💁♀️ ચારોળી એક ડ્રાયફ્રૂટ્સ છે અને મોટાભાગના લોકો તેનો ઉપયોગ મીઠાઈ, દૂધપાક, ખીર કે બીજી વાનગીમાં કરતાં હોય છે. પરંતુ ધીમેધીમે તેનો ઉપયોગ હવે વિસરાતો જાય છે. પરંતુ ચારોળી શરીર તેમજ હેર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તેના અઢળક ફાયદા થાય છે. જો તમે બજારમાં મળતાં તેલનો ઉપયોગ વાળ માટે કરતાં હોવ તો આજે જ બંધ કરો બજારમાંથી કેમિક્લ વાળા તેલનો અને ઘરે બનાવો પ્રોટીનથી ભરપૂર ચારોળીનું તેલ.
💁♀️ ચારોળી વાળને મજબૂત બનાવે છે. સાથે સ્કેલ્પને ડેમેજ થતાં અટકાવે છે. તે સિવાય વાળને નેચરલ અને સિલ્કી બનાવવાનું કામ પણ ચારોળીનું તેલ કરે છે. ચાલો જાણીએ ચારોળીનું તેલ બનાવવાની રીત અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો….
💁♀️ ચારોળીનું તેલ બનાવવા- સૌથી પહેલા થોડી ચારોળી લઈ તેને મિક્સરમાં ક્રશ કરી નાખવી. પછી તે પાઉડરને એક વાસણમાં કાઢી લેવો. તે વાસણમાં નાળિયેરનું તેલ અને બદામનું તેલ એડ કરવું. આ ત્રણેય તેલને ધીમા તાપે ગરમ કરવા. જ્યારે રંગ બદલાય કે તરત ગેસ બંધ કરી લેવો. ઠંડું થાય એટલે આ તેલને ગરણીથી ગાળી એક બાઉલમાં કાઢી લેવું. પછી તેમાં ટી ટ્રી ઓઇલના ટીપાં નાખવા, તૈયાર છે તમારું ચારોળીનું તેલ.
💁♀️ આ રીતે કરો ઉપયોગ- ચારોળીનું તેલ તમે ન્હાયાના 15 મિનિટ પહેલા થોડું ગરમ કરી લગાવી શકો છો. અથવા સ્નાન કર્યા બાદ લગાવવું હોય તો થોડા વાળ નરમ હોય ત્યારે લગાવવું. જેથી તે લાભદાયી નીવડે. તે સિવાય કોઈપણ સમયે માથામાં નાખી શકો છો.
💁♀️ ચારોળીના તેલમાં રહેલા ફાયદા- ચારોળીના તેલમાં પ્રોટીન ભરપૂર હોય છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. એટલું જ નહીં ચારોળીમાં વિટામિન બી-1, બી-2, વિટામિન-સી સારી માત્રામાં હોય છે. તે સિવાય મિનરલ્સ, આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ તેમાં હોય છે. જે વાળને પોષણ આપી મજબૂત બનાવે છે. તમે ચારોળીના તેલને હેલ્ધી વાળના ડાયેટમાં સામેલ કરી શકો છો.
💁♀️ સ્ટ્રેટ વાળ માટે- ઘણાં લોકો વાળ સ્ટ્રેટ રહે તેના માટે પાર્લરમાં જતાં હોય છે, પરંતુ ચારોળીનું તેલ તમારા વાળને સ્ટ્રેટ કરવાનું કામ કરશે, સાથે શાઈની બનાવશે. ચારોળીનું તેલ લગાવવાથી વાળ સીધા રહે છે અને વાળ મજબૂત પણ બને છે.
💁♀️ હેર કરે કાળા- જો તમે ચારોળીના તેલનો ઉપયોગ કરતાં હશો તો હેર કાળા રહેશે, સફેદ વાળની પરેશાની રહેતી નથી. ચારોળીના તેલથી માથામાં માલિશ કરવી જે સફેદ વાળ થવા દેશે નહીં.
💁♀️ નેચરલી મોઇશ્ચરાઈઝર કરે- આ તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. કેમ કે તેમાં 59 ટકા ફેટ હોય છે, જે રફ વાળને દૂર કરે છે અને ટેક્શર સારું બનાવે છે. તે સિવાય ચારોળીના તેલનો તમે કંડીશનર તરીકે ઉપયોગ કરી શકો છો. જેનાથી વાળ નરમ રહેશે.
💁♀️ અમુક લોકોને ચારોળીના તેલથી એલર્જી થતી હોય છે, તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. બની શકે તો ડૉક્ટરની સલાહ લઈ કોઈપણ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
જો ચારોળીનું તેલ બનાવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.