👉 લવિંગ દેખાવમાં ભલે નાનું હોય, પરંતુ તેના ફાયદા અગણિત છે. લવિંગનું વૈજ્ઞાનિક નામ સેઝિઝિયમ એરોમેટિકમ છે. લવિંગનો ઉપયોગ દરેક મહિલા રસોડામાં કરતી હોય છે. લવિંગ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લવિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી માઇક્રોબિયલ, એન્ટી વાયરલ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો હોય છે, જે શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.
👉 અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે આપણે નુકસાનકારક ખોરાક અથવા જીવનશૈલીને લીધે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તો તેનાથી બચવા માટે તમે અમુક ઘરેલુ ઉપચાર કરી શકો છો. કેમ કે વધારે દવાઓનું સેવન તમારા શરીરને હાનિ પહોંચાડી શકે છે. પરંતુ જો તમે ઘરેલુ ઉપચાર કરીને શરીરને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જોઈએ તે ઘરેલુ ઉપચારમાં લવિંગના કેટલા ફાયદા છે…..
👉 લવિંગનો લેપ બનાવવા જોઈતી સામગ્રી- લવિંગ, નિલગીરીનું તેલ, હળદર, ચંદન…
👉 બનાવવા માટેની રીત- સૌથી પહેલા થોડા લવિંગ લેવા તેને મિક્સરમાં ક્રશ કરી પાઉડર બનાવવો. આ પાઉડરને એક ડબ્બામાં કાઢી લેવો. તેમાં નિલગીરીનું તેલ મિક્સ કરવું. આ મિશ્રણને બરાબર મિક્સ કરવું, પછી તેમાં એક ચમચી હળદર એડ કરી મિક્સ કરવી. તૈયાર થઈ જશે તમારો લેપ. આ લેપમાં તમે થોડું ચંદન પણ મિક્સ કરી શકો છો. બરાબર લેપ તૈયાર થઈ જાય પછી તેને કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો.
👉 સાંધાના દુખાવાને દૂર કરે લેપ- લવિંગમાં કેલ્શિયમનું પ્રમાણ સારું રહેલું હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને અર્થરાઈટીસની તકલીફ અથવા ગાંઠ થવાની બીમારી છે, તેમને સાંધાનો દુખાવો રહ્યા કરતો હોય છે. તો તમે ઘરે લવિંગનો લેપ બનાવી શકો છો. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે, જે દુખાવામાં રાહત આપશે.
👉 માથાનો દુખાવો કરે દૂર- ઘણાને વધારે પડતાં સ્ટ્રેસ અથવા માઈગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય છે. તો તેના માટે તમે લવિંગનો લેપ લગાવી શકો છો. કારણ કે લવિંગમાં અરોમા રહેલું હોય છે જે સ્ટ્રેસ અને માથાનો દુખાવો બંને દૂર કરે છે. તે સિવાય તમે લવિંગના લેપથી માથા પર મસાજ કરી શકો છો. જો તમે મસાજ કરો તો તેને માથા પર અડધો કલાક સુધી લેપ લગાવી રાખવો. જેથી તમને આરામ મળશે.
👉 દાંત માટે- દાંતનો દુખાવો થતો હોય તો તમે લવિંગનો લેપ લગાવી શકો છે. કોઈ પેનકિલર વગર આ લેપ દુખાવાનો કરશે દૂર, કેમ કે લવિંગમાં એન્ટિ ઇફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. જે ગમે તેવો સોજો અને દુખાવો દૂર કરવાનું કામ કરે છે. જો તમે દુખાવો થતો હોય તે જગ્યા પર આ લેપ લગાવો છો તો તેને થોડી વાર એમ જ રહેવા દો, 15 મિનિટ થાય તે બાદ પાણી વડે કોગળા કરી લેવા. દુખાવામાંથી છુટકારો મળશે.
👉 કાનના દુખાવા માટે- નાના બાળકને ઘણી વખત કાનમાં દુખાવો થતો હોય અથવા કોઈ વ્યક્તિને કાનમાં દુખાવો થતો હોય તો તમે લવિંગનો લેપ લગાવી શકો છો અથવા તમે લવિંગના તેલમાં તલનું તેલ પણ મિક્સ કરી શકો છો. હવે મિક્સ કરેલા તેલને થોડું નવશેકું ગરમ કરો, ત્યાર બાદ કાનની બહારના ભાગમાં રૂ લઈ લગાવો. આ રીતે લગાવવાથી દુખાવામાં રાહત મળશે. આ તેલને તમે ડ્રોપર તરીકે કાનની અંદર પણ નાખી શકો છો. પરંતુ આ રીતે ઉપયોગ કરતાં પહેલા એક વખત ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
👉 ઇજા થઈ હોય ત્યારે- કોઈ વ્યક્તિને ઘા પડ્યો હોય અને તેના કારણે ઘણી વખત ઇન્ફેક્શન થતું હોય છે, તો તેનાથી બચવા માટે તમે લવિંગના લેપનો ઉપયોગ કરી શકો છો. તેમાં એક એન્ટીસેપ્ટિક ગુણ રહેલો છે. જે કોઈપણ ઘામાં ચેપ લાગવા દેશે નહીં.
👉 અમુક લોકોને આ લેપથી એલર્જી થતી હોય છે અથવા બળતરા કે સોજો આવી જાય છે. તો આ પ્રકારની સમસ્યામાં તમારે લેપ લગાવવો ન જોઈએ.
જો આ લવિંગના લેપ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.