીંદર જરૂરી છે. આથી તમારે તે પ્રમાણે સુવાનો સમય નક્કી કરો.
માની લો કે તમારે દરરોજ સવારે ૭ વાગ્યે જાગવાની ટેવ છે. અને તમે બીજે દિવસે 5 વાગ્યે જાગવાનું નક્કી કરો છો તો આ રીતે તરત જ વહેલા જાગવાની ટેવ ના પાડો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે.
આથી તમારે તમારા મગજને એમ કહેવાનું છે કે તમારે દરરોજ કરતા માત્ર 15 થી 20 મિનીટ વહેલું જાગવાનું છે. અને પછી ધીમે ધીમે આ સમય વધારતા જાવ. આમ એકસાથે વહેલા જાગવા કરતા ધીમે ધીમે બ્રહ્મમુહુર્ત માં જાગવાની ટેવ પાડો.
મિત્રો જો તમે ખરેખર બ્રહ્મમુહુર્ત માં જાગવા માંગતા હો તો રાતે સુતા પહેલા ટીવી કે મોબાઈલ જોવા કરતા કોઈ પુસ્તક વાચવાની આદત રાખો. કારણ કે પુસ્તક વાંચતી વખતે તમારે તમારા મનમાં પુસ્તક અંગેનું એક કલ્પના વિશ્વ ઉભું કરવું પડે છે. જેના કારણે તમારી આંખો એક ઘેરાવો અનુભવે છે અને આંખો ઓટોમેટીક બંધ થવા લાગે છે.
હવે સૌથી અગત્ય ની વાત એ કે જો તમે રાતે વહેલા સુવા માંગો છો તો સુતા પહેલા સ્નાન કરવાની આદત રાખો. તેનાથી શરીર હળવું થઇ જશે તેમજ સ્નાન કરવાથી તમારા હાથપગ ના અમુક ઇંદ્રિ પર દબાણ આવશે. અને તમને નીંદર પણ જલ્દી આવશે. આમ માત્ર રાતે પહેલા તો માત્ર 30 થી 15 મિનીટ વહેલા સુવાની ટેવ પાડો. તેનાથી સવારે તમે એટલા જ વહેલા ઉઠશો. આમ ધીરેધીરે તમારું મગજ તમારો ઓર્ડર માનવા લાગશે અને તમારામાં સવારે બ્રહ્મમુહુર્ત માં ઉઠાવાની ટેવ પડી જશે.
હવે તમે એક કરો છો તો દરરોજ 15-20 મિનીટ પહેલા સુવો છો એટલે સવારે એટલા જ વહેલા ઉઠો છો. પણ બીજા દિવસે ફરી તરત જ બ્રહ્મમુહુર્ત માં ઉઠવાનું નક્કી ન કરો. તમારે આ પ્રક્રિયા હજુ 10 થી 20 દિવસ શરુ રાખવાની છે.
આમ 15 દિવસ પછી ફરી પાછા 20 મિનીટ વહેલા ઉઠવાનું નક્કી કરો. આવી રીતે ધીમેધીમે પોતાના સમયમાં ફેરફાર કરતા જાવ. અને તમે જોશો કે 4 થી 5 મહિનામાં તમે સવારે બ્રહ્મમુહુર્ત મા ઉઠી શકશો. એ પણ કોઈપણ પ્રકારના એલાર્મ મુક્યા વિના. મિત્રો સવારે વહેલા ઉઠવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમે કેટલી નીંદર લેવાની જગ્યાએ કેવી નીંદર લો છો તે મહત્વનું છે.
આ વાતને વધુ સરળતાથી સમજવા એક ઉદાહરણ જોઈએ. જેમ કે તમે સ્કુલે જતા હો અને તમારો સ્કૂલનો એક ફિક્સ સમય હોય છે કે, એટલા વાગ્યે સ્કુલ પહોચી જવું. આથી તમે તે રીતે જ ઉઠો છો અને તૈયાર થાવ છો. હવે મગજે તમારું આ રૂટીન સમજી લીધું છે એટલે ઓટોમેટીક તમારી ઊંઘ તે સમયે ઉડી જાય છે. આ રીતે જ તમારે ધીમે ધીમે બ્રહ્મમુહુર્ત માં ઉઠવું એ રૂટીન બનાવવું પડશે ત્યાર પછી જ તમે બહુ સહલાઈથી બ્રહ્મમુહુર્ત માં ઉઠી શકશો. આમ પણ કોઈપણ કાર્યને કરવા માટે તે કામને પહેલા તો આપણું રૂટીન બનાવવું પડે છે. પછી જ તે દરરોજના જીવનનો એક ભાગ બની જાય છે.