ભારત કોદરીનું સર્વોચ્ચ ઉત્પાદક છે. વિશ્વમાં લગભગ 58% કોદરીનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે. પરંતુ ભારતમાં ખુબ જ ઓછા લોકોને કોદરી અને તેના સવાસ્થ્ય લાભો વિશેની જાણકારી હોય છે. કોદરીની ખીચડી બનાવીને તેનું સેવન કરવામાં આવે છે. જો તમે પણ કોદરીની ખીચડીથી થતા ફાયદાઓથી અજાણ છો તો આજનો આર્ટીકલ ખાસ વાંચવો. કારણ કે કોદરીની ખીચડીમાં વજન ઘટાડવાથી લઈને હૃદય સંબંધી બીમારી સામે લડવાની ક્ષમતા છે. તેના ફાયદા જાણ્યા બાદ તમે પણ તમારા દૈનિક આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ અવશ્ય કરવા લાગશો.
બાળકો માટે અને સ્તનપાન કરાવતી માતા માટે ખુબ જ લાભદાયી – દક્ષીણ ભારતમાં કોદરીનો વધારે ઉપયોગ થાય છે. ત્યાં જન્મેલા બાળકોને તેમના નામકરણમાં પણ કોદરી ખવડાવામાં આવે છે. કહેવાય છે કે તે બાળકની પાચનશક્તિ સુદ્રઢ બનાવે છે. તેમજ તેમા રહેલા કેલ્શિયમ અને આયરન બાળકના હાડકાના વિકાસ તેમજ સંપૂર્ણ વિકાસ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાસ કરીને કોદરી જયારે લીલી હોય ત્યારે તેનું સેવન કરવું. કારણ કે તે માતાના દૂધનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત દૂધ માટે આવશ્યક એસીડ, આયરન અને પોષકતત્વો પ્રદાન કરે છે.
વજન ઘટાડે છે – કોદરીમાં જે ફેટ છે તે અન્ય અનાજની તુલનામાં ખુબ જ ઓછી છે. આ ઉપરાંત કોદરીમાં અન્સેચ્યુરેટેડ ફેટ હોય છે. માટે જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે ઘઉં અને ચોખાના બદલામાં કોદરીની ખીચડીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કોદરીમાં ટ્રીપ્ટોફેન નામક એક એમીનો એસીડ હોય છે જે ભૂખ ઘટાડે છે.
એવામાં જો તમારે વજન ઘટાડવું છે તો કોદરીની ખીચડીનું સવારે સેવન કરવું જોઈએ જેથી દિવસ દરમિયાન પેટ ભરેલું લાગશે અને વધારે ભોજનથી પણ બચાવશે. આ ઉપરાંત ચોખા અને અનાજમાં ફાયબરની માત્રા ઓછી હોય છે જયારે તેની તુલનામાં કોદરીમાં ઉચ્ચ માત્રામાં ફાયબર રહેલું છે. માટે તે ખુબ જ સરળતાથી પચી પણ જશે.
ડાયાબીટીશમાં લાભદાયી – એનેમિયા અને હેમોગ્લોબિન માટે ફાયદાકારક – મિત્રો ઘણા લોકો ડાયાબીટીશ વધી જવાના ડરથી અનાજ કે ચોખાનું પણ સેવન કરવાથી બચતા હોય છે પરંતુ કોદરીમાં ઉચ્ચ પોલીથેનીલ અને ફાયબર રહેલા છે જે તમારા શરીરમાં ડાયાબીટીશનું સ્તર વધારતા નથી. પરિણામે ડાયાબીટીશના દર્દીઓમાં માટે કોદરીની ખીચડી સર્વોત્તમ આહાર છે. કોદરીમાં આયરનનું પણ સારું એવું પ્રમાણ રહેલું છે. માટે જે લોકોને એનીમિયા કે લોહીની ઉણપ છે અથવા તો જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી છે તેવા લોકોએ પોતાના નિયમિત આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ કરવો જોઈએ.
હાડકાનો વિકાસ કરે છે અને હૃદય તંદુરસ્ત રાખે છે – જો કેલ્શિયમની વાત આવે તો કોદરીમાં રહેલા કેલ્શિયમને કોઈ ખાદ્ય પદાર્થ ટક્કર આપી શકે નહિ. હાડકાના વિકાસ માટે અને ઓસ્ટીયોપેરેસીસને રોકવા માટે કેલ્શિયમ ખુબ જ મહત્વપૂર્ણ છે. માટે બાળકોના આહારમાં કોદરીની ખીચડીનો અવશ્ય સમાવેશ કરવો તેનાથી તેમના હાડકાનો સંપૂર્ણ વિકાસ થશે. કોદરી બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખે છે ઉપરાંત તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલની માત્ર ઘટાડે છે. જેના કારણે રક્ત્વહિકાઓમાં જે રુકાવટ આવે છે તે દુર થઇ જાય છે. પરિણામે હાઈ બ્લડ પ્રેસર અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓનું જોખમ ખુબ જ ઘટી જાય છે.
આ રીતે બનાવો કોદરીની ખીચડી – કોદરીની ખીચડી બનાવવા માટે 200 ગ્રામ કોદરી, 100 ગ્રામ ચણાની દાળ અને સ્વાદ અનુસાર મીઠું આટલી સામગ્રી જોઇશે. ખીચડી બનાવવા માટે સૌપ્રથમ કોદરીને પાણીમાં બરાબર ધોઈ લેવી. ત્યાર બાદ એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર ગરમ કરવા મૂકી દેવું. 🫕ત્યાર બાદ પાણીમાં ચણાની દાળ નાખવી. મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું. દાળને 5 મિનીટ સુધી બફાવા દેવી. ત્યાર બાદ તેમાં કોદરી ઉમેરવી અને બરાબર હલાવીને તપેલીને ઢાંકી દેવી અને પાણી બળી જાય ત્યાં સુધી ખીચડીને ચડવા દેવી.
આવી જાણકારી માટે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે.