🥥 વાળથી જ ચેહરાની સુંદરતા દેખાય છે. જેટલા વાળ સુંદર તેટલા તમે વધુ આકર્ષક દેખાશો. હંમેશા સુંદર દેખાવા માટે વાળની સંભાળ ખૂબ જ જરૂરી છે. વાળ ચાહે ડ્રાય, ઓઈલી, નોર્મલ કે બરછટ જેવા પણ હોય તે દરેક પ્રકારના વાળને થોડી ખાસ માવજતની જરૂર હોય છે અને તેના માટે આપણે બજારમાં મળતા કન્ડિશનરને વપરાતા હોઈએ છીએ.
🥥 આ કન્ડિશનર આપણા વાળને સુંદર તો બનાવે જ છે પરંતુ તે માત્ર થોડો સમય માટે જ રહે છે અને ઘણીવાર તો વાળને તેની સાઈડ ઇફેક્ટ પણ થાય છે.
🥥 આપણે કોઈ કેમિકલવાળા કન્ડિશનર કરતાં જો નેચરલ હર્બલ એવું કન્ડિશનર વાપરીએ તો તે વાળને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. આજે અમે તમને નાળિયેરના દૂધના કન્ડિશનરની વાત કરવા જઈ રહ્યા છીએ. આ નાળિયેર દૂધ વાળને તો કન્ડિશનિંગ કરે જ છે સાથે તે માથાના તાળવાના ખોડાને પણ દૂર કરે છે. નાળિયેર દૂધના લીધે વાળ તેના જડથી જ મજબૂત બનશે જેના કારણે વાળનો ગ્રોથ પણ દેખાશે અને ચમકદાર લાંબા પણ થશે.
🥥 નાળિયેર દૂધના વાળને ફાયદા : પહેલા લોકો નાળિયેર તેલ જ વાળ માટે વાપરતા હતા. અને તે સમયે મહિલાઓના વાળ ખૂબ જ લાંબા કાળા અને ગ્રોથ વાળા જ રહેતા હતા. એ સમયે લોકોના વાળ સફેદ પણ ખૂબ જ મોટી ઉમરે થતાં હતા. તો નાળિયેર દૂધ પણ ખૂબ જ ગુણવાળું છે.
🥥 નાળિયેર દૂધમાં વિટામિન-ઈ, પોટેશ્યમ, કેલ્શિયમ, પ્રોટીન, સોડિયમ જેવા ગુણ સમાયેલ છે જે માથાના ભાગમાં રક્ત સંચારને વધારે છે. વાળના ગ્રોથ માટે પણ આ નાળિયેર દૂધ ખૂબ જ સારું છે. તે વાળને સુંવાળા અને લાંબા બનાવે છે.
🥥 નાળિયેર દૂધથી વાળને સુંદર બનાવવા માટે શું કરવું : વાળમાં જ્યારે આપણે આ ટ્રીટમેન્ટ કરવી જ છે તો તેના માટે એક સળંગ એવો સ્ટેપ ફોલો કરવાનો છે. આ માટે તમારે દર બીજા દિવસે વાળ ધોઈને તે કરવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે આ કન્ડિશનર કરવું.
🥥 દિવસ – 1 વાળને શેમ્પૂ કરીને ભીના વાળમાં જ તમારે નાળિયેર દૂધ લગાવવાનું છે. તે પછી તેને 20 થી 30 મિનિટ જેટલો સમય વાળમાં રાખીને તેને સાદા પાણી વડે ધોઈ લો.
🥥 દિવસ – 2 આ દિવસે તમારે શેમ્પૂ કરવાનું નથી વાળમાં માત્ર દૂધ જ લગાવીને તેને 30 મિનિટ વાળમાં રાખીને સાદા પાણી વડે ધોઈ લો.
🥥 દિવસ – 3 આ દિવસે ફરી તમારે વાળને શેમ્પૂ કરવાના છે અને ત્યાર બાદ ભીના વાળમાં જ નાળિયેર દૂધ લગાવાનું છે. 30 મિનિટ પછી તેને ધોઈ લો.
🥥 દિવસ – 4 વાળમાં નાળિયેર દૂધ લગાવીને તેને 20 થી 30 મિનિટ વાળમાં રાખીને તેને સાદા પાણીથી ધોઈ લો.
🥥 દિવસ – 5 આ દિવસે તમારે વાળને શેમ્પૂ કરવાના છે અને વાળ ભીના હોય ત્યાં જ તેમાં નાળિયેર દૂધ લગાવાનું છે તેને વાળમાં 20 થી 30 મિનિટ રાખીને સાદા પાણી વડે ધોઈ લો.
🥥 દિવસ – 6 વાળને માત્ર નાળિયેર દૂધ જ લગાવો અને તેને 20 થી 30 મિનિટ વાળમાં રાખીને સાદા પાણી વડે ધોઈ લો.
🥥 દિવસ – 7 વાળને શેમ્પૂ કરીને ભીના વાળમાં જ નાળિયેર દૂધ લગાવો અને તેને 20 થી 30 મિનિટ વાળમાં રાખીને સાદા પાણી વડે ધોઈ લો.
🥥 આ રીતે તમે સતત 7 દિવસની સંપૂર્ણ સ્ટેપની ટ્રીટમેન્ટ કરશો એટલે દરેક દિવસે તેનું પરિણામ તમને જોવા મળશે. દરેક દિવસે તમારા વાળ વધારે ને વધારે સિલ્કી અને ચમકદાર બનતા જશે. પરંતુ જો તમને આ નાળિયેર દૂધના કારણે કોઈ તકલીફ જણાય તો આ સળંગ સ્ટેપની વચ્ચે જ તેને રોકીને જુઓ.
🥥 નાળિયેર દૂધ કેવી રીતે બનાવવું : નાળિયેર દૂધ બનાવવા માટે તમારે એક ફ્રેશ નાળિયેર લેવાનું છે. તેને નાળિયેરના નાના નાના ટુકડા કરીને જારમાં નાખો તેમાં થોડું પાણી ઉમેરો અને મિક્સીમાં સારી રીતે પીસીલો. હવે આ ઘટ્ટ પ્રવાહીને એક ગરણી વડે ગાળી લો.જે ઘટ્ટ દૂધ મળે છે તે જ તમારે વાળમાં વાપરવાનું છે.
🥥 આ દૂધમાં અન્ય કોઈ ચીજ ઉમેરવાની કોઈ જ જરૂર નથી તેને જેમ છે તેમજ તેને વાપરવાનું છે. આ દૂધને સાચવવા માટે તેને થોડું ઉકાળીને પછી તેને ઠંડુ કરીને ફ્રીજમાં રાખી શકાય આમ કરતાં એ થોડું ઘાટું બનશે.
🥥 નોંધ – જો તમને આ પૂરા સાત દિવસ દરમ્યાન કોઈ પણ તકલીફ જણાય તો તમે કોઈ ડૉક્ટરની સલાહ લઈ શકો છો. જો તમને નાળિયેર ના દૂધની કોઈ એલર્જી હોય તો પણ તમારે આ પ્રયોગ ના કરવો જોઈએ.
જો નાળિયેરના દૂધ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.