👉દોસ્તો, આપણે એવા ઘણા નુસખાઓ આદિ અનાદિ કાલથી જોતાં જ આવીએ છીએ એવા તે ઘણા નુસખા છે જેનો સંબંધ વિજ્ઞાનની સાથે હોય છે. ઘણીવાર આપણે ખૂબ વધારે ભણેલા ગણેલા લોકો આવા નુસખાને એકદમ ગપ જ માને છે પરંતુ તેવું નથી હોતું ઘણીવાર તેની પાછળ કોઈ ઠોસ કારણ હોય છે તેને વિજ્ઞાન પણ સ્વીકારે છે તેથી આપણે પણ આવા નુસખાને માનવા જ પડે તેનું જે તથ્ય છે તેને સ્વીકારવું જ પડે.
👉તમે ઘણીવાર કોઈ પણ પૂજા કે હવનમાં બ્રાહ્મણ દેવના કહેવાથી હવનમા લવિંગ હોમ્યા હશે ઘણીવાર ઘરે કોઈ પૂજામાં પણ લવિંગને ઉપયોગમાં લીધા હશે. આમ આ લવિંગનું વિધિ-વિધાનમાં ઘણું જ મહત્વ રહેલું છે તે વાત આપણે માનીએ જ છીએ. પરંતુ એ શા માટે કરવામાં આવે છે તે વાતથી આપણે અપરિચિત છીએ તેના વિશે આપણે બીજી કોઈ જ વાત જાણતા હોતા નથી. શું તમે કોઈ પણ કારણ વગર જ ઘરમાં એમ જ લવિંગ સળગાવવાનો વિચાર આવ્યો છે. ઘણા લોકો આ નુસખાને એર ક્લીનિંગ ( હવાનું શુધ્ધિ કરણ ) જ માને છે.
👉તમે ક્યારેક ઘરમાં તજ જેવા તેજાનાના પાન સળગાવવાના ફાયદા વિશે જાણતા હશો પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને લવિંગની માત્ર એક જ ચમચી સળગાવવાના જે વિજ્ઞાનિક તથ્ય છે તેની જાણકારી આપવા જઇ રહ્યા છીએ તો આર્ટિકલને પૂરો ધ્યાનથી વાંચો અને તેનાથી જે લાભ થાય છે તેનો પૂરો ફાયદો ઉઠાવો.
👉વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગને ઘરમાં સળગાવવાના ફાયદા : જે લોકો આ વાતથી પરિચિત છે તે આ વાતને માટે ઘણું કહે છે. વાસ્તુ મુજબ જો ઘરમાં લવિંગ સળગાવવામાં આવે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે-સાથે જો લવિંગનો ધુમાડો શ્વાસમાં લેવામાં આવે તે પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લવિંગના ધુમાડાથી ઘરની હવા એકદમ શુદ્ધ બને છે. વસ્તુશાસ્ત્રમાં આને ઘણું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શ્વાસમાં લેવાયેલો ધુમાડો ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેનાથી નાની અને જે વાયરલ બીમારીઓ હોય છે તે દૂર ભાગે છે.
👉લવિંગ અને કપૂર બંનેને એક સાથે સળગાવવાના ફાયદા : જો કપૂર અને લવિંગને એક સાથે સળગાવવામાં આવે તો તેનાથી એક એવી ઉર્જા ઉત્પન્ન થાય છે કે ઘરમાં રહેલી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાને તે દૂર કરે છે. તમે એ વાત પણ નોટ કરી જ હશે કે નાના કે મોટા કોઈ પણ યજ્ઞમા કપૂર અને લવિંગને એક સાથે યજ્ઞમા હોમવામાં આવે છે તો તેનું આ જ કારણ છે કે તે તમામ નકારાત્મક ઊર્જને દૂર કરવામાં મદદ કરી શકે છે.
👉ઘરમાં લવિંગ સળગાવવાના વિજ્ઞાનિક કારણો : આ વાતનું તજજ્ઞોનું જે તારણ છે તે અનુસાર એવું માનવામાં આવ્યું છે કે તે ઘરની હવાને શુધ્ધ તો કરે જ છે સાથે હેલ્થને પણ સુધારે છે. આ હવા ઘરમાં પ્રસરવાથી એક શુધ્ધિ આવી જાય છે. આના કારણે શુગર લેવલ તેમજ લીવર ખૂબ જ સારા રહે છે. ઘરમાં જો થોડા થોડા સમયે નિયમિત એક ચમચી લવિંગનો ધુમાડો કરવામાં આવે તો તે ઘરમાં વાયરલ કોઈ પણ બીમારી થવાનો ભય રહેતો નથી.
👉લવિંગમાં એન્ટિ બેકટિરિયલ તેમજ એન્ટિ ઓક્સિડેન્ટલ ગુણો છે જે આપણને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ બેસ્ટ ઉપાય માનવામાં આવે છે. એવું નથી કે તેને તમે માત્ર ધુમાડો જ કરીને ઉપયોગમાં લવિંગનો તમે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે લવિંગનું તેલ, લવિંગનો પાઉડર કે બીજી કોઈ પણ રીતે, ઘણા લોકો લવિંગવાળી ચા પણ પીવાનું પસંદ કરતાં હોય છે. તો તેનાથી પણ તમને લવિંગનો જે ફાયદો મળવો જોઈએ તે મળી જ શકે છે.
👉જો તમે તમારા નિત્ય ડાયેટમાં ઉપયોગ કરી તેનો ફાયદો ઉઠાવવા માંગો તો તે પણ કઇ જ ખોટું ના કહી શકાય, તેમાં કેન્સર પ્રતિરોધક તત્વો છે જે કેન્સર જેવા દર્દમાં પણ ઉપયોગી સાબિત થાય છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેની માત્રા અધિક ના હોવી જોઈએ. જો તેં થાય તો તે શરીરમાં ગરમી વધારી શકે છે. અને તેના કારણે અન્ય પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.
👉 લવિંગને સળગાવવાની પધ્ધતિ : 1 માટીનું કોડિયું લો તેમાં 10-12 લવિંગના દાણા નાખો. હવે તેને સળગાવો તો તેમાંથી ધુમાડો નીકળવા લાગશે. બીજીરીતે કોડીયામાં લવિંગ સાથે 3-4 કપૂર પણ લો અને તેને સળગાવો. આથી લવિંગ સાથે તમને કપૂરના ફાયદા પણ મળી રહેશે.
👉બસ આટલી વાત જાણ્યા બાદ તમને પૂરો ખ્યાલ આવી ચૂક્યો હશે કે માત્ર એક ચમચી લવિંગ સળગાવવાથી તેના ઘણા જ ફાયદા આપણને મળે છે. જો તમને શ્વાસ સંબંધી કોઈ તકલીફ હોય તો તે કરવું ટાળજો. તમે લવિંગ અને કપૂર બંનેને એક સાથે પણ સળગાવી શકો છો.
જો આ લવિગ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.